SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) દિઢપ્રકારની કથા વિશેષાર્થ- સઘળા ય સંસારી જીવો કામભોગ આદિથી થનારા સુખોને ઈચ્છે છે, અને મધુર આદિ રસોમાં આસક્ત બનેલા જીવો સુખોનું કારણ એવા ઉત્તમ તપને કરતા નથી. તેથી તે જીવો ખરેખર! વસ્ત્રના કારણ એવા તંતુઓ વિના ઇચ્છામાત્રથી વસ્ત્રને શોધે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે વસ્ત્રનું કારણ એવા તંતુસમૂહના અભાવમાં વસ્ત્ર થતું નથી, એ પ્રમાણે સુખો પણ સુખોનું કારણ એવા તપ વિના થતા નથી. આથી સુખની ઇચ્છાવાળા જીવે તપમાં યત્ન કરવો જોઈએ. [૮૦] પૂર્વે એકઠાં કરેલાં કર્મોના નાશનો પણ તપ જ હેતુ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે कम्माइं भवंतरसंचियाई, अइकक्खडाइवि खणेण । डझंति सुचिण्णेणं, तवेण जलणेण व वणाइं ॥ ८१॥ ભવાંતરમાં એકઠાં કરેલાં અતિશય કઠોર પણ કર્મો સારી રીતે આચરેલા તપથી અગ્નિથી વનની જેમ ક્ષણવારમાં બળી જાય છે. [૧] આ વિષે દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર કહે છે– होऊण विसमसीला, बहुजीवखयंकरावि कूरावि । निम्मलतवाणुभावा, सिझंति दृढप्पहारिव्व ॥ ८२॥ જીવો વિષમસ્વભાવવાળા, ઘણા જીવોનો ઘાત કરનારા અને ક્રૂર પણ થઈને નિર્મલ તપના પ્રભાવથી દઢપ્રહારીની જેમ સિદ્ધ થાય છે. વિશેષાર્થ- ગાથાનો ભાવાર્થ કથાનકથી કહેવાય છે દૃઢપ્રહારીની કથા ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં લોક સદા નીતિવાળો હોવા છતાં અનીતિવાળો હતો. નિત્યે ઉત્પત્તિવાળા વેદોનો જાણકાર અને બ્રહ્માની ઉપર વિલેપન કરનાર અગ્નિશર્મા નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. કયારેક તેને જાણે પ્રત્યક્ષ વિષવૃક્ષ હોય તેવો પુત્ર થયો. તે બાલ્યકાળથી જ પરનો ઘાત કરવામાં જ રસવાળો હતો. પરદ્રવ્યનું હરણ કરવાના સ્વભાવવાળો, માંસભક્ષી, મદિરાપાનમાં આસક્ત, ગુણલેશથી પણ મુક્ત એવો તે દોષોની સાથે વૃદ્ધિને પામ્યો. તેથી અનર્થના ભીરુ માતા-પિતાએ તેને ૧. અહીં અનીતિ એટલે તિનો અભાવ. તિ એટલે ધાન્ય વગેરેને નુકશાન કરનાર ઊંદર વગેરે પ્રાણિસમૂહ. લોક ઇતિથી રહિત હતો એવો અર્થ છે. ૨. વેદોની ઉત્પત્તિ નિત્ય છે, અર્થાત્ વેદોને કોઇએ બનાવ્યા નથી, સદા રહેલા જ છે એમ અજ્ઞાન જીવો માને છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy