SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ દ્વાર ઉપદેશમાલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા-૨૬૯ ભવનથી યુક્ત બત્રીસ મહેલો કરાવ્યા. તે મહેલોમાં નૃપવિક્રમ પ્રિયાઓની સાથે ભોગો ભોગવશે એવી ભાવનાથી મહેલો કરાવ્યા. નૃપવિક્રમના શરીરમાં રોગો પ્રગટ્યા. એટલામાં સહસા તેના શરીરમાં સર્વ અંગોમાં ચામડીનો કોઢ પ્રસર્યો. તીવ્ર મસ્તકવેદના અને નેત્રવેદના ઉત્પન્ન થઈ. તીવ્ર દંતપીડા ઉત્પન્ન થઇ. ગળાના રોગનો ઉદય થયો. જીભ અને તાળવું સૂજી ગયા. બે હોઠના ટુકડા ટુકડા થઈ ગયા (=હોઠમાં મોટા મોટા ચીરા પડી ગયા). નાસિકામાંથી પ્રવાહી પદાર્થ નીકળવા લાગ્યો. કાનોમાં રસીનો પ્રવાહ ઝરવા લાગ્યો. કંઠમાં ગંડમાલા પ્રગટ થઈ. વાયુથી હાથી જકડાઈ ગયા. હાથના તળિયાઓની ચામડી ઉખડી ગઈ. આંગળીઓ ગળવા લાગી. નખસમૂહ (ચામડીમાં) ઘૂસી ગયો. હૃદયમાં રહેલા શ્વાસ અને ખાંસી વગેરે ભયંકર રોગો પ્રવૃત્ત થયા. ઉદરમાં મહાન શૂલ ઉપડ્યું. જલોદર રોગ વધ્યો. વાંસો( પીઠનો ભાગ) સંપૂર્ણ જકડાઈ ગયો. પ્રબળ વાયુના કારણે કેડનો ભાગ બધી રીતે થાકી ગયો=રહી ગયો. ગુદામાં તીવ્ર દુઃખ કરનારા હરસ ઉત્પન્ન થયા. જલદી મોટું ભગંદર થયું. જંઘાઓ (=સાથળ) માંસથી રહિત બની. પગની આંગળીઓ અદશ્ય થઈ ગઇ=ગળી ગઈ. શોષ ઉત્પન્ન થયો. સર્વ અંગોમાં મહાદાહ પ્રગટ થયો. એક વચન પણ બોલી શકતો નથી. એક પગલું પણ ચાલી શકતો નથી. ઘણા લોકોએ પ્રયત્ન કરવા છતાં બેસી શકતો નથી. હવે તે કેવળ રડવા લાગ્યો, આક્રંદ કરવા લાગ્યો, વિલાપ કરવા લાગ્યો, અતિશય દુઃખરૂપ સાગરમાં ડૂબી ગયો, સર્વથા જીવનથી કંટાળી ગયો. ક્ષણવાર પણ જીવશે એમ વિચારીને ભય પામેલા માતા-પિતાએ વૈદ્યોને બોલાવ્યા. મંત્રવાદીઓને બોલાવ્યા. ઘણા પ્રકારની ચિકિત્સા ક્રિયાઓથી ઉપચારો કર્યા. વિવિધ પ્રકારના ઔષધો આપ્યા. ઘણી વિધિઓથી મંત્ર-તંત્રોના ઉચ્ચારો પ્રવર્યા. શાંતિકર્મો કરાવ્યાં. બાહુઓમાં મહા-પ્રભાવવાળા કિમતી મણિઓ બાંધ્યાં. ભૂતિકર્મો કરાવ્યાં. જરા પણ ફેર ન પડ્યો, બલ્ક રોગ સમૂહ ઘણો જ વધ્યો. પછી આ અસાધ્ય છે એમ વિચારીને ચિકિત્સકો વગેરેએ તેને છોડી દીધો. રાજા ખિન્ન બન્યો. માતા શૂનમૂન બની ગઈ. પત્નીઓ રડવા લાગી. પરિજન દીન બની ગયો. સઘળો દેશ ગભરાઈ ગયો. બધાએ બધી રીતે તેના જીવનની આશા મૂકી દીધી. ૧. સમુફઇUTI (સમુદ્રી)=૩ના ૨. મોંની બખોલનો ઉપલો ઘૂમટ જેવો ભાગ. ૩. ગંડમાળા એટલે ગળાની નજીક થતો એક જાતનો ગાંઠિયો રોગ. ૪. થરાદં= જલદી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy