SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) શિાંતિનાથચરિત્ર-૨૧ બધું જ કુશળ છે. ત્યારબાદ એક ક્ષણમાત્ર પસાર થયા પછી મહિસાગર નામના મહામંત્રીનું મુખ જોઈને રાજાએ કહ્યું: હે મંત્રિ! જ્ઞાનના મહાસાગર આમનું આદરપૂર્વક નિવાસદાન વગેરે સઘળુંય ગૌરવ કરો. મંત્રી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને આગળ કંઈ પણ બોલે તેટલામાં નૈમિત્તિકે કહેવાનું શરૂ કર્યું. હે દેવ! વિનયથી મહાન વારંવાર (બોલાતા) વચનો પણ ગુણીઓનું સઘળુંય ગૌરવ સ્વયમેવ કરે છે. તેથી બાકીનું બધુંય પુનરુકિત છે. પરમાર્થને જાણનારાઓને નક્કી લક્ષ્મી તૃણથી પણ હલકી છે. તેથી ગુણોથી મહાન પુરુષો વિનયને છોડીને બીજું ઇચ્છતા નથી. તેથી આપના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા અમારા જેવાને અહીં બીજાથી સર્યું. પણ અમે અહીં કંઈક કહેવાને ઇચ્છીએ છીએ. અમારે જે કંઈ કહેવાનું છે તે હૃદયમાંથી કંઠમાં જાય છે અને કંઠમાંથી પાછું હૃદયમાં જાય છે. તે જીભના અગ્રભાગે ચઢતું નથી. હવે અહીં દેવ પ્રમાણ છે. તેથી શ્રેષ્ઠ રાજાએ કહ્યું: જેમનું હૃદય પરોપકાર કરવામાં જ રસિક છે એવા તમને પણ કહેવામાં આ પ્રમાણે વિકલ્પ (=કહું કે ન કહું એવો વિકલ્પ) કરવો યોગ્ય છે? કોઈ પણ રીતે કુપિત થયેલા પણ મોટા માણસો સદાય પરહિત કરે જ છે. રાહુથી ગ્રસિત થયેલો પણ ચંદ્ર લોકોને ઠંડક આપે છે, તપાવતો નથી. અમારો તમારા ઉપર અનુગ્રહ હોવા છતાં તમને અહીં વિકલ્પ શો ? તેથી કહો. - પોતનપુરરાજાની ઉપર વિદ્યુત્પાતનો પ્રસંગ આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે નૈમિત્તિકે વચનક્રમ અલના પામે તે રીતે મહાકષ્ટથી કહ્યું. તે આ પ્રમાણે- હે દેવ ! મેં નિમિત્તથી જોયું છે કે આજથી સાતમા દિવસે મધ્યાહ્ન સમયે પોતનપુરના અધિપતિ ઉપર વિજળી પડશે. તે અત્યંત કટુવચનને સાંભળીને સમસ્ત રાજસભા ક્ષણવાર જાણે મૂછ પામી હોય અથવા ચિત્રમાં આલેખી હોય અથવા જાણે મૃત્યુ પામી હોય તેવી થઈ. ત્યારબાદ અવિચાર નામના એક મંત્રીએ નૈમિત્તિકને કહ્યું: સાતમા દિવસે એક પોતનપુરના અધિપતિને જ વિજળીનો પાત તે જે કહ્યો તે સંદિગ્ધ છે. પણ તમારા વચન રૂપ વીજળી આટલા બધાની ઉપર આજે જ ચોક્કસ પડી છે. પોતનપુરના અધિપતિ ઉપર સાતમા દિવસે વિજળી પડશે. પણ તે દિવસે તારા ઉપર શું પડશે ? એ તું કહે. પછી તેને કુપિત થયેલો જાણીને નૈમિત્તિકે કહ્યું. તે દિવસે મારા પર સુવર્ણની વૃષ્ટિ થશે. અહીં તમે ગુસ્સો ન કરો. નૈમિત્તિક એવા મારા વડે જે પ્રમાણે જણાયું તે પ્રમાણે કહ્યું. જેવું હોય તેવું જણાવવામાં કોપ શો ? કારણ કે શુભ કે અશુભ જેવું હોય તેવું કહેનારા ઉપર કયો વિદ્વાન દ્વેષ કરે? રાહુગ્રહણને કહેવામાં સૂર્ય અને ચંદ્ર કોઈનાય ઉપર ક્રોધ કરતા નથી, અર્થાત્ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે રાહુએ સૂર્યનું ગ્રહણ કર્યું (સૂર્યને દબાવ્યો) કે ચંદ્રનું ગ્રહણ કર્યું એમ લોકો કહે છે તો સૂર્ય અને ચંદ્ર કોઇનાય ઉપર ક્રોધ કરતા નથી. પણ આ તમારો દોષ નથી, કિંતુ મારો જ આ દોષ છે કે જેથી તમારી પણ પાસે હું નિમિત્તનું રહસ્ય કહું છું. જેમકે– વિદ્વાન માણસોએ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy