SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર દેવોની ચારલાખ, તિર્યંચ પંચેંદ્રિયની ચારલાખ, મનુષ્યોની ચૌદલાખ યોનિ છે. પૃથ્વીકાયની ૧૨લાખ, અપકાયની ૭ લાખ, તેઉકાયની ૩ લાખ, વાયુકાયની ૭ લાખ, બેઈદ્રિયની ૭ લાખ, તેઇદ્રિયની ૮ લાખ, ચઉરિદ્રયની ૯ લાખ, વનસ્પતિકાયની ૨૮ લાખ, જલચરની ૧૨ લાખ, ખેચરની ૧૨લાખ, ચતુષ્પદની ૧૦ લાખ, ઉરપરિસર્પની ૧૦ લાખ, ભુજપરિ-સર્પની ૯ લાખ, દેવતાની ર૬ લાખ, નારકોની રપ લાખ, મનુષ્યોની ૧૨ લાખ કુલકોટિ છે. અહીં યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. જેમકે- છાણ વગેરે વીંછી વગેરેની યોનિ છે. કુલ એટલે વર્ણાદિનો ભેદ. તે ભેદ એકયોનિમાં ઉત્પન્ન થયેલાઓનો પણ ઘણા પ્રકારનો હોય. જેમકે- છાણ વગેરે એજ્યોનિમાં ઉત્પન્ન થયેલા વીંછી આદિના કાબરચિત્રો અને લાલ વગેરે વર્ણાદિના ભેદથી કુલના અનેક પ્રકારો સંભવે. હે રાજન્! અહીં યોનિ અને કુલ એ પ્રત્યેકમાં દુઃખી થયેલા સર્વજીવો પૂર્વે અનંતવાર ભમ્યા છે. કારણ કે કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, કર્મો અનાદિ છે. તેથી આ વિચારીને સાગરચંદ્રની શી ચિંતા કરવાની હોય? તેથી કુમારે વિચાર્યું અહો! મુન સાચું કહ્યું. કારણ કે સારી ક્રિયાથી પણ મને આવો વિપાક થયો. અતિ સંલિષ્ટ ચિત્તથી જીવો જે કુકર્મો કરે છે તે કુકર્મો વડે જીવો અનંત સંસારમાં ભમાવાય છે એમાં શું આશ્ચર્ય છે? ઇત્યાદિ ભવસ્વરૂપને વિચારતા તે કુમારમાં ભવછેદ કરનારો ચારિત્ર પરિણામ પ્રગટ થયો. પછી કુમારે મુનિને કહ્યું: હે નાથ! હું સંસારને સળગેલો જોઉં છું. તેથી મને દીક્ષા આપો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે મુનિએ કહ્યું. આ યોગ્ય છે. પછી કુમારે પિતાને કહ્યું. પિતાએ પણ કહ્યું કે સ્વમાતાને કહે. પછી મુનીંદ્રને નમીને રાજકુમારો પોતાના ઘરે ગયા. દીક્ષા-જ્ઞાનગ્રહણ-ઉપસર્ગ-મોક્ષગમન. કુમારે શશિકલા રાણીને આ વૃત્તાંત કહ્યો એટલે રાણી મૂર્ણિત બનીને પડી. પછી ચૈતન્ય પ્રાપ્ત થતાં તે ઘણી યુક્તિઓથી કુમારને રોકે છે. કુમારે પ્રતિયુક્તિથી સારભૂત વચનો વડે સારી રીતે માતાને ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી માતાએ અનિચ્છાએ દીક્ષાની રજા આપી. પછી અમૃતચંદ્ર રાજાએ કુમારને મણિ-રત્ન-પુણ્યના કળશોથી નવડાવ્યો, વિલેપન-વસ્ત્રઆભૂષણોથી અલંકૃત કર્યો, ઉત્તમ રથમાં બેસાડ્યો. સફેદ ચામરસમૂહથી વીંજાય છે. મસ્તક ઉપર શ્વેત છત્ર ધર્યું છે. આગળ તેનો ગુણસમૂહ બોલાઈ રહ્યો છે. હાથીના અંધ ઉપર બેઠેલો રાજા તેની પાછળ જઈ રહ્યો છે. બે પડખાઓમાં હજારો હાથીઓથી પરિવરેલો છે. આગળ દરેક દિશામાં રથમાં જોડેલા પ્રફુલ્લ લાખો ઘોડાઓના સમૂહથી (આ સાગરચંદ્ર છે એમ) ઓળખાઈ રહ્યો છે. લાખો સ્ત્રીઓથી આનંદપૂર્વક અને શોકપૂર્વક જોવાઈ રહ્યો છે. જિનમંદિરોમાં પૂજાને કરાવતો, જીવોને અભયદાન અપાવતો, મોતી-સુવર્ણ-મણિ-રત્નોની ધારાઓથી વરસતો, બીજાઓને આશ્ચર્ય પમાડતો, વિદ્વાનોથી સતત પ્રશંસા કરાતો કુમાર જેવી ૧. વિટ્ટ (રેરા) પ્રફુલ્લ પટ્ટ-સમૂહ.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy