SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪- શાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુરંદરચરિત્ર બંધુમતીના પુરંદરકુમાર સાથે લગ્ન આ પ્રમાણે ત્યાં વાર્તાલાપ થઈ રહ્યો હતો ત્યારે રાજનિયુક્ત અંતઃપુરના રક્ષક પુરુષો ત્યાં આવ્યા. તેમણે કહ્યું: હે કુમારી! રાજાએ આજ્ઞા કરી છે કે તમારો વિવાહ નજીકમાં છે. તમે શરીરસત્કારરૂપ મંગલોને કરો. તેથી કૃપા કરીને ઊભા થાઓ. પછી બંધુમતી ઊભી થઈ. સકલ પરિજન પોતપોતાને નિમેલા અધિકારો બજાવવામાં લાગી ગયો. ક્રમે કરીને વિવાહનો દિવસ આવી ગયો. પુરંદરકુમાર ઘણા આડંબરથી બંધુમતીને પરણ્યો. રાજાએ બંધુમતીને સુવર્ણ વગેરે અતિશય ઘણો દ્રવ્યસમૂહ આપ્યો. કુમારને પણ દશક્રોડ સુવર્ણ, દશ હજાર ઉત્તમ હાથીઓ, દશહજાર શ્રેષ્ઠ રથો, એકલાખ અશ્વો, બે ક્રોડ પાયદળ ઘણા ગામનગરોથી પૂર્ણ દેશ આ બધું આપ્યું. સન્માન કરીને મણિકિરીટ વગેરેને વિદાય આપી. પછી બંધુમતીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવતા કુમારના દિવસો પસાર થઈ રહ્યા છે. ત્રિક, ચતુષ્ક, ચોરો અને ઉદ્યાન આદિમાં વિવિધ વિલાસોથી ક્રીડા કરતા કુમાને જોઈને આનંદિત ચિત્તવાળા નગરલોકો બધા સ્થળે બોલી રહ્યા કે જ્યાં તે કાશી દેશ? અને ક્યાં આવું શ્રેષ્ઠ નગર? વિદ્યાધર વડે અપહરણ કરાયેલી પણ બંધુમતી કયાં પાછી આવી? રાજાને આવી અનુકૂલ બુદ્ધિ પણ કેવી રીતે ઉત્પન્ન થાય? અથવા જેણે ઘણું પુણ્ય કર્યું હોય તેને બધું ય અનુકૂલ થાય છે. બળાત્કારથી ખેંચેલી શત્રુની લક્ષ્મીથી જેણે નિવાસ કર્યો છે એવા આના હાથમાં જેનો હાથ જોડાયો છે તે જ બંધુમતી કૃતાર્થ છે. આ પ્રમાણે તેણે સર્વજનને સંતોષ આપ્યો. બંધુમતીની સાથે સુખપૂર્વક રહેતા તેને અતિશય ઘણો કાળ પસાર થઈ જવા છતાં ખબર ન પડી. પુરંદરકુમારનું સ્વનગરીમાં આગમન. હવે કોઇવાર શ્રેષ્ઠસુભટોથી ભરેલી રાજાસભામાં બેઠેલા રાજપુત્રને પ્રતિહારીએ જણાવ્યું કે શ્રી વિજયસેન રાજાએ મોકલેલો ચતુરવદન નામનો પુરુષ દ્વાર પાસે ઊભો છે. તેને શો આદેશ છે? રાજપુત્રે કહ્યું: આવવા માટે જલદી રજા આપ. પ્રતિહારીવડે રજા અપાયેલો તે પુરુષ ક્ષણવારમાં ત્યાં આવ્યો. કુમારે ઓળખીને સહર્ષ તેનું આલિંગન કર્યું. અપાયેલા આસન ઉપર તે બેઠો. કુમારે તેને શ્રી વિજયસેનરાજા અને પોતાની માતા વગેરે લોકના સર્વ કુશલ સમાચાર પૂછ્યા. પૂછાયેલા તેણે કહ્યું: તમારા પિતૃઘરે સઘળું ય કુશળ છે. એક જ અકુશળ છે કે ચક્ષુઓથી તમારા દર્શન થતાં નથી. હે કુમાર! જે દિવસથી તમે સ્વનગરીમાંથી નીકળ્યા છો તે દિવસથી તે નગરીમાંથી ચોક્કસ સુખ પણ નીકળી ગયું છે. તમારા વિરહમાં રડતી કમલમાલાની બે ચક્ષુઓમાં જાણે મહાસમુદ્ર સંક્રાંત થયો છે. ક્ષણવાર દીર્ધ શ્વાસ લે છે, ક્ષણવાર નિરર્થક બોલે છે. ક્ષણવાર રડે છે. તમારા વિરહમાં રાજા પણ આવા પ્રકારના દુઃખને પામ્યા છે. પૃથ્વીમાં તેવું કોઈપણ
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy