SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [મૃગાપુત્રનું દૃષ્ટાંત આ વિષયમાં દૃષ્ટાંત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેवहबंधमारणरया, जियाणं दुक्खं बहुं उईरंता । हुंति मियावइतणउव्व, भायण सयलदुक्खाणं ॥ १३॥ વધ, બંધ અને મારણમાં તત્પર તથા અભ્યાખ્યાન અને પશૂન્ય આદિથી ઘણા જીવોના માનસિક સર્વદુઃખની ઉદીરણા કરનારા જીવો મૃગાપુત્રની જેમ નારક અને તિર્યંચ આદિ ભવોમાં થનારાં શારીરિક-માનસિક સર્વ દુઃખોના પાત્ર બને છે. વિશેષાર્થ– વધ એટલે જીવોને તાડન આદિથી પીડા કરવી. બંધ એટલે દોરડા આદિથી જીવોને બાંધવા. મારણ એટલે તેમના પ્રાણોનો વિયોગ કરવો. મૃગાપુત્રનું દૃષ્ટાંત તે કાળે અને તે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મૃગગ્રામ નામનું નગર હતું. તે નગરની બહાર ઉત્તર અને પૂર્વની વચ્ચેના દિશાના ભાગમાં (=ઈશાન ખૂણામાં) નંદનપાદપ નામનું ઉદ્યાન હતું. ત્યાં સુધર્મ નામના યક્ષનું મંદિર હતું. તે મૃગગ્રામ નગરમાં વિજય નામનો ક્ષત્રિય રાજા રહે છે. તેની મૃગા નામની રાણી હતી. તેમનો મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જન્મથી આંધળો, મુંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો હતો. તેને હાથ, પગ, કાન, આંખ અને નાક આ અંગો ન હતાં. તે મૃગાપુત્ર કેવળ પગ વગેરે અંગોપાંગોની આકૃતિમાત્ર હતો. તેથી તે મૃગાદેવી તે મૃગાપુત્ર બાળકને એકાંતમાં ભોંયરામાં એકાંતમાં આહાર-પાણી આપવા વડે એનો નિર્વાહ કરતી જીવન પસાર કરે છે. તે મૃગગ્રામ નગરમાં એક જન્મથી અંધ પુરુષ રહે છે. તેના મસ્તકના વાળ અત્યંત છૂટા છે. તેની ચારે તરફ ફરતી) માખીઓના સમૂહથી માર્ગ વ્યાપ્ત થઈ ગયો છે. આગળ ખેંચાતા લાકડીના ટેકે ઘરે ઘરે દયાવૃત્તિથી (ભીખ માંગીને) આજીવિકાને કરતો ફરે છે. (મુદ્રિતપ્રતમાં સમછિયા ના સ્થાને છિયા જોઇએ.). તે વખતે શ્રમણભગવાન મહાવીર મૃગગ્રામમાં સમવસર્યા. પર્ષદા નિકળી (=ભગવંતને વંદન કરવા માટે લોકો મૃગગ્રામ નગરમાંથી નીકળ્યા.) ભગવાનને વંદન કરવા માટે વિજયરાજા મહાવિભૂતિથી ત્યાં આવ્યો. તે જન્માંધ પુરુષ પણ આ અર્થને (=ભગવાન १. 'फुटुं' ति स्फुटितकेशसंचयत्वेन विकीर्णकेशं 'हडाहंड' ति अत्यर्थं शीर्ष-शीरो यस्य स तथा । ૨. નાવ= શબ્દનો અર્થ આ પ્રમાણે છે. પપાતિકસૂત્રમાં સમા પર્વ મહાવીરે શબ્દોથી પ્રારંભી તત્થ સમોરિણ શબ્દો સુધી ભગવાન મહાવીર સંબંધી જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજી લેવું.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy