SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮-નૃપવિક્રમરાજાની કથા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગલોકનો પરિચય એ પ્રમાણે બોલતો રડે છે, છાતી ફૂટે છે, વિલાપ કરે છે, મૂછિત થાય છે, પૃથ્વી ઉપર પડે છે, માથું કૂટે છે, આભૂષણોને તોડે છે. વસ્ત્રોને ફાડે છે. આ પ્રમાણે ગ્રહથી ગ્રહણ કરાયેલા શરીરની જેમ તે લોકને પરવશ જાણીને વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું: હા! અહીં શું થયું? કોઈએ જણાવ્યું હે દેવ! પુત્રરહિત ધનદશેઠને સેંકડો માનતાઓથી કોઈપણ રીતે પુત્ર ઉત્પન્ન થયો. તેને કોઈ રોગે અહીં અર્ધીક્ષણમાં સમાપ્ત કર્યો=મારી નાખ્યો. ત્યારબાદ હૃદયમાં ધ્રાસકો પડવાથી ધનદશેઠ પણ અસ્ત પામ્યો-મૃત્યુ પામ્યો. આ અનુચિત સાંભળીને વૈરાગ્યને પામેલા રાજાએ કહ્યું: પયંત વિરસ એવા ભવવિલાસને જુઓ. જે મુખોથી ગીત ગવાયું તે જ મુખોથી હમણાં રુદન કરાય છે. તેથી ખરેખર! ઇંદ્રજાલ પણ આવું વિચિત્ર નથી. પછી પ્રધાને જણાવ્યું. હે દેવ! અહીં કષાયરંગના વસ્ત્રના ટુકડાઓથી શણગારેલું મૃતકવાહન નીકળે ત્યાં સુધીમાં આપ આગળ પધારો. પછી ભવથી વિરક્ત ચિત્તવાળો રાજા પોતાના ઘરે ગયો. તેને જ વિચારતો રાજા કોઈ પણ રીતે દિવસ ને રાત પસાર કરે છે. આ દરમિયાન સમ્યકત્વને આપનારા કેવલી વિહાર કરતાં કરતાં રાજાના ચારિત્ર સ્વીકારના સમયને જાણીને ફરી પણ ત્યાં પધાર્યા. હર્ષ પામેલા ઉદ્યાનપાલકે રાજાને કેવલીના આગમનની વધામણી આપી. તેથી રાજાએ તેને ઘણું પારિતોષિક દાન આપ્યું. તે મુનિને વંદન કરવા માટે રાજા પોતાની મહાન વિભૂતિથી ચંદ્રોદય ઉદ્યાનમાં હર્ષથી ગયો. ત્રણ પ્રદક્ષિણા કરીને વિધિપૂર્વક વંદન કરીને પરિવાર સહિત રાજા ઉચિત સ્થાનમાં બેઠો. જ્ઞાનીએ તેને ધર્મ કહ્યો. હવે અવસરે રાજાએ પૂછ્યું: હે ભગવંત! ધનદશેઠના ઘરમાં અતિવિસ્મયજનક તે અનુચિત કેમ થયું? તેથી કેવલીએ કહ્યું: હે રાજન! અનંત ચરિત્રવાળા અંતરંગલોકની કેટલી માત્ર ચેષ્ટાને પૂછે છે, અર્થાત્ અંતરંગ લોકની ચેષ્ટા ઘણી છે. તું જે પૂછે છે તે તો બહુ જ થોડી છે. રાજાએ પૂછ્યું: હે ભગવંત! આ અંતરંગ લોક કોણ છે? કેવલીએ કહ્યું: હે મહારાજ! સાવધાન થઈને સાંભળો. અંતરંગ લોકનો પરિચય અહીં ભવાવર્તનગરમાં મોહરાજ નામનો મહાન રાજા છે. પછી રાજાએ કૌતુકસહિત કંઈક ઉત્કંઠાને અવલંબીને કહ્યું: હે ભગવંત! પછી? તેથી કેવલીએ કહ્યું છે મહારાજ! તે રાજાનો મિથ્યાભિમાન નામનો સુભટ છે. તે રાજાને અતિશય પ્રિય છે. સદા રાજાની નજીકમાં રહે છે. તે પાડો, વિષ, સર્પ અને વાદળના જેવો શ્યામ છે. પ્રકૃતિથી અત્યંત ઉદ્ધત છે. એનું હૃદય ઊંચું છે. તેની ગતિ વિકૃત છે. મિથ્યાભિમાનના ૧. દૃરી = અવ્યય ઉપદર્શન(=બતાવવું) અર્થમાં છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy