________________
શાનદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૬૩ રીતે સિંહ ગુફામાંથી નીકળે તેમ નગરમાંથી નીકળ્યો. કુમાર થોડો મુનિની નજીક આવ્યો ત્યારે રાજાએ મતિધનમંત્રી, રાણી, સામંતો અને નગરજનોને કહ્યું: હે લોકો! મારી મૂઢતાને જુઓ. કેમકે કુમારની દીક્ષા છે. મારો હજી પણ ગૃહવાસ છે. તેથી મારા વિવેકને ધિક્કાર થાઓ. તેથી મંત્રી વગેરે લોકોએ કહ્યું- હે દેવ! હજી પણ અહીં શું જતું રહ્યું છે? અથવા આપ રહો. કુમાર અમારો આશ્રય છે. હવે હર્ષ પામેલા રાજાએ કહ્યું: સારું, સારું. હું તમારાથી વિજેતા થયો છું. પછી સાગરચંદ્રના નાના કુમારને રાજ્ય ઉપર સ્થાપીને કેટલાક સામંતો, પત્નીઓ, મંત્રીઓની સાથે રાજાએ પણ પુત્રની સાથે તેની જ વિધિથી(=જેવી રીતે પુત્રે સ્નાન, અલંકાર, ધામધૂમથી ગુરુ પાસે આગમન વિગેરે વિધિથી દીક્ષા લીધી તેવી જ વિધિથી) દીક્ષાનો સ્વીકાર કર્યો. મુનીંદ્રના ઉપદેશથી બધાને દીક્ષા સમ્યક્ પરિણમી. પૂર્વે આપત્તિમાં પડેલા અને પગલે પગલે ? ગાથાર્થને વિચારતા (૭૫) મને જો ગાથા જેટલું જ જ્ઞાન આશ્વાસન આપનારું થયું તો ઘણા જ્ઞાનનું માહાત્મ ચોક્કસ અનંત છે, આમ વિચારીને સાગરચંદ્ર વિશેષથી જ્ઞાનને ગ્રહણ કરે છે. ત્યાં સુધી ભણે છે કે ચૌદ પૂર્વને થોડા દિવસોમાં ભણી લે છે. જ્ઞાનને ચિંતવે છે. જ્ઞાનને ગુણે છે= પરાવર્તન કરે છે. જ્ઞાનવડે કર્તવ્યોને કરે છે. જ્ઞાનવડ વારંવાર સૂક્ષ્મ પદાર્થોનું મનન કરે છે. આ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પર્યાયને પાળીને, પોતાના (અંતિમ) સમયને જાણીને, ગુરુને પૂછીને, ક્રમથી શરીરની સંલેખના કરીને, પર્વતની ઉત્તમ શિલા ઉપર જઇને વિધિથી પાદપોપગમન અનશનનો સ્વીકાર કર્યો. તે જેટલામાં મૌનથી તત્ત્વચિંતામાં રહ્યા છે તેટલામાં દુષ્ટ મનવાળો પૂર્વે વૈરી દેવ વિદુર્વેલા વજ જેવા મુખવાળા પક્ષીઓથી તેમના દેહને ટુકડા ટુકડાથી તોડે છે. હાથી થઇને દાંતોથી વિંધે છે. સિંહનું રૂપ ધારણ કરીને પંજાઓથી હણે છે. સર્પના રૂપથી ડરે છે. આ પ્રમાણે અનાર્ય તે વવડે ઘણા ઉપસર્ગોથી પીડા ઉત્પન્ન કરવા છતાં સમ્યગુ સહન કરે છે અને હૃદયમાં આ પ્રમાણે વિચારે છે– હે જીવ! દુસ્તર સાગરને તરીને કાંઠે આવેલો તું જો કલેશ કરીશ તો ધમેલું સુવર્ણ એક ફંકથી હારી જઈશ=ગુમાવી દઇશ. અનંત દુઃખને સહન કરીને ક્ષણમાત્ર દુઃખમાં ઉગ ન કર. ગંગાનદીને ઉતરીને ખાબોચિયામાં કોણ ડૂબે? ઈત્યાદિ શુદ્ધ ધ્યાનમાં રહેલા તેનું મેરુપર્વતના જેવું ચિત્ત ચલિત ન થવાથી સંવેગને પામેલા દેવે કહ્યું: હે મહાયશસ્વી! તમે ધન્ય છો. ખરેખર! તમારું શરીર કેવળ સત્ત્વથી ઘડાયેલું છે. કારણ કે ઉપસર્ગોને કરતો હું પણ તમારા ચિત્તને ચલાવી ન શક્યો. ઇત્યાદિ પ્રશંસા કરીને, મુનિને વારંવાર ખમાવીને, સમ્યક્ બોધિને સ્વીકારીને દેવ ત્યાંથી ગયો. સમ્યજ્ઞાનરૂપ પવનથી વધેલા ધ્યાનરૂપ અગ્નિથી જેમનું કર્મરૂપવન બળી ગયું છે તેવા સાગરચંદ્રમુનિ અનંતસુખવાળા મોલમાં ગયા. શ્રી અમૃતચંદ્ર વગેરે અન્ય સાધુ-સાધ્વી વર્ગમાંથી કોઈ દેવલોકમાં ગયા તો કોઇએ સિદ્ધિસુખને પ્રાપ્ત કર્યું. [૩૮]
- આ પ્રમાણે સાગરચંદ્રકુમારનું ચરિત્ર પૂર્ણ થયું.
૧. ધમેલું એટલે અગ્નિમાં તપાવેલું. ઉ. ૧૨ ભા.૧