SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬-સમ્યક્દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા ઉપ૨ અનુગ્રહ કરીને વિષમસ્થિતિમાં મને યાદ કરજે. નિઃસ્પૃહ પણ ઉત્તમપુરુષોને નમસ્કાર કરનારાઓ ઉપર કરુણા હોય છે. કુમારે કહ્યું હે ભદ્ર! જિનધર્મમાં ઉદ્યમ કરતા એવા તેં અમારું બધું ય કર્યું છે. બીજાથી શું? પછી કુમારના ગુણોથી આકર્ષાયેલો યક્ષ કુમારને બહુ ખમાવીને સ્વસ્થાને ગયો. કુમાર પણ પોતાના ઘરે ગયો. નૃપવિક્રમે યમરાજાને પરાજિત કર્યો. હવે એકવાર રાજાનું મૃત્યુ થતાં મહાસમૃદ્ધ રાજ્ય ઉપર નૃપવિક્રમને સ્થાપિત કર્યો. તે ચારે સમુદ્રરૂપ કંદોરાવાળી પૃથ્વીરૂપ પત્નીનો સ્વામી થયો. તેનો ઉત્કૃષ્ટ પ્રતાપ ફેલાયો. તેણે સઘળા નીતિમાર્ગો પ્રવર્તાવ્યા. (૭૫) તેણે સંપૂર્ણ પૃથ્વીવલયને મનોહર જિનમંદિરોથી વિભૂષિત કર્યો. પ્રાયઃ સઘળો લોક જિન અને સાધુના ચરણોનો ભક્ત કર્યો. આ તરફ કલિંગદેશનો અધિપતિ યમ નામનો રાજા છે. તેણે દેવની પાસે વરદાન મેળવ્યું હોવાના કારણે તે યુદ્ધમાં હારતો નથી. તેથી લડતો લડતો તે નૃપવિક્રમના દેશના સીમાડે આવ્યો. અભિમાની એવા તેણે સામે આવીને યમરાજાને ઘેરી લીધો. પહેલા દિવસે લડવા માટે નૃપવિક્રમનો સેનાધિપતિ હાજર થયો. તે પરાજિત થયો. બીજા વગેરે દિવસોમાં બીજા પણ સેનાધિપતિઓ મૃત્યુ પામ્યા. પછી નૃપવિક્રમ ઉપર પણ આક્રમણ કર્યું. નૃપવિક્રમે તેની વરદાનની લબ્ધિને જાણીને ત્રણ ઉપવાસ કરીને ધનંજય યક્ષનું સ્મરણ કર્યું. તે જ ક્ષણે યક્ષ આવ્યો. નૃપવિક્રમે તેને સઘળું જણાવ્યું. યક્ષે કહ્યું: હે રાજન! આ કેટલું માત્ર છે? તેથી સવારના સમયે યુદ્ધમંડપમાં તેની સામે આવ. જેથી જેવી રીતે ઇન્દ્રિયોને નહિ જિતનાર કામદેવને આધીન થાય છે. તેવી રીતે એને તને આધીન કરું છું. હવે પોતાના સૈન્યસમૂહથી વિશ્વને પણ ક્ષોભ ઉપજાવતા અને પરાક્રમી એવો નૃપવિક્રમ રાજા યુદ્ધમાં તેની સામે આવ્યો. ધનંજય દેવે તે રીતે કર્યું કે જેથી પરસૈન્ય દ્વારા મૂકાયેલ તોમર અને ભાલો વગેરે શસ્ત્ર નૃપવિક્રમના સૈન્યમાં કોઇના ય શરીરમાં સમર્થ ન થાય. અને નૃપવિક્રમ રાજાના સૈન્યે મૂકેલું તૃણ અને ઢેફું આદિ પણ યમરાજાના સૈન્યમાં શ્રેષ્ઠ હાથી વગેરેને સુરેન્દ્રના શસ્ત્રની જેમ પરિણમે. અર્થાત્ વજ્રઘાત જેવું થાય. આ પ્રમાણે યુદ્ધ થતાં યમરાજા ક્ષણમાં અલ્પ સૈન્યવાળો થઇ ગયો. પછી નૃપવિક્રમે બળાત્કારથી તેને બાંધીને પકડી લીધો. દીનવચનોથી તેણે કહ્યું: દેવે મને વરદાન આપ્યું તેના બળથી પાપી એવા મેં આ બધું કર્યું. હવે આ વરદાનનો પણ અંત આવ્યો. તેથી હમણાં કૃપા કરીને મને મૂકી દો. ફરી આ પ્રમાણે નહિ કરું. નૃપવિક્રમે કહ્યુંઃ મણિ, મંત્ર, ઔષધ અને દેવો પણ ત્યાં સુધી જ સફલ થાય છે કે જ્યાં સુધી પુરુષ પોતાના પુણ્યથી મૂકાતો નથી. પોતાનું પુણ્ય પરવારી જતાં ૧. ચાર દિશામાં રહેલા સમુદ્રની અપેક્ષાએ સમજવું. ૨. તોમ૨=બાણ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy