SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસ લેવામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [પંથક સાધુનું દૃષ્ટાંત-૫૪૧ पढमं चिय गुरुवयणं, मुम्मुरजलणु व्व दहइ भण्णन्तं । परिणामे पुण तं चिय, मुणालदलसीयलं होइ ॥ ३४५॥ કહેવાતું ગુરુવચન પહેલાં જ છાણાના અગ્નિની જેમ જ બાળે છે, પણ પરિણામે તે જ વચન કમલના પર્ણની જેમ શીતલે થાય છે. [૩૪૫] પુણ્યવંતોથી સેવાતો ગુરુકુલવાસ કેવલ આત્મોપકાર માટે જ થતો નથી, કિંતુ મહાન પરોપકારને પણ સાધે છે એ વિષયને કહે છે तह सेवंति सउण्णा, गुरुकुलवासं जहा गुरूणंपि । नित्थारकारणं चियं, पंथगसाहु व्व जायंति ॥ ३४६॥ પુણ્યવંત શિષ્યો ગુરુકુલવાસને તેવી રીતે સેવે છે કે જેથી પંથક સાધુની જેમ ગુરુઓના પણ વિસ્તારનું કારણ થાય છે. વિશેષાર્થ- ગાથાનો અર્થ પ્રગટ છે. કથાનક કહેવાય છે– પંથક સાધુનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં નવયોજન પહોળી, બારયોજન લાંબી, અને સુવર્ણરત્નમય દ્વારિકા નામની નગરી પ્રસિદ્ધ હતી. તે નગરીના ઇશાન ખૂણામાં મનોહર રૈવતક પર્વત હતો. તે પર્વતની નજીકમાં લોકોના મનને હરનારું નંદનવન નામનું ઉદ્યાન હતું. દેવોથી કરાયેલા સુવર્ણકમળો વડે જાણે બંધુપ્રમોદથી હોય તેમ ભમરાના સમૂહના ગુંજારવના બહાનાથી જેમના ચરણકમળો પ્રાપ્ત કરીને સ્તુતિ કરાયા એવા શ્રી નેમિજિન કેવલજ્ઞાનથી યુક્ત હોવા છતાં નિર્મલચારિત્રગુણથી અતિશય પૂર્ણ હતા. કામવિરહના પતિ હોવા છતાં કિરણોના પ્રકાશનો ક્ષય કરનારા હતા. સંગરહિત એવા શ્રી નેમિનિન નંદનવન ઉદ્યાનમાં જાણે ત્રણ ગઢના १. धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्शः ७० ॥ (प्रशमरति) સૂર્યના ધોમધખતા તાપના ઉકળાટને દૂર કરનાર શ્રેષ્ઠ ચંદનનો રસ તો હજી સુલભ છે. પણ શાસ્ત્રવિરુદ્ધ આચરણારૂપ તાપને દૂર કરનાર ગુરુમુખરૂપ મલય પર્વતમાંથી નીકળેલા વચનરૂપ ચંદનરસનો શીતલ સ્પર્શાનુભવ તો કો'ક મહાભાગ્યશાળીને જ થાય છે. ૨. સુવર્ણકમળો અને ચરણકમળો એ બંને કમળ હોવાથી બંધુ છે, અને એથી જાણે સુવર્ણકમળોને બંધુના મિલનથી હર્ષ થયો હોય તેમ ચરણકમળોની સ્તુતિ કરે છે એવી અહીં કલ્પના છે. ૩. અહીં ચર્થક પ્રયોગ છે. તે આ પ્રમાણે– કેવલજ્ઞાન શબ્દમાં રહેલા કેવલ શબ્દનો ફક્ત અર્થ છે. ફક્ત જ્ઞાન હોવા છતાં, અર્થાત્ જ્ઞાન સિવાય કશું ન હોવા છતાં, નિર્મલ ચારિત્રગુણથી અતિશયપૂર્ણ હતા. ૪. કામદેવને રતિપતિ કહેવામાં આવે છે. તે અત્યંત રૂપવાન છે. નેમિનિન રતિપતિ ન હતા, કિંતુ રતિવિરહના. પતિ હતા. અર્થાત તેમનામાં કામનો અભાવ હતો. નેમિજિન રતિ વિરહના પતિ હોવા છતાં શરીર એટલું બધું દેદીપ્યમાન હતું કે જેથી સુર્યકિરણોના પ્રકાશનો ક્ષય કરનારા (=પ્રકાશને અત્યંત ઝાંખો પાડતા) હતા.
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy