SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [હિંસાથી થથા દોષો-૫૯ ભવોપગ્રાહી ચાર કર્મોને ખપાવીને, સર્વ પ્રકારે શરીરસંબંધનો ત્યાગ કરીને, જેઠ વદ તેરસના દિવસે નવસો શ્રમણોની સાથે સિદ્ધ (=કૃતકૃત્ય) થયા. બુદ્ધ (=તત્ત્વજ્ઞાતા) થયા. મુક્ત (=ભવોપગ્રાહી કર્મોથી મૂકાયેલા) થયા. પરિનિવૃત (=સર્વ સંતાપોથી રહિત) થયા અને શારીરિક-માનસિક સર્વ દુઃખોથી રહિત બન્યા. આ પ્રમાણે જગતમાં કેટલાક એવા જીવો થાય છે કે જેમનું જીવન અને મરણ વિશ્વને પ્રશંસનીય અને નમસ્કાર યોગ્ય હોય છે. આ પ્રમાણે શાંતિનાથ ભગવાનનું ચિરત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે વજાયુધના ભવમાં પારેવાને અભયદાન આપ્યું. તે પ્રમાણે બીજા પણ મુમુક્ષુએ સર્વજીવોને અભયદાન આપવું જોઇએ. એવો પ્રસ્તુત વિષય છે. બાકીનું તો સંવેગ કરનારું હોવાથી પ્રસંગથી લખ્યું છે. [૧૦] જે જીવ સર્વજીવોને અભયદાન આપવામાં તત્પર છે તે જ ધર્મમાં રહેલો છે, બીજો નહિ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે– जह मम न पियं दुक्खं, जाणिय एमेव सयलजीवाणं । न हाइ न हणावेइ य, धम्मंमि ठिओ स विणणेओ ॥ ११ ॥ જેવી રીતે મને દુઃખ પ્રિય નથી એ જ પ્રમાણે બધાય જીવોને દુ:ખ પ્રિય નથી એમ જાણીને જે જીવોને સ્વયં હણતો નથી, બીજા દ્વારા હણાવતો નથી, અને હણનારા બીજાઓની અનુમોદના કરતો નથી, તે જ જીવને ધર્મમાં રહેલો જાણવો, બીજાને નહિ. વિશેષાર્થ— માત્ર કાંટો વીંધાવાથી થયેલું પણ દુ:ખ પોતાને માટે નહિ ઇચ્છતો હું બીજાઓના શરીરમાં `તોમર અને ભાલો વગેરે ઘોંચીને ઘાત વગેરેમાં કેવી રીતે પ્રવતું? અર્થાત્ કોઇપણ રીતે ન પ્રવતું. [૧૧] આ પ્રમાણે અભયદાનમાં તત્પર જીવોના (અભયદાનથી થનારા) ગુણો પૂર્વે વિસ્તારથી જણાવ્યા છે. હવે તો હિંસા કરનારા જીવોના (=હિંસાથી થનારા) દોષોને બતાવવા માટે ગ્રંથકાર કહે છે— जे उण छज्जीववहं, कुणंति अस्संजया निरणुकंपा । તે દુઃનવસ્વામિયા, મતિ સંસાર તારે ॥ ૨॥ પણ અસંયત અને અનુકંપાથી રહિત જે જીવો છજીવનિકાયનો ઘાત કરે છે, લાખો દુ:ખોથી હણાયેલા તે જીવો સંસારરૂપ જંગલમાં ભમે છે. [૧૨] ૧. તોમર ભાલા જેવું એક પ્રકારનું શસ્ત્ર છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy