SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) શાંતિનાથચરિત્ર ઉપદેશેલું હિતકર પણ નીચ પુરુષોને અહિતપણે પરિણમે છે. કારણ કે જુઓ, સાપને આપેલું (=પીવડાવેલું) દૂધ પણ વિષ થાય છે. પછી રાજાએ અસંબદ્ધ શું પ્રલાપ કરો છો એમ કહીને અવિચાર મંત્રીને બોલતો અટકાવ્યો. પછી રાજાએ નૈમિત્તિકને કહ્યું: આ મંત્રી જેમ નામથી અવિચાર(=વિચાર રહિત) છે તેમ કાર્યથી અવિચાર છે, અર્થાત્ વિચાર કર્યા વિના કાર્ય કરનારો છે. જેથી એના વચનમાં ન લાગવું, અર્થાત્ એના વચનને ન ગણકારવું. અમારા ઉપર કૃપા કરીને આટલું કહો કે તમોએ કોની પાસે આ નિમિત્ત શીખ્યું છે ? તેણે કહ્યું: આ કહું છું. મહારાજા સાંભળો. તે આ પ્રમાણે– અમે પિતા પુત્ર આ જ નગરના રહેવાસી હતા. પછી પિતાએ મારા માટે એક કન્યા પસંદ કરી. એ દરમિયાન આપના જ કાકા અચલસ્વામીના દીક્ષા ગ્રહણ સમયે મેં પરણ્યા વિના જ પિતાની સાથે દીક્ષા લીધી. ત્યાં સુત્રોને ભણતા એવા મે અષ્ટાંગ નિમિત્ત પણ જાણ્યું. પછી હું યૌવન અવસ્થાને પામ્યો ત્યારે પૂર્વે પસંદ કરેલી કન્યાના ભાઈઓએ મને દીક્ષા છોડાવી. તેવા પ્રકારની કર્મપરિણતિના વશથી હું તે કન્યાને પરણ્યો. ગૃહસ્થપણાનો સ્વીકાર કર્યો. તેથી હે મહારાજ ! મેં આ પ્રમાણે નિમિત્ત જાણ્યું. આ સાંભળીને મંત્રીનું મુખ જોઈને રાજાએ કહેવાનું શરૂ કર્યું- અહો ! આનું નિમિત્ત સર્વજ્ઞના વચનને અનુસરનારું છે. અને સર્વજ્ઞનું વચન ક્યારેય અન્યથા પરિણમતું નથી, અર્થાત્ સર્વજ્ઞનું વચન ક્યારેય ખોટું પડતું નથી. કુલગિરિઓનો સમૂહ પણ કદાચ પડી જાય, કદાચ સમુદ્ર પણ મર્યાદા મૂકી દે, તો પણ સર્વશે કહેલાં વચનો અન્યથા થતાં નથી. તેથી આનું નિમિત્ત ન ફરે તેવું નિશ્ચિત જાણીને આ સમયે જે યોગ્ય હોય તેને તમે વિચારો. ત્યારબાદ મતિસાગર મહામંત્રીએ અન્યમંત્રી વર્ગને કહ્યું: જો એમ છે તો તમે તમારો પોત-પોતાનો અભિપ્રાય પ્રગટ કરો. કારણ કે સર્વ અવસ્થાવાળા કાર્યમાં કોની બુદ્ધિ નથી હોતી? અર્થાત્ કોની બુદ્ધિ સ્ફરતી નથી ? વિષમસ્થિતિ આવી પડે ત્યારે જેની મતિ હુરે તે મંત્રી. જે નોકર કે મંત્રી ઉગરૂપ મહાસમુદ્રમાં પડતા સ્વામી માટે ક્ષણવાર પણ વહાણ જેવો બનતો નથી તે નોકર કે મંત્રી શા કામનો ? આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નામના મંત્રીએ કહ્યું: સંભળાય છે અને જોવાય છે કે વિધિપ્રયુક્ત શાંતિકર્મોથી મોટી મોટી પણ આપત્તિઓ જલદી શાંત થાય છે. તેથી અહીં પણ (રાજા) ગુરુકુળોની પૂજા કરે, ઘણું દાન આપે, સર્વત્ર જીવોની અભય પ્રવૃત્તિઓ કરાવે, નગરમાં પ્રયત્નથી અનુચિત પ્રવૃત્તિઓ બંધ કરાવે, બધા સ્થળે લોકોને નિરંતર વિશુદ્ધ કાર્યોમાં પ્રવર્તાવે, દીનવર્ગો ખુશ કરાય, કેદીઓને છોડાવે, કેદખાનાઓને શુદ્ધ કરે, અપ્રમત્ત બનીને સતત ધર્મશાસ્ત્રોને સાંભળે, વિદ્યા–મંત્રોની જેટલી રચનાઓ છે તે બધાની સુગંધીપુષ્પ, ૧. જંબુદ્વીપમાં આવેલા ભરત અને હૈમવત વગેરે ક્ષેત્રોનો વિભાગ કરનારા હિમાવાન વગેરે છ પર્વતોને કુલગિરિ કહેવામાં આવે છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy