SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૯૧ પ-ભિક્ષા અષ્ટક વિશુદ્ધ આશય ફળ આપે છે– આ પ્રમાણે ભિક્ષાના ફળનો ભેદ થવાના અનેક પ્રકારના કારણોમાં અવશ્ય ફળવિશેષને સાધી આપે એવું કારણ કર્યું છે ? એવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે કે હમણાં જ કહેલો વિશુદ્ધ (=નિદાન આદિ સકલ કલંકથી રહિત) આશય ભિક્ષાઓમાં વિશિષ્ટ સ્વર્ગ અને મોક્ષ વગેરે ફળનો સાધક છે. કારણ કે અહીં ( ફળમાં) પરિણામ અંતરંગ કારણ છે. કહ્યું છે કે-“સંપૂર્ણ આગમોનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનાર સુવિહિતોને ચિત્તનો શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે.” (ઓઘ નિ. ૭૬૧) (નિશ્ચયનયની દૃષ્ટિએ ચિત્તનો શુદ્ધ અને અશુદ્ધ પરિણામ ફળનું કારણ છે, બાહ્ય ક્રિયા નહિ.) સારૂપી અને સિદ્ધપુત્રને કઇ ભિક્ષા હોય ? પ્રશ્ન- જેમણે દીક્ષા છોડી દીધી છે તેવા સિદ્ધપુત્ર અને સારૂપી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે છે એમ આગમમાં સંભળાય છે. કારણ કે વ્યવહાર ચૂર્ણિમાં કહ્યું છે કે-“હિતશિક્ષા અપાયેલો પણ જે સંસારમાં જતો રોકી શકાયો ન હોય તે સારૂપીપણા તરીકે કે સિદ્ધપુત્રપણા તરીકે સંસારમાં થોડો કાળ રહીને (પછી ફરી દીક્ષા લે.)” સારૂપી જે મસ્તકે મુંડન કરાવે, રજોહરણ ન રાખે, તુંબડાના પાત્રથી ભિક્ષા માટે ફરે, અને પત્નીથી રહિત હોય તે સારૂપી છે. સિદ્ધપુત્ર– જે મસ્તકે મુંડન ન કરાવે, વાળ રાખે, ભિક્ષા માટે ફરે કે ન પણ ફરે, કોડિઓથી વશીકરણ વિદ્યા કરે, લબ્ધિનો ઉપયોગ કરે તે સિદ્ધપુત્ર છે. તેથી આ ભિક્ષુકોને કઇ ભિક્ષા હોય ? તેમાં તેમને સર્વસંપન્કરી ભિક્ષા ન હોય. કારણે તે સાધુ નથી. પૌરુષબી પણ ન હોય. કારણ કે દીક્ષા છોડી દીધી હોવાથી પ્રવજ્યાથી વિરુદ્ધવર્તનનો અભાવ છે. વૃત્તિભિક્ષા ન હોય. કારણકે અન્ય (વેપાર વગેરે) ક્રિયા કરવામાં સમર્થ છે. આ ત્રણ ભિક્ષા સિવાય બીજી કોઇ ભિક્ષા શાસ્ત્રમાં કહી નથી. ઉત્તર– તેમને વૃત્તિભિક્ષા હોય તેવી સંભાવના અમે કરીએ છીએ. કારણ કે તેઓ નિધન છે, અને અન્ય ક્રિયા કરવામાં અસમર્થ છે. જેણે દીક્ષા છોડી દીધી હોય તે પ્રાયઃ અ ક્રિયા કરવામાં અસમર્થ હોય છે. અથવા તેમને પૌરુષબી ભિક્ષા હોય. કારણ કે જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો છે તેને જ પૌરુષની ભિક્ષા હોય એવો નિયમ નથી. કારણ કે અન્યક્રિયા કરવામાં સમર્થ અન્ય પણ અસદ્ આરંભીને પૌરુષની ભિક્ષા હોય એમ ઇષ્ટ છે. તથા પુરુષાર્થને હણવારૂપ અવર્થ (=વ્યુત્પત્તિથી થતો અથ) ઘટે છે. અથવા અત્યંત પાપભીરુ, અતિશય સંવેગવાળા અને ફરી દીક્ષા પ્રત્યે પ્રતિબદ્ધમનવાળા (ફરી દીક્ષા લેવાની ઉત્કટ ભાવનાવાળા) તેમને સર્વસંપન્કરી ભિક્ષાના બીજ સમાન ભિક્ષા હોય. આ વિષે તત્ત્વ તો કેવળીઓ જાણે. (૮) પાંચમા ભિક્ષા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy