SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) લિૌકિક-ક્રિયા-સંગ-તીર્થનો ત્યાગ-૨૮૫ બે અર્થો છે. તેમાં અહીં પરિચયરૂપ અર્થ છે, સ્તુતિરૂપ અર્થ નથી. કારણ કે સ્તુતિ રૂપ અર્થ હવે પછીના અતિચારમાં કહેવામાં આવશે. લોકમાં સમ્પૂર્વક સ્તુ ધાતુનો અસંતુતેવું પ્રયં જોવું ઇત્યાદિ પ્રયોગોમાં રૂઢ જ છે. આ દોષથી પણ જીવ સમ્યકત્વને મલિન કરે છે. તે આ પ્રમાણે તેમના પરિચયથી તેમની ધાર્મિક) ક્રિયાઓનું શ્રવણ અને દર્શન થાય. મિથ્યાધર્મીઓની ક્રિયાઓનું શ્રવણ અને દર્શન જીવે પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં અનાદિ સંસારમાં અનેકવાર અનુભવ્યું છે. તેથી જેવી રીતે જેણે મદિરાપાનનો સારી રીતે અભ્યાસ કર્યો છે તેવા જીવને મદિરાપાનના શ્રવણ અને દર્શનથી મદિરાપાનની અભિલાષા થાય છે તેવી રીતે, મિથ્યાધર્મીઓની ક્રિયાનું શ્રવણ અને દર્શનરૂપ સહકારીકારણ માત્રથી મિથ્યાત્વપુંજનો ઉદય થતાં ફરી પણ જીવનો મિથ્થાબોધ પ્રગટે છે. (૫) પાંખડીપ્રશંસા- પાખંડીઓની પ્રશંસા કરવી તે પાખંડી પ્રશંસા. જેમકે- આ લોકો પુણ્યશાળી છે, એમનો જન્મ અને જીવન સફલ છે. પાખંડી પ્રશંસાથી પણ સમ્યત્વ મલિન બને છે. પાખંડી પ્રશંસા કરવામાં તેમના મિથ્યાત્વમાં સ્થિરીકરણ ઉત્પન્ન કરેલું થાય. તેમના તપ વગેરે ગુણોની પણ પ્રશંસા ન કરવી. કારણ કે તેમના તપ વગેરે અજ્ઞાન-કષ્ટરૂપ છે, અને અનર્થફલવાળા (=અનુપયોગી કે હાનિકારક ફલવાળા) છે. તથા તેમને મિથ્યાત્વમાં સ્થિર કરવાનું થાય. વળી બીજું - તેમના ગુણોની પ્રશંસા કરવાથી પોતાને અને સાંભળનારા બીજાઓને મિથ્યાત્વીના ગુણોમાં ગાઢ પક્ષપાત થાય. મિથ્યાત્વીના ગુણોમાં ગાઢ પરિચય થતાં ફરી પણ પૂર્વની જેમ જ મિથ્યાત્વમાં જવાનું થાય, અને જિનશાસન ઉપર પૂર્વની જેમ જ ઠેષ પ્રગટે. હવેથી આ પાંચે ય અતિચારોનો ત્યાગ કરવો જોઇએ. [૧૦૭] , અતિચારના પ્રસંગથી બીજા પણ જે દોષથી સમ્યકત્વ દૂષિત બને તે દોષનો નિષેધ કરવા માટે કહે છે पिंडप्पयाणहुणणं, सोमग्गहणाइं लोयकिच्चाई । वज्जसु कुलिंगिसंगं, लोइयतित्थेसु गमणं च ॥ १०८॥ પિંડદાન, હવન અને ચંદ્રગ્રહણ વગેરે લૌકિક કર્તવ્યોનો, મિથ્યાધર્મીઓના સંગનો અને લૌકિક તીર્થોમાં ગમનનો ત્યાગ કરવો. વિશેષાર્થ– પિંડદાન- પિતૃઓને શ્રાદ્ધ વગેરેમાં પિંડ આપવારૂપ પિંડદાન પ્રસિદ્ધ છે. હવન એટલે અગ્નિ આદિમાં તલ વગેરેનો પ્રક્ષેપ કરવો, અર્થાત્ અગ્નિકારિકાનું કરવું. (સંસ્કારપૂર્વક અગ્નિનું સ્થાપન કરીને તેમાં વૈદિક મંત્રોના ઉચ્ચારપૂર્વક હવન કરવું તે અગ્નિકારિકા.) આ લૌકિક કર્તવ્યોનો ત્યાગ કરવો. કારણ કે પિંડદાન યુક્તિ રહિત હોવાથી ૧. અસંતુતે પ્રાપ = બળાત્કારે અપરિચિત કુલોમાં.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy