SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪-સમ્યકત્વતાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) સિમ્યકત્વના અતિચારો અસમાનતા છે. કહ્યું છે કે–“માત્ર વર્ણ આદિથી તુલ્ય અને અન્ય સારભૂત ઘણા ધર્મોથી અસમાન એવો સ્ફટિક મરકત મણિના પ્રભાવને કેવી રીતે પામે? હવે જો અન્ય દર્શનોમાં શેષ ધર્મ પણ તુલ્ય જ હોય તો અન્ય દર્શનોનો જૈનદર્શનથી અભેદ થાય.' કાંક્ષાનો બીજો અર્થ આ પ્રમાણે છે– ધર્મથી આ લોકના અને પરલોકના સુખ વગેરેની ઇચ્છા રાખનારને કાંક્ષા દોષ જાણવો. આ કાંક્ષા પણ સમ્યકત્વના અતિચાર રૂપ જ છે. કારણ કે તીર્થંકર પ્રતિષેધ કરેલા આચરણરૂપ હોવાથી સમ્યક્ત્વની મલિનતાનું કારણ છે. (૩) વિચિકિત્સા- વિચિકિત્સા એટલે બુદ્ધિની ભ્રાંતિ, અર્થાત્ યુક્તિ અને આગમથી સિદ્ધ થયેલા અર્થમાં ફલ પ્રત્યે સંમોહ(=સંશય). રેતીના કણોને ચાવવા સમાન અને અતિકષ્ટ ભરેલી મસ્તક-મુખમુંડન (=મસ્તક અને દાઢીનો લોચ) અને તપ વગેરે ક્રિયાના ફળની પ્રાપ્તિ અને ભવિષ્યમાં થશે કે નહિ એવી શંકા એ વિચિકિત્સા છે. આવી શંકા થવાનું કારણ એ છે કે ખેડૂત વગેરેની ક્રિયાઓ ફલવાળી અને ફલરહિત એમ બંને પ્રકારની જોવામાં આવે છે. આ વિચિકિત્સા શંકાથી ભિન્ન નથી એમ ન કહેવું. કારણ કે શંકા સર્વદ્રવ્યની અને એકદેશદ્રવ્યની વિવક્ષિત છે. વિચિકિત્સાનો વિષય માત્ર ક્રિયા જ વિવક્ષિત છે. અતિ સૂક્ષ્મ નજર નાખવામાં ( વિચારવામાં) આવે તો પ્રસ્તુત પાંચેય અતિચારો અભેદને પામે (=એક બની જાય) છે. કારણ કે આ બધાય અતિચારો મિથ્યાત્વમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર હોવાથી એકરૂપ છે. અથવા મૂળગાથામાં રહેલા પ્રાકૃત “વિગિંછા” શબ્દની “ વિજુગુપ્સા” એવી વ્યાખ્યા કરવામાં આવે છે. આમાં વિદ્વાન અને જુગુપ્સા એવા બે શબ્દો છે. વિદ્વાનોની જુગુપ્સા તે વિજુગુપ્સા. જેમણે વસ્તુઓનું સ્વરૂપ યથાવસ્થિત ( જેવું છે તેવું) જાણ્યું છે તે વિદ્વાન. સાધુઓએ વસ્તુઓનું સ્વરૂપ યથાવસ્થિત જાણ્યું છે માટે અહીં વિદ્વાન એટલે સાધુઓ. વિદ્વાનોની=સાધુઓની જુગુપ્સા તે વિદ્રગુપ્તા. આ પણ સમ્યકત્વને દૂષિત કરે જ છે. મલથી મલિન વગેરે સ્વરૂપવાળા સાધુઓને જોઈને કોઈ આ પ્રમાણે નિંદા કરે કે આ સાધુઓ અતિશય અલ્પ પણ પ્રાસુક (=અચિત્ત) પાણીથી શરીર વગેરેનું પ્રક્ષાલન કરે તો આમાં શો દોષ થાય? જ્યારે આ પ્રમાણે નિંદા કરે ત્યારે સમ્યકત્વને મલિન કરે જ છે. કારણ કે તીર્થકરોએ કહેલા વિભૂષારહિત માર્ગને યુક્તિથી રહિત કેવળ સ્વકલ્પનાથી અપ્રમાણ (aખોટો) કરે છે. (૪) પાખંડી સંસ્તવ- પાખંડીઓનો સંસ્તવ તે પાખંડી સંસ્તવ. (પાખંડી એટલે મિથ્યા ધમ). બુદ્ધ વગેરે પાખંડીઓ છે. સંસ્તવ એટલે પરિચય. પાખંડીઓની સાથે એક સ્થળે રહેવું, તેમની સાથે ભોજન કરવું, તેમના બોલાવ્યા વિના તેમની સાથે બોલવું વગેરે રૂપે પાખંડીઓનો પરિચય કરવો તે પાખંડી સંસ્તવ છે. સંસ્તવ શબ્દના સ્તુતિ અને પરિચય એ ૧. ગતિમાન=પદનો અર્થ વાક્યક્લિષ્ટાતાના કારણે કર્યો નથી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy