SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર-૯૫ સ્થાન નથી કે જ્યાં રાજાએ ચરપુરુષો વડે તમારી શોધ ન કરી હોય. પણ રાજાને તમારો પત્તો પણ મળ્યો નહિ. પણ હમણાં આ નગરીમાંથી ત્યાં આવેલા સમુદ્રદત્ત વણિકે તમારા આ સઘળા ય સમાચાર કહ્યા. તેથી તે કુમાર! તમને લાવવાને માટે રાજાએ મને મોકલ્યો છે. માટે મહેરબાની કરીને તમે ત્યાં અતિશય જલદીથી આવો. જો કોઇપણ રીતે કેટલાક દિવસોમાં ત્યાં નહિ આવો તો હું માનું છું કે તમે માતા-પિતાને જીવતા નહિ જુઓ. આ સાંભળીને જાણે વજથી હણાયો હોય તેવા રાજકુમારે વિચાર્યું. મારા જન્મથી માતા-પિતાને જે સુખ થયું તેને જુઓ. જગતમાં સ્વપ્રાણના દાનથી પણ તેમનો ઉપકાર દુષ્કર છે= તેમના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે. તે માતા-પિતાને મેં અપાર દુઃખ ઉત્પન્ન કર્યું. ઈત્યાદિ વિચારીને ચતુરવદનને પણ બાહુમાં પકડીને કુમાર શ્રી સૂરરાજાની પાસે આવ્યો. તે બધું રાજાને કહ્યું અને તે પુરુષ પ્રત્યક્ષ દેખાડ્યો. તેથી રાજાએ ઉચિતસમયને જાણીને કુમારનું સન્માન કરીને સર્વસમૃદ્ધિની સાથે અને બંધુમતીની સાથે કુમારને વિદાય આપી. અતિશય સ્નેહ હોવા છતાં તેણે ખોટો આગ્રહ ન કર્યો. પછી સતત પ્રયાણ કરીને કુમાર પોતાની નગરીમાં આવ્યો. ચતુરવદને પણ આગળ જઈને રાજાને વધામણી આપી. તેથી રાજા સર્વસમૃદ્ધિથી તેની સામે આવ્યો. કુમારે પણ બંધુમતીની સાથે રાજાને પ્રણામ કર્યા. પછી સ્નેહથી ભરેલા રાજાએ કુમારને ભેટીને બંધુમતીની સાથે ઉત્તમ હાથી ઉપર આરૂઢ કર્યો. હાથી ઉપર બેઠેલો તે શ્વેત ચામરોથી વીંઝાઈ રહ્યો છે. તેના મસ્તકે શ્વેત ઉત્તમ છત્ર ધરવામાં આવ્યું છે. (રપ) પ્રિયાની સાથે ઉત્તમ હાથી ઉપર બેઠેલો તે ઐરાવણ હાથી ઉપર “રંભાઇદ્રાણીની સાથે બેઠેલા આશાપૂર્ણ ઇદ્રની શોભાની વિડંબના કરી રહ્યો હતો. આ રીતે નગરીમાં પ્રવેશ કરતા કુમારની નગરલોક વિવિધ વચનોથી પ્રશંસા કરતો હતો. તે આ પ્રમાણે- કોઈ કહેતા હતા કે, જુઓ, કુમાર નગરીમાંથી એકલો ગયો હોવા છતાં કેટલા વિસ્તારને પામ્યો! અથવા ભવાંતરમાં જેમણે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેમને આ કેટલું છે? જન્માંતરમાં એકઠા કરેલાં પુણ્યરૂપ દોરીથી બંધાયેલી લક્ષ્મી જંગલમાં, ઘરમાં કે વિદેશમાં સપુરુષોનો ક્ષણવાર પણ પીછો છોડતી નથી. બીજો કહેતો હતો કે, બંધુમતી જ ધન્ય છે કે જેને કુમારે પત્નીપદે સ્થાપિત કરી છે. સઘળી હારરૂપી લતા મરકતમણિને યોગ્યતાને પામતી નથી, અર્થાત્ સઘળા હારો મરકતમણિને યોગ્ય હોતા નથી. બીજો તો આની સ્પર્ધાથી કહેતો હતો કે– બંધુમતી જેની પત્ની થઈ તે કુમાર પણ કૃતાર્થ જ છે, કારણ કે સઘળા મણિ મોતીની માળામાં ઘડાતા નથી. આ પ્રમાણે પ્રશંસા કરાતો કુમાર ઘરે આવ્યો અને આનંદિત ૨. માલામય એ સ્થળે સીમ શબ્દને સ્વાર્થમાં પ્રત્યય લાગતાં સામા બને “તીર્ષકૂવી મિથો વૃત્ત" સૂત્રથી હ્રસ્વ થતાં તH-સામય બન્યું છે. સામા = નારી. ૨. = દોરી.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy