SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગકથા-૧૧૭ કુટિલ છે, અર્થાત્ વક્રગતિ કરે છે. સ્વભાવથી ગુપ્ત છે. સ્થિર રહેલી હોવા છતાં જણાતી નથી. જતી હોવા છતાં દેખાતી નથી. કરડતી હોવા છતાં ખબર પડતી નથી. પણ વિષની વેદના આપવા રૂપ ફલથી તેનું તેમને સાપણ કરડી એવું) અનુમાન કરાય છે. વળી બીજું, તે જ્યાં જ્યાં રાફડાને જુએ છે ત્યાં ત્યાં બીજું વિશેષ પ્રકારનું ઉદ્ભટ્ટરૂપ કરીને રાફડામાં પ્રવેશવાની શરૂઆત કરે છે. કેવળ, યથોક્ત રાફડાઓના જે સ્વામીઓએ આ વનમાં રહેલા ચોરોના ભયથી મારા શરણનો સ્વીકાર કર્યો છે તેમનાથી મારા આપેલા આર્જવરૂપ દંડથી તાડન કરાયેલી તે નાસીને દૂર જતી રહે છે. ફરી ત્યાં પ્રવેશ કરી શકતી નથી. પણ જેઓ મારી આજ્ઞાથી બહાર રહેલા છે, તેમનાથી નહિ રોકાવાયેલી તે તેમના રાફડાઓમાં પ્રવેશ કરે છે. તે જ રાફડાઓના સ્વામીઓને તીક્ષ્ણ દાઢ મૂકીને કરડે છે. તેથી તેના અપૂર્વ વિષવેગથી ભાવિત થયેલા તથા ગુરુ, મિત્ર, સ્વભાવ અને પરભાવને નહિ જાણનારા તે જીવો સર્વ ક્રિયાઓમાં વિપરીત પણે જ પ્રવૃત્તિ કરે છે. તે આ પ્રમાણે- તેઓ બીજું વિચારે છે, બીજું જ જણાવે છે અને કરે છે બધું બીજી રીતે જ. વળી બીજું- જે ભરોસાપાત્ર ન હોય તેમના ઉપર વિશ્વાસ મૂકે છે અને જેઓ ભરોસાપાત્ર હોય તેમનો દ્રોહ કરે છે. પિતાને પણ છેતરે છે. માતાને પણ ઠગે છે. બંધુઓને પણ ધુત છે. મિત્રોને પણ ભ્રાંતિ પમાડે છે. કોમળ બોલે છે. નિષ્ફરપણે વીંધી નાખે છે. બહારથી ધીમે ધીમે પગલા મૂકે છે. અંદરથી બીજાના મસ્તકોને કાપે છે. પહેલાં મહા મિત્ર જેવા દેખાય છે. અંતે મહાશત્રુ જેવા પ્રગટ થાય છે. સ્નેહના અંશથી પણ રહિત હોવા છતાં પોતાને સ્નેહવાળા બતાવે છે. મહાદુષ્ટ હોવા છતાં પોતાને સારા સ્વભાવવાળા બતાવે છે. એકાંતે અહિતકર હોવા છતાં પોતાને હિતકર બતાવે છે. રાગરહિત હોવા છતાં પોતાને તે રીતે અનુરાગવાળા બતાવે છે, કે જેથી અતિશય વિદ્વાનોના પણ મન વિસ્મયના માર્ગે ઉતરે છે, અર્થાત્ વિસ્મય પામે છે. વળી બીજું, કાર્યની અપેક્ષાએ કયારેક દૂર રહે છે, તો ક્યારેક નજીક રહે છે. ક્યારેક તોષ પામે છે, ક્યારેક હસે છે, ક્યારેક શ્યામ મુખવાળા થાય છે. ક્ષણમાં સંયોગ કરે છે, તો ક્ષણમાં વિયોગ કરે છે. આવા પ્રકારનું વર્તન કરનારા તેમના સ્વરૂપનો નિર્ણય કરવા બ્રહ્મા પણ સમર્થ થતો નથી. એમના અંતરનું સ્વરૂપ બૃહસ્પતિ પણ જાણી શકતો નથી. પિતાઓમાં પણ આત્મીયભાવને જોડતા નથી. તેથી આ પ્રમાણે ચેષ્ટા કરતા તેઓ જોયેલા પણ (=જોવા માત્રથી પણ) ભય ઉત્પન્ન કરે છે, ઉદ્વેગને ફેલાવે છે, અરતિને વિસ્તારે છે, શરીરને બાળે છે, સર્વ સુખોને લઈ લે છે, સર્વ લોકોથી નિંદાય છે. સર્વશિષ્ટ પુરુષોથી શોક કરાય છે. કોઈનાય આશ્વાસનનું સ્થાન બનતા નથી. કોઈનાય ગૃહદ્વારમાં માત્ર બેસવાનું પણ પામતા નથી. વધારે કહેવાથી શું? માયારૂપી સાપણના વિષથી દુઃખી બનેલા જીવો સ્થાન-અસ્થાનની ( યોગ્ય-અયોગ્યની) ચિંતા કર્યા વિના પ્રવૃત્તિ કરે છે અને જાણે અલના પામેલા હોય તેમ નરકરૂપી મોટા ખાડામાં પડે
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy