SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ નૃપવિક્રમરાજાની કથા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગલોકનો પરિચય-૨૭૯ કારણે તેમનું અસલ સ્વરૂપ દબાઈ ગયું છે એવા જીવો અસત્ય પદાર્થોમાં સત્યપદાર્થની બુદ્ધિને કરે છે. ક્ષણભંગુર પદાર્થોને પણ સ્થિર કલ્પે છે. અસાર (=બળહીન) પણ પોતાને ઇંદ્ર અને ચક્રવર્તીઓથી પણ અધિક માને છે. ઉત્પાદપૂર્વક નૃત્ય કરે છે. ઉત્કંઠાપૂર્વક ગાય છે. સમદષ્ટિથી જોતા નથી. પોતાના સ્કંધના પણ ઉપરના ભાગથી ધૂકે છે, અર્થાત્ ખૂબ અદ્ધરથી ઘૂંકે છે. ઘણું ભમે છે. બીજાઓને તૃણસમાન ગણે છે. પણ વિડંબના તુલ્ય શબ્દાદિના ઉપભોગમાં પાગલ બનેલ પોતાને સર્વથા જાણતા નથી. ધર્મકૃત્યોનો ત્યાગ કરે છે. તેથી પરલોકની વાતને પણ વિચારતા નથી, સંવિગ્નજનોની દયાને યોગ્ય અને સામાન્ય લોકોના ઉપહાસને પાત્ર બને તેવી તે તે ચેષ્ટાઓને કરે છે. તેથી મોહરાજાએ ધનદશેઠના ઘરમાં પુત્રજન્મના સમયે પહેલાં મિથ્યાભિમાન સુભટને મોકલ્યો. તેથી નગરમાંથી નીકળતા મહારાજે શ્રેષ્ઠીના ઘરમાં જે ગીત અને નૃત્ય વગેરે ચેષ્ટા જોઈ તે બધુંય મિથ્યાભિમાન સુભટથી જ પ્રેરાયેલા તે શેઠે કર્યું છે, પણ સ્વાધીનતાથી નથી કર્યું. વળી બીજું- તે જ મોહરાજાનો શોક નામનો અંતરંગ સુભટ છે. તેનાથી આધીન કરાયેલા આ જીવો પ્રબળસત્ત્વના નિધાન હોવા છતાં જલદી દીનતાને પ્રગટ કરે છે. માથું ફૂટે છે. છાતી ફૂટે છે. વારંવાર મૂછ પામે છે. અશુદ્ધ પૃથ્વીતળ ઉપર આળોટે છે. મુખ વગાડીને રુદન કરે છે, અર્થાત મોટેથી રુવે છે. પગ પહોળા કરીને શોક કરે છે, કરુણસ્વરે આજંદન કરે છે. તેથી હે પિતા! હે માતા! ઈત્યાદિ બૂમો પાડતા તેઓ સત્યરુષોને ઉદ્વેગ પમાડનારી અને દયાને પાત્ર બને તેવી તે તે ચેષ્ટાઓને કરે છે. તેથી મોહરાજાએ જ તે જ બાળકના મરણ સમયે મિથ્યાભિમાન સુભટની પાછળ જ આ શોક નામના સુભટને મોકલ્યો છે. તેથી નગરમાં પ્રવેશ કરતા તમોએ તેના ઘરમાં આક્રંદન આદિ જે ચેષ્ટા જોઈ તે બધું તેણે જ પ્રગટ કર્યું છે. હે રાજનું! તે રાજાની આ ચેષ્ટા કેટલી છે? અર્થાત્ બહુ થોડી છે. મોહરાજા ભવાવર્તપુરમાં અનેક વિચિત્ર પ્રકારોથી પ્રગટ થાય છે. કારણ કે દુષ્ટ એવો તે ક્યાંક મિથ્યાભિમાનને, રતિ, હાસ્ય અને ભયની સાથે મોકલે છે, અને પાછળથી ક્ષણમાં અરતિ-શોકને મોકલે છે. ક્યાંક તે હર્ષ નામના સુભટને મોકલીને વિષાદને મોકલે છે. ક્યાંક સ્નેહને આદેશ કરીને ક્ષણમાં દ્વેષને આદેશ કરે છે ક્યાંક વિશ્વાસ નોકરને પ્રવૃત્તિ કરાવીને ત્યાં જ ભયને ફેલાવે છે. તો ક્યાંક મદને આદેશ કરીને દૈન્યને પ્રગટ કરે છે. હે રાજન! આ મોહરાજા બીજા પણ મત્સર, ઈર્ષા, જુગુપ્સા વગેરે પોતાના નોકરો દ્વારા વિશ્વને વિવિધ વિડંબનાઓથી વિડંબિત કરે છે. વળી બીજું- વિશેષ કહેવાથી શું? જે જીવો મોક્ષપુરીમાં ગયા છે તે જીવો આ દુષ્ટ રાજાથી વિડબના પમાડાતા નથી. પછી અતિ ઘણા સંવેગથી ભાવિત અને મોહની ચેષ્ટાઓથી ભય પામેલા રાજાએ પ્રણામ કરીને ગુરુને કહ્યું: હે ભગવંત! આપ મિથ્યાત્વસાગરમાં ડૂબેલા
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy