SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગકથા સમૂહથી ઘડાયેલા હોય તેમ દેવોને પણ નમતા નથી, ગુરુઓને નમસ્કાર કરતા નથી. કુલવૃદ્ધોને અભિનંદન (=સંતોષ) આપતા નથી. માતા-પિતાનું બહુમાન કરતા નથી. માન આપવા યોગ્યને માન આપતા નથી. પૂજા કરવા યોગ્યની પૂજા કરતા નથી. આત્માને જાણતા નથી. પોતાના અધિકારને જાણતા નથી. વિદ્યમાન પણ પોતાના દોષસમૂહને જાણતા નથી. શરદઋતુના ચંદ્રની ચાંદની જેવા નિર્મલ પણ પરગુણ સમૂહને ગણતા નથી. કિંતુ અત્તિ છીછરા હૃદયવાળા તેઓ ઊંચું જોતા પગોના આગળના ભાગોથી (=નીથી) ભૂમિને કંઈક કંઈક સ્પર્શ છે, અર્થાત્ જાણે ભૂમિથી અદ્ધર ચાલતા હોય તેમ ચાલે છે. પોતાના આત્મા પ્રત્યે બહુમાન બુદ્ધિ હોવાથી ગુરુએ, વૃદ્ધોએ અને શિષ્ટ પુરુષોએ આપેલા વિશિષ્ટ ઉપદેશની અવજ્ઞા કરે છે. પોતાના ગુણલેશની ભ્રાંતિથી પણ બીજાઓના પ્રગટ નિર્મલ અસંખ્ય લાખો ગુણોને પણ છુપાવે છે. સ્પષ્ટ પ્રકાશ હોવા છતાં, સારી આંખો હોવા છતાં, જાણે કે આંખો ન હોય તેમ આગળ રહેલા સર્વવિશ્વને જણાયેલા પણ લોકને જોતા નથી. જાણે કે બહેરા હોય તેમ હિતકર સુભાષિતો વગેરેને પણ અવજ્ઞાથી સાંભળતા નથી, જાણે કે સર્વથા હૃદય વિનાના હોય તેમ માત્ર હુંકારા આપે છે, પોતાનામાં પવિત્રતા આદિના ખોટા અભિમાનની બુદ્ધિથી જાણે મૂર્શિત થઈ ગયા હોય તેમ વારંવાર નેત્રોને મીંચે છે. પોતે રાંક જેવા હોવા છતાં ચક્રવર્તીઓને પણ અકિંચિત્થર માને છે, અને ઈદ્રોને પણ રાંક માને છે. પોતે મહામૂર્ખશેખર હોવા છતાં બૃહસ્પતિ તુલ્ય માણસોને પણ કંઈપણ નહિ જાણનારા માને છે. ત્રણ લોકને તૃણસમાન જોતા તેઓ જાણે મહાગ્રહથી ગ્રહણ કરાયેલા હોય તેમ વિદ્વાન માણસોને શોક કરવા યોગ્ય બને છે. લોકનિંદાને પામે છે. શિષ્ટવર્ગથી ત્યજાય છે. પગલે પગલે મહાવિપત્તિઓને પામે છે. સર્વસંપત્તિઓ પ્રતિક્ષણ તેમને છોડી દે છે. આ પર્વત ઉપર ચઢવાના પ્રભાવથી વ્યાકુલપણે પગ મૂકતા તેઓ જાણે સ્કૂલના પામ્યા હોય તેમ નરકરૂપ અંધારા કૂવામાં પડે છે. તેમાંથી કોઇપણ રીતે નીકળ્યા પછી કૂતરા, ઊંટ અને ગધેડા થાય છે. ભીલ, સૂચિક અને ચંડાલના હીનકુલોમાં ભમે છે. માનપર્વત ઉપર ચઢવાના કારણે જીવો જાતિથી, કુલથી, રૂપથી, જ્ઞાનથી, શીલથી અને ધનથી રહિત બનીને સેંકડો દુઃખોથી શેકાય છે દુઃખી થાય છે. તેથી આનો દૂરથી ત્યાગ કરવો. પણ જો વૃદ્ધોને માર્ગમાં વિશેષ ભ્રાંતિઓ થાય અને એથી આ માનપર્વત આગળ આવે તો મારા આપેલા વજ જેવા કઠિન માર્દવરૂપ મહામુત્રરથી તેને ચૂરીને ધૂળરૂપ બનાવી દેવો. માયારૂપ સાપણનું વર્ણન હે વત્સ! વળી આગળ બીજું મહાન આશ્ચર્ય જુઓ. આ માયા નામની સાપણ એક હોવા છતાં જુદાજુદા રૂપો ધારણ કરીને હૃદયનામના અપરિમિત રાફડાઓમાં સદાય રહે છે. તે બાહ્યવૃત્તિથી શાંત અને આંતરિકવૃત્તિથી અતિશય ભયંકર છે. ગતિવિલાસથી ૧. સૂચિક એ જંગલમાં રહેનારી હલકી જાતિ છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy