SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા-૨૭૫ યક્ષ કુમારનો અનુરાગી બન્યો. આથી ગુસ્સે થયેલા યક્ષે કુમારના શરીરમાં મસ્તક, ચક્ષુ, કાન, છાતી અને દાંતની તીવ્ર વેદનાઓ વિદુર્થી. આ વેદનાઓ એવી હતી કે એમાંની એક પણ વેદના નિયમો બીજાના પ્રાણ લઈ લે. તે દુઃખરૂપ શલ્યથી યુક્ત શરીરવાળો તે સર્વથા નિશ્રેષ્ટ થઈ ગયો. તો પણ મહાન સત્ત્વના સારથી ઘડાયેલા કુમારે આ વિચાર્યું. હે જીવ! મોક્ષપુરીના મુસાફર એવા તે ભવરૂપ અરણ્યમાં પૂર્વે પ્રાપ્ત ન કરેલા એવા શ્રી સર્વજ્ઞદેવ સાર્થવાહ પ્રાપ્ત કર્યા છે. તેથી ચિત્તમાં રહેલા એમનાથી જ તારું મરણ પણ કલ્યાણકારી થશે. શ્રી સર્વજ્ઞદેવ મૂકાઈ જતાં જીવતો પણ તું અનાથ થાય. જિનશાસન પ્રાપ્ત થયે છતે તારું આ દુઃખ કેટલું માત્ર છે? તે નરકોમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી દુઃખો પ્રાપ્ત કર્યા છે. આ પ્રમાણે તેની સ્થિરતાને અવધિજ્ઞાનથી જાણીને અધિક ગુસ્સે થયેલા યક્ષે આકાશમાં શિલા વિકુર્તીને કહ્યું: હે કુમાર! હમણાં તું પરિજનસહિત વિનાશ પામીશ. હજી પણ માત્ર મને પ્રણામ કરવાથી તેને જીવન અને ઋદ્ધિ આપું. તેથી કુમાર વિશ્વાસથી કહ્યું મિથ્યા આગ્રહવાળો તું જો કે મારા ક્ષણભંગુર બાહ્યશરીરનો કોઈપણ રીતે નાશ કરીશ તો પણ જિનના ચરણકમલમાં લીન બનેલા મારા અંતરંગ શરીરનો તારાથી, ઈદ્રથી કે બીજા કોઇથી નાશ ન કરી શકાય. અંતરંગ શરીરનો વિનાશ ન થાય તો મારું કંઈ પણ વિનાશ પામતું નથી. તેથી તને જે રુચે તે તું કર. અહીં તને રોકનાર કોણ છે? આ પ્રમાણે કુમારના સાહસને અને નિશ્ચલ સમ્યકત્વને જાણીને વિસ્મય પામેલા અને જેનું મિથ્યાત્વ તૂટી રહ્યું છે એવા યક્ષે વિચાર્યું જુઓ, આનું સત્ત્વ કેવું છે? ધર્મમાં નિશ્ચલ બુદ્ધિ કેવી છે? અને મારા અપૂર્વ અયોગ્ય કાર્યના અનુસરણને જુઓ. આ જીવો પ્રત્યે દયાળુ હોવાથી શરીર માટે પણ જીવોને મારતો નથી, અને કાર્ય ન હોવા છતાં જીવોને હણવામાં મારો અસદ્ આગ્રહ છે. તેથી જે દેવ આને સ્તુતિ કરવા યોગ્ય છે તે દેવ દૂર રહો, શાંતિના કારણે અદ્વિતીય સારભૂત એવા ગુણો વડે આનાથી પણ હું જિતાયો છું. તેથી કેવલગુણોથી નિર્મિત એવો આ ગુણના અંશથી પણ રહિત મને પ્રણામ ન કરે એ યુક્ત જ છે. આ પ્રમાણે કુમારના નિર્મલગુણોથી અનુરાગી બનેલા યક્ષે આદરથી ઉપસર્ગોને સંહરીને અને તેના ચરણોમાં નમીને કહ્યું: તું ધન્ય છે, તે જ જગતમાં પ્રશંસા કરાય છે. આ પ્રમાણે વીતરાગના ચરણોમાં તારી ભક્તિ નિશ્ચલ છે. તે ધીર! આજથી મારા પણ તે જ દેવ છે, તે જ ગુરુ છે, અને તત્ત્વ પણ તે જ પ્રમાણ છે કે જેનો તે સ્વીકાર કર્યો છે. હવેથી હું ગુણભંડાર એવા તારો જ આજ્ઞાકારક છું. તું મારો ધર્મગુરુ થયો છે. તું મારો પરમ બંધુ છે. કુમાર આ પ્રમાણે સ્તુતિ કરાતો હોવા છતાં મધ્યસ્થ જ રહ્યો. તેથી દેવે નમીને કહ્યું. હે મહાનુભાવ! જો કે તું નિઃસ્પૃહ છે, તો પણ મારા ઉ. ૧૯ ભા.૧
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy