SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર-૨૯ આકાશને છોડીને આ સૂર્ય જડસમૂહમાં પડે છે તેથી લોકમાં અદશ્ય થયો છે. તેથી રાજાએ વિચાર્યું કે અહો ! સૂર્ય અસ્તને પામ્યો છે. સંધ્યાનો સમય વર્તે છે. પછી રાજસભાનું વિસર્જન કર્યું. બધા પોતપોતાના સ્થાનકમાં ગયા. શ્રીવિજયરાજાએ અમિતતેજ રાજાને પણ રહેવા માટે સુંદર મોટો મહેલ આપ્યો. પછી સુતારાની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવતા રાજાએ તે રાત પસાર કરી. બીજા પણ ઘણા દિવસો પસાર કર્યા. ત્યારબાદ શરદઋતુનો કાળ આવ્યો. તે કાળ કેવો છે? તે કાળ આવો છેશરદમાં પૃથ્વીમંડળ ઉપર ધાન્યસમૂહ તૈયાર થઈ ગયો હતો. શરદકાળ મંડળો વડે શરૂ કરાયેલા ગોવાળોના રાસોથી વ્યાપ્ત, ફેલાયેલા રક્ષકોથી શોભતા શાલિવનવાળો (ચોખાના ખેતરોવાળો) અને વનસમૂહમાં શોભતા સપ્તછદ(વૃક્ષવિશેષ)વાળો હતો. તેવા શરદકાલમાં જેનાથી નિર્મલ રૂપ પ્રાપ્ત કરાયું છે તેવું ગગનમંડલ લોકોને જાણે કહી રહ્યું છે કે મલિન વસ્તુઓ કાલાદિ સામગ્રીને પામીને નિર્મલ થાય છે. કાદવ અને પાણીની ઉપર રહેલું પુષ્ટશોભાવાળું કમલવન જાણે કહી રહ્યું છે કે સમકાલે કાદવ અને જલને છોડી દેનારા કમલપત્રની જેમ ઉપભોગ લક્ષ્મીને પામે છે, અર્થાત્ કમલપત્રની જેમ નિર્લેપપણે ઉપભોગ કરવાથી બાહ્ય અને અત્યંતર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. રાજહંસોએ મલિન સરોવરોને છોડીને નિર્મલ સરોવરોનો સ્વીકાર કર્યો. વિશુદ્ધ જીવો મલિન વસ્તુનું સેવન કરતા નથી. સારીભૂમિરૂપ પાત્રોમાં જલરૂપી વૈભવ આપીને વાદળમંડળ નિર્મલ થયું. સુપાત્રદાનથી કોણ વિશુદ્ધ ન થાય? ઉન્મત્ત હાથીઓ વનોમાં વૃક્ષસમૂહને ઉખેડતા ભમે છે. અથવા મલિન જીવોની ઋદ્ધિઓ પરના દુઃખનું કારણ બને છે. વિશેષ જ્યોસ્નાને પામેલો ચંદ્ર સંપૂર્ણ ભુવનને ઠંડુ કરે છે. નિર્મલ જીવોની સંપત્તિઓ પરોપકાર માટે જ વૃદ્ધિ પામે છે. તીખાં-કડવાં દ્રવ્યોથી કંટાળેલો લોક મધુર દ્રવ્યોમાં રાગ કરે છે. અથવા કોનું પ્રેમબંધન એક વસ્તુમાં સ્થિર થાય ? ગર્વિષ્ઠ વૃષભો ગોકુલોથી રમણીય પૃથ્વી મંડલ ઉપર ગર્જના કરી રહ્યા છે. લોકો ઈન્દ્ર મહોત્સવ અને દીપક મહોત્સવમાં અતિશય હર્ષથી પૂર્ણ હતા. તેમાં પણ શોકાતુર ચક્રવાક જાણે સઘળા લોકોને કહી રહ્યો છે કે સંસારમાં સદાય બધા જીવો સુખી હોતા નથી. આ પ્રમાણે શરદઋતુનો કાળ વર્તી રહ્યો હતો ત્યારે ઉદ્યાનપાલકે આવીને રાજસભાના મંડપમાં બેઠેલા શ્રીવિજયરાજાને વિનંતી કરી. તે આ પ્રમાણે–ચંદ્રાસ્ના રૂપી કાંતિથી યુક્ત, પદ્મરૂપી મુખવાળી, કાસઘાસના પુષ્પોરૂપ દાંતવાળી, સારસયુગલરૂપ સ્તનવાળી, નદીના ૧. હાથી કાળો હોવાથી મલિન છે. તેને મળેલી શક્તિ વૃક્ષોના ઉખેડવાથી વૃક્ષોના દુઃખ માટે થઈ. ૨. fબળવ (નિદ્ વાપ) = ઠંડુ કરવું, બુઝાવવું, શાંતિ કરવી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy