SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દઢપ્રહારીની કથા-૨૩૫ ઘરમાંથી કાઢી મૂક્યો. ફરતો ફરતો તે એક ચોરપલ્લીમાં આવ્યો. તે ચોરોની સાથે ધાડ પાડવા માટે જાય છે અને નિર્દયપણે પ્રહાર કરે છે. તે બાલ-વૃદ્ધોને છોડતો નથી. ધનમાં પણ ગાય-ભેંશ વગેરેને પણ છોડતો નથી. તેથી ચોરોએ તેનું “દઢપ્રહારી” એવું નામ રાખ્યું. સેનાધિપતિ મરી જતાં ચોરોએ તેને જ સેનાધિપતિ કર્યો. હવે એકવાર તેણે એકગામમાં ધાડ પાડી. ત્યાં ભૂખ્યા થયેલા ચોરોએ દરિદ્ર બ્રાહ્મણના ઘરમાં ખીરની થાળી લીધી. તેથી રડતા બાળકોએ સ્નાન માટે ગયેલા પિતાને કહ્યું. તેણે પત્નીએ રોકવા છતાં દોડીને ચોરોને આહ્વાન કર્યું. તેથી દઢપ્રહારીએ ગુસ્સાથી તેનું મસ્તક કાપી નાખ્યું. હવે બ્રાહ્મણની ગર્ભવતી પત્ની પતિને મારેલો જોઈને અતિશય ગુસ્સે થઈને દઢપ્રહારીને દુર્વચનોથી આક્રોશ કરવા લાગી. ગુસ્સે થયેલા તેણે તલવારથી તેનું પેટ ફાડી નાખ્યું. બે ટુકડા કરાયેલો ગર્ભ પણ જમીન ઉપર પડ્યો અને તડફડવા લાગ્યો. ગર્ભને તરફડતો જોઈને દઢપ્રહારી અતિશય નિર્વેદને પામ્યો. જેનો કર્મરૂપ કવચ તૂટી રહ્યો છે એવો તે આ પ્રમાણે વિચારવા લાગ્યો- અહો! અહીં જગતમાં મનુષ્યોના ધર્મ-અર્થ-કામ એ ત્રણ પુરુષાર્થો સંભળાય છે. પણ કેવળ પાપમાં જ તત્પર એવા મને સ્વપ્નમાં પણ “ધર્મ કેવો હોય?” એ પ્રમાણે ધર્મ વ્યક્ત ન થયો. કામ અને અર્થ પુરુષાર્થ વડે પ્રેરણા કરાયેલા મેં સઘળાં પાપો કર્યા છે. તે કોઈ જીવ છે કે જેનો નિર્દય એવા મેં વિનાશ ન કર્યો હોય? હું અસત્યની સાથે ઉત્પન્ન થયો છું. ચોરી મારી આજીવિકા છે. અન્ય યુવતિના ઉત્તમપતિનો ઘાત કરવો, ક્રોધ, લોભ, પશૂન્ય, નિત્ય અભણ્યનું ભક્ષણ, અપેયનું પાન–આ પાપો અધમ એવા મને આટલા કાળ સુધી ક્રીડામાત્ર થયા, અર્થાત્ મેં રમતાં રમતાં જ આ પાપો કર્યા છે. આ પાપને તો કહેવા માટે અને વિચારવા માટે કોઈ સમર્થ ન થાય. કારણ કે મેં સ્ત્રીની હત્યા કરી. તેમાં પણ ગર્ભિણી, બ્રાહ્મણી અને દરિદ્ર સ્ત્રીના ગર્ભની સાથે સ્ત્રીની હત્યા કરી. તેથી ક્યાં જવાથી મારી શુદ્ધિ થાય? શું હું અગ્નિમાં પ્રવેશ કરું? શું પાણીમાં પડું? અથવા મોટા પર્વતના શિખર ઉપરથી પૃપાપાત કરું? દઢપ્રહારી ઇત્યાદિ વિચારી રહ્યો છે તેટલામાં તેણે નજીકમાં ઘણા મુનિઓથી યુક્ત, ગુણની ખાણ, ધીર, ઉપશમરૂપ લક્ષ્મીના આલિંગનથી મનોહર એવા એક ઉત્તમમુનિને જોયા. પછી ત્યાં જઈને ભક્તિથી નમીને પોતાનો વૃત્તાંત કહ્યો. તેથી મુનિએ કહ્યું: હે ભદ્ર! જો એમ છે તો સાંભળ. અગ્નિપ્રવેશ આદિથી આત્મવધ કરવામાં અધિક દોષ છે. આત્માની કે બીજાની અવિધિથી પીડા કરવાનો નિષેધ કર્યો છે. તેથી અશુભકર્મરૂપ વનને બાળવા માટે અગ્નિસમાન અને જિનકથિત એવી દીક્ષા સ્વીકારમાં પ્રયત્ન કર. તેથી હર્ષ પામેલા દઢપ્રહારીએ કહ્યુંઃ જો આટલી મારી યોગ્યતા હોય તો આપ કૃપાને કરો. પછી પરમાર્થના જાણકાર મુનિએ તેને દીક્ષા આપી. (રપ) હવે પોતાના દુષ્પરિત્રોને યાદ કરીને તેણે આ પ્રમાણે વિચાર્યું૧. પૂર્વે ગાય-ભેંશ વગેરે પશુઓ જ ધન ગણાતું હતું. આથી અહીં “ધનમાં પણ” એમ કહ્યું છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy