SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મૃગાપુત્રનું દૃષ્ટાંત મારા ધર્મોપદેશક ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી તેમણે મને આ કાર્ય જલદી કહ્યું. જેટલામાં મૃગાદેવી ગૌતમભગવાનની સાથે આ વિષયની વાત કરી રહી છે તેટલામાં મૃગાપુત્ર બાળકને આહાર આપવાનો સમય થયો. તેથી મૃગાદેવીએ ગૌતમભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! આપને મૃગાપુત્ર બાળકને બતાવું ત્યાં સુધી આપ અહીં જ રહો. આમ કરીને (=કહીને) જ્યાં રસોડું છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને વસ્ત્રપરિવર્તન કરે છે. (=બીજા વસ્ત્રો પહેરે છે.) પછી કાષ્ઠની ગાડીને લે છે. પછી તેમાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર ભરે છે. પછી કાષ્ઠની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ગૌતમભગવાન છે ત્યાં જ આવે છે. પછી ગૌતમભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! પધારો, આપ મારી સાથે મારી પાછળ ચાલો. જેથી હું આપને મૃગાપુત્ર બાળકને બતાવું. તેથી ગૌતમભગવાન મૃગાદેવીની પાછળ જાય છે. પછી તે મૃગાદેવી કાષ્ઠગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું છે ત્યાં આવે છે. ચાર પડવાળા વસ્ત્રથી મુખને બાંધતી મૃગાદેવીએ ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! આપ પણ મુહપત્તિથી મુખને બાંધો. પછી મૃગાદેવી વિમુખ બનીને ભોંયરાનું દ્વાર ઉઘાડે છે. તેમાંથી દુર્ગંધ નીકળે છે. તે દુર્ગંધને સર્પમૃતક, ગોમૃતક, શ્વાનમૃતક વગેરેની જેવી દુર્ગંધ હોય તેનાથી પણ અધિક અનિષ્ટ દુર્ગંધ જણાવી છે. તેથી તે મૃગાપુત્ર બાળક ઘણા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહારની ગંધથી અભિભૂત (=જડ જેવો) મૂર્છિત અને ગૃદ્ધ થયો છતો તે અશન આદિનો છીદ્રથી આહાર કરે છે, અને તુરત તેનો નાશ કરે છે. ત્યારબાદ તે આહારને પરૂરૂપે અને લોહીરૂપે પરિણમાવે છે અને તે પરૂ અને લોહીનો પણ આહાર કરે છે. તેથી ગૌતમભગવાનને આ આવા પ્રકારનો વિચાર આવ્યો કે અહો! આ બાળક, પુરાણા, (પુરાપુરાળાનં=) પૂર્વે મજબૂત થયેલા= નિકાચિત થયેલા, (ટુાિળંક) પ્રાણાતિપાત આદિ અશુભ આચરણથી કરેલા, (વુડિવતાનં=) પ્રાયશ્ચિત્તનો સ્વીકાર આદિથી પ્રતિક્રમણ નહિ કરાયેલા અશુભ પાપ કર્મોના અશુભ ફલને અને અસાધારણ (=અતિ દુ:ખદાયી) સ્થિતિને અનુભવતો જીવન પસાર કરે છે, મેં નરકોને કે નરકના જીવોને (પ્રત્યક્ષ) જોયા નથી. પ્રત્યક્ષ દેખાતો આ પુરુષ નરક સમાન વેદનાને અનુભવે છે. આમ કરીને (=આમ વિચારીને) ગૌતમભગવાન મૃગાદેવીને કહીને તેના ઘરમાંથી નીકળે છે. પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. પછી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન- નમન કરીને પૂર્વોક્ત સઘળો વૃત્તાંત કહે છે. પછી આ પ્રમાણે બોલ્યાઃ હે ભગવાન! તે મૃગાપુત્ર પૂર્વભવમાં કોણ હતો? તેનું શું નામ હતું? તેનું ગોત્ર કયું હતું? કયા કર્મોના અશુભ ફલને १. से जहानामए त्ति तद्यथानामेति वाक्यालङ्कारे । २. अब्भथिए इत्यत्र चिंतिए कप्पिए पत्थिए मणोगए संकप्पे इति दृश्यम् एतानि सर्वाण्येकार्थानि । ૩. દુ:શોડ ભાવાર્થ:
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy