SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મૃગાપુત્રનું દૃષ્ટાંત-૬૩ અને અસાધારણ સ્થિતિને અનુભવતો જીવન પસાર કરે છે? ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું – - મૃગાપુત્રનો પૂર્વભવ હે ગૌતમ! આ જ જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં શતદ્વાર નામનું નગર હતું. ત્યાં ધનપતિ નામનો રાજા હતો. શતદ્વાર નગરની બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવા દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચેના દિશાભાગમાં (=અગ્નિ ખૂણામાં) વિજયવર્ધન નામનું ‘નગર હતું. તેના વિસ્તારમાં પાંચસો ગામ હતા, અર્થાત્ પાંચસો ગામ સુધી વિજયવર્ધન નગરની હદ હતી. તે નગરમાં “ઇક્કાઈ' નામનો રાષ્ટ્રકૂટ (=રાઠોડ, રાજનિયુક્ત પ્રતિનિધિ છે કે સામતરાજા) હતો. તે અધાર્મિક હતો, અધર્મને જ જાણતો હતો, અર્થાત્ ધર્મને જરાય જાણતો ન હતો. લોકમાં આ અધાર્મિક છે એવી પ્રસિદ્ધિવાળો હતો. ઘણા જીવોનો વધ, બંધ અને તાડન કરવામાં તત્પર હતો, યાવતું સાધુદર્શન આદિથી આનંદ પામતો ન હતો. અધર્મથી જ પોતાની આજીવિકાને કરતો જીવન પસાર કરે છે. તથા તે રાષ્ટ્રકૂટ, વિજયવર્ધન નગરના પાંચસો ગામોના આધિપત્યને, અગ્રેસરપણાને, નાયકપણાને, પોષકપણાને અને મહત્ત્વને ધારણ કરતો, નિયુક્ત માણસો દ્વારા પોતાના સૈન્ય પ્રત્યે અદ્ભુત આજ્ઞા કરાવતો તથા પોતે પણ આજ્ઞા કરતો છતો જીવન પસાર કરે છે. વળી વિજયવર્ધન નગરના ઘણા મહાન રાજાઓ, કોટવાળો, મડંબના અધિપતિઓ, ગ્રામપ્રધાનો અને સાર્થવાહોના તથા ઘણા ગામમાં રહેનારા પુરુષોના ઘણાં કાર્યોમાં અને વ્યવહારોમાં સાંભળ્યું હોવા છતાં નથી સાંભળ્યું, જોયું હોવા છતાં નથી જોયું, ગ્રહણ કર્યું હોવા છતાં નથી ગ્રહણ કર્યું, જાણ્યું હોવા છતાં નથી જાણ્યું, એમ બોલતો હતો. ત્યારે તે રાષ્ટ્રકૂટ અતિશય ઘણાં પાપકર્મોને ઉપાર્જન કરતો જીવન પસાર કરે છે. ત્યારબાદ કોઇવાર તેના શરીરમાં એકી સાથે સોળ રોગની પીડાઓ ઉત્પન્ન થઈ. તે આ પ્રમાણે – શ્વાસ, ખાંસી, તાવ, દાહ, પેટશૂળ, ભગંદર, મશા, અજીર્ણ ચક્ષુરોગ, મુખશૂલ, અરુચિ, ચક્ષુવેદના, કર્ણવેદના, ખણજ, ઉદરરોગ, અને કોઢરોગ. ઘણા વૈદ્યો અને રોગના નિષ્ણાતો દ્વારા કોઢ (વગેરે) રોગોને દૂર કરવાના બસ્તિકર્મ વગેરે ઉપાયોથી ચિકિત્સા કરાવે છે. પણ એક પણ રોગની પીડાથી મુક્ત ન થયો. પછી રોગની પીડાઓથી હેરાન થયેલો તે રાજ્ય, દેશ અને અંતઃપુરમાં મૂછિત બન્યો. તેને જ ઇચ્છતો તે ૧. જેનો કિલ્લો ધૂળથી બનાવેલો હોય તેવા નગરને “ખેડ' કહેવામાં આવે છે. ૨. નાવ શબ્દથી આ પ્રમાણે પાઠ સમજવો- મધમ્માનુણ ૩ મધપૂવકાર્ડ, મધપત્તોડું, અધમપતંગળ, अधम्मसमुदाचारे अधम्मेणं चेव वित्तिं कप्पेमाणे, दुस्सीले दुव्वए दुप्पडियाणंदे । 3. आहेवच्चं, पारेवच्चं, सामित्तं, भट्टित्तं, महत्तरगत्तं, आणाईसरसेणावच्चं कारेमाणे । ૪. અહીં નાવ શબ્દથી પાઠ આ પ્રમાણે સમજવો- ને વાર; ોનું નિછાણું વવહારે ચા
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy