SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮-સમ્યકત્વકાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા મેં આને અમુક સ્થળે પરપુરુષની સાથે પ્રત્યક્ષપણે ચોક્કસ જોઈ હતી. તે પતિને ઘણી પ્રિય હોવાથી પતિએ તારું સઘળું વચન માન્યું. પછી બીજી પત્નીને તિરસ્કાર કરીને ઘરમાંથી કાઢી મૂકી. પછી તેને ઘણા દુઃખપૂર્વક રડતી જોઈને તને પશ્ચાત્તાપ થયો. આથી તે ફરી પતિને કહ્યું: ઇર્ષાથી એમ જ મેં એને આ ખોટું આળ આપ્યું છે. તેથી તે સ્વામી! કૃપા કરીને મારું આ બધું ક્ષમા કરો. તારું વચન ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવાથી તારા પતિએ ફરી તેનું રક્ષણ કર્યું. હે ભદ્ર! તે કર્મનું આ ફળ છે. વળી– આ ફલ તો થોડુંક જ છે. જો હમણાં જિને પ્રરૂપેલી દીક્ષાથી ઉગ્રતપ કરીને આ કર્મને કોઇપણ રીતે ન ખપાવવામાં આવે તો હજી પણ ઘણા કાળ સુધી કટુરિપાક બતાવે. કારણ કે કર્મોની પરિણતિ (વિપાક) વિચિત્ર છે એમ જિનેશ્વરો કહે છે. પછી વિમલયશાએ કહ્યું કે સ્વામિનું! આ ( દીક્ષા લઈને ઉગ્રતાથી કર્મ ખપાવવાનું) નિશ્ચિત જ છે. આટલું દુઃખ જોવા છતાં હજી પણ ઘરમાં રતિ ક્યાંથી હોય? તેથી હે પ્રભુ! અહીં અનાથ અને ભવસમુદ્રમાં ડૂબતી એવી મેં શ્રેષ્ઠ વહાણ સમાન આપના ચરણકમલોને પ્રાપ્ત કર્યા છે. પછી તેના ચિત્તને કેવલ સંગરસથી જ ભાવિત થયેલું જાણીને ગુરુએ જિનશાસ્ત્રોક્ત વિધિથી તેને દીક્ષા આપી. ત્યાં તે જ નિર્વેદથી સામંત, મંત્રી અને અમરદત્તની સાથે રાજાએ પણ દીક્ષા લીધી. સુંદર પ્રવર્તિની પાસે વિધિથી અગિયાર અંગો ભણીને અને ઉગ્ર તપશ્ચર્યા કરીને વિમલયશા મોક્ષને પામી. રાજા અને અમરદત્ત બ્રહ્મલોક (=પાંચમા) દેવલોકમાં મહર્થિક ઉત્તમ દેવ થયા. આ પ્રમાણે અમરદત્તની પત્નીનું કથાનક પૂર્ણ થયું. નૃપવિક્રમરાજાની કથા હવે નૃપવિક્રમરાજાનું કથાનક કહેવાય છે. આ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં ગુણોથી પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ દેવનગર સમાન કુસુમપુર નામનું નગર છે. તે નગર ધર્મથી પ્રસિદ્ધ શ્રેષ્ઠીઓથી સેવાયેલું છે અને સાધુસમૂહથી વ્યા(=ભરેલું) છે. શ્રેષ્ઠ અને શ્વેત સ્ફટિકમણિના ઘરોવાળું તે નગર કૈલાશ પર્વતના શિખરની જેમ શોભે છે. ત્યાં ઈન્દ્રની જેમ શ્રેષ્ઠ વિભૂતિથી શોભતો હરિતિલક નામનો રાજા છે. તેની અંતઃપુરમાં મુખ્ય એવી ગૌરી નામની રાણી છે. પછી ક્રમે કરીને અનેક માન્યતાઓથી તેમનો રૂપાદિગુણોથી યુક્ત પુત્ર ઉત્પન્ન થયો. તેનું નૃપવિક્રમ નામ કર્યું. તે લોકોને અતિશય પ્રિય હતો, રાજા અને રાણીના હૃદયને આનંદ આપતો હતો. કલાસમૂહને ગ્રહણ કરીને તે યૌવનને પામ્યો. પછી તે ઘણી ધામધૂમથી બત્રીસ રાજકન્યાઓને પરણ્યો. તેના માટે માતા-પિતાએ મધ્યમાં ઊંચા ૧. વિર=ધર્મ માસિ =પ્રકાશિત, અર્થાત પ્રસિદ્ધ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy