SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) શિાંતિનાથચરિત્ર ઉત્પન્ન થયા છે તેવા બે પર્વતો શોભે તેમ એકબીજાના દર્શનથી ઉત્પન્ન થયેલા રોમાંચવાળા તે બન્ને શોભવા લાગ્યા. ત્યારબાદ રાજાએ અને મહિસાગર વગેરે રાજસભાના બધા લોકોએ અમિતતેજ રાજાનો યથાયોગ્ય આદર કર્યો. પછી બેઠેલા અમિતતેજ વિદ્યાધરાધિપતિએ રાજસભાના રાજા વગેરે સર્વ લોકોને યથાયોગ્ય વચનો વડે બોલાવ્યા. ત્યારબાદ એકક્ષણ પછી તે રાજાએ જેમાં બાહુરૂપી લતા ઊંચી કરાઈ છે તેવું, જેમાં બાલ-વૃદ્ધજન વિચારતો નથી તેવું, અને હર્ષથી અતિશય નાચતું નગર જોયું, અર્થાત્ તે નગરમાં બાલ-વૃદ્ધ સહિત બધા લોકો હાથ ઊંચા કરીને નાચી રહ્યા હતા. ત્યારબાદ અમિતતેજ રાજાએ શ્રીવિજયરાજાને પૂછ્યું: (=કહ્યું:) આ નગર વર્ધાનિક પ્રવર્તતું હોય તેવું જણાય છે. તેમાં જે હેતુ હોય તેને હું સાંભળવાને ઇચ્છું છું. તેથી શ્રીવિજય મહારાજાએ સઘળો પૂર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને વિદ્યાધર સ્વામી વિસ્મય પામ્યો. પછી તેણે આ પ્રમાણે કહ્યું: પહેલાં તો નૈમિત્તિક અત્યંત નિપુણ છે. તેનાથી પણ આ શ્રેષ્ઠમંત્રી નિપુણ છે કે જેણે મોટી પણ આપત્તિ રોકી. અથવામાણસો ગુણીઓના સાંનિધ્યથી મોટી પણ આપત્તિને ઓળંગી જાય છે. વિશાળ પણ સમુદ્ર શ્રેષ્ઠવહાણથી ઓળંગી જવાય છે. બીજું– વૈભવથી અને પુરુષાર્થથી આ આપત્તિને રોકવા . માટે સમર્થ ન થવાય. તેથી ચોક્કસ વૈભવ અને પુરુષાર્થથી બુદ્ધિ મહાન છે. તે આ પ્રમાણે જેણે જડનો સંગ કર્યો છે અને બુધનો સંગ છોડી દીધો છે તેવો ચંદ્ર પણ વિક્રમ કરતો હોવા છતાં અને શ્રીને પામેલો હોવા છતાં અંધારાથી નાશ કરાય છે. તેથી હે નરાધિપ! જેના ઘરમાં આવો મંત્રી છે તે તમે ધન્ય છો. શું પુણ્યરહિત પુરુષોને ચિંતામણીનો સંબંધ થાય છે? મતિસાગર મંત્રીએ પણ પોતાનું મુખ લજ્જાથી અત્યંત નીચે કરી દીધું. પોતાના ગુણોની પ્રશંસાથી તુચ્છ પુરુષો જ હર્ષ પામે છે, મહાપુરુષો નહિ. શરદઋતુનું વર્ણન એટલામાં કાલનિવેદકે રાજસભામાં પ્રવેશ કરીને કહ્યું કે, ગુરુ-બુધથી યુક્ત પણ ૧. આ કથન ચર્થક (= બે અર્થવાળું) છે. તે આ પ્રમાણે– જડ એટલે એક અર્થમાં જડ પુરુષ અને બીજા અર્થમાં જલ પાણી. ચંદ્રનું પાણીમાં પ્રતિબિંબ પડે છે એટલે ચંદ્ર જલનો સંગ કરે છે. પ્રાકૃતમાં લ અને ડનું ઐક્ય છે. એથી જલ = જડ પણ થાય. આથી જડ પુરુષ એવો અર્થ થાય. બુધ એટલે એક અર્થમાં દેવ અને બીજા અર્થમાં ડાહ્યો માણસ. ચંદ્રનું પાણીમાં પ્રતિબિંબ પડે છે એટલે તેણે પાણીનો સંગ કર્યો અને દેવોનો સંગ છોડી દીધો, અને બીજા અર્થમાં ડાહ્યા માણસોનો સંગ છોડી દીધો. ૨. વિક્રમ એટલે એક અર્થમાં ગતિ અને બીજા અર્થમાં પુરુષાર્થ. ૩. શ્રી એટલે એક અર્થમાં શોભા અને બીજા અર્થમાં વૈભવ. ચંદ્ર જડપુરુષોનો સંગ કર્યો અને ડાહ્યા માણસોનો સંગ છોડી દીધો. એમ કરીને ચંદ્ર બુદ્ધિરહિત છે એમ જણાવ્યું. બુદ્ધિશાળી જડ પુરુષોનો સંગ ન કરે. ૪. આ કથન ચર્થક છે. ગુરુ-બુધ એટલે એક અર્થમાં ગુરુગ્રહ અને બુધગ્રહ, બીજા અર્થમાં ઉત્તમ વિદ્વાન. જડસમૂહ એટલે એક અર્થમાં સમુદ્ર અને બીજા અર્થમાં જડ પુરુષોનો સમૂહ. અદેશ્ય એટલે એક અર્થમાં નહિ જોવાલાયક અને બીજા અર્થમાં અસ્ત.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy