SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૮૨ ૫-ભિક્ષા અષ્ટક અથવા “હું શ્રીમંતપુત્ર છું' ઇત્યાદિ કારણથી લજ્જા પામતો ભિક્ષા માટે ફરે તેને સર્વસંપન્કરી ભિક્ષાનો નિષેધ કર્યો છે. સાધુની અવસ્થાને ઉચિત આ ભિક્ષા તીર્થકરોએ પણ આચરી છે અને ઉપદેશેલી છે એવા શુભાધ્યવસાયથી જે ભિક્ષા માટે ફરે તેને સર્વસંપત્કરી ભિક્ષા હોય. અથવા બીજી રીતે અન્વય આ પ્રમાણે છે– ગૃહસ્થોના અને સ્વદેહના ઉપકાર માટે જિનેશ્વરોએ ભિક્ષા ઉપદેશેલી છે એવા આશયથી ભિક્ષા માટે ફરનારને સર્વ સંપન્કરી ભિક્ષા હોય. ભ્રમરની ઉપમાથી ભ્રમરની ઉપમાથી એટલે ભ્રમરના દૃષ્ટાંતથી. જેવી રીતે ભમરો પુષ્યરસના કેટલાક સૂક્ષ્મ અંશોને લેવા દ્વારા પુષ્પને કિલામણા કર્યા વિના પોતાને પુષ્ટ કરે છે, તેવી જ રીતે મુનિરૂપ ભમરા અલ્પ અલ્પ અન્નરૂપ પુષ્પરસ ગ્રહણ કરવા દ્વારા ગૃહસ્થરૂપ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના સંયમરૂપ આત્માનું પાલન કરે છે. આવા પ્રકારના ભ્રમરના દૃષ્ટાંતથી મુનિ ભિક્ષા માટે ફરે છે. આવા કથનથી જે એક ઘરમાં ભોજન કરે છે તેને સર્વસંપત્કરી ભિક્ષા ન હોય તેમ જણાવ્યું છે. એક ઘરમાં ભોજન કરવામાં આધાકર્મ વગેરે ઉગમ દોષો લાગે. ઉદ્ગમ દોષો ન લાગે તે માટે કોઇક રીતે પ્રયત્નશીલ હોય તેને પણપૂર્વકર્મ, પશ્ચાતુકર્મ અને અસંયમીની (વિવિધ) ક્રિયાથી કરાયેલા દોષોનો પ્રસંગ થાય. ભમતો હોય- ભિક્ષાકુળોમાં ભમતા હોય આ કથનથી નહિ ભમનારને સર્વસંપન્કરી ભિક્ષા ન હોય એમ જણાવ્યું. ભમ્યા વિના ભિક્ષા લેવામાં અભ્યાહત દોષ લાગે. પૂર્વપક્ષ જે ગૃહસ્થો સાધુને વંદન કરવા માટે આવતા હોય તે ગૃહસ્થો આહારાદિ લઇ આવે તો તેમાં અભ્યાહૃત દોષ ન લાગે. કારણ કે આમાં ગૃહસ્થનો મુખ્યહેતુ સાધુને વંદન કરવા માટે આવવાનો હોય છે. સાધુના માટે ભોજન લાવવું એ તો પ્રાસંગિક છે. ઉત્તરપક્ષ- આ પ્રમાણે નથી. કારણ કે આમાં અભ્યાહત દોષ ન હોવા છતાં માલાપહૃત, નિક્ષિપ્ત, પિહિત વગેરે અનેક પ્રકારના દોષનો પ્રસંગ થાય. પૂર્વપક્ષ- ગૃહસ્થના વચનની પ્રામાણિકતાથી માલાપહત વગેરે દોષોને જાણીને તેનો ત્યાગ થઇ શકે, અર્થાત્ દોષો લાગ્યા હોય તો ન લેવાથી દોષોનો ત્યાગ થઇ શકે છે. ઉત્તરપક્ષ – તમારું કહેવું સત્ય છે. આમ છતાં આહારને ગૃહસ્થના હાથમાં મૂકી રાખવો (=સ્થાપના) વગેરે દોષોનો ત્યાગ દુષ્કર છે. (૨-૩) उक्तविपर्ययेण पौरुषती भवतीति तत्स्वरूपप्रतिपादनायाहप्रव्रज्यां प्रतिपन्नो य-स्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य, पौरुषनीति कीर्तिता ॥४॥ ૧. પૂર્વકર્મ અને પશ્ચાતુકર્મ એ બે દોષોનો ગોચરના ૪ર દોષોમાં પ્રક્ષિત નામના દોષમાં સમાવેશ થાય છે. સાધુને વહોરાવવા માટે હાથ-ભાજન વગેરેને સચિત્તપાણીથી સાફ કરે, લાઇટ કરે વગેરે પૂર્વકમ છે. સાધુને વહોરાવ્યા પછી સાધુને વહોરાવવાના નિમિત્તે ખરડાયેલા હાથ અને ભાજન વગેરેને સચિત્ત પાણીથી સાફ કરે વગેરે પશ્ચાતુકર્મ છે. ૨. ઘર વગેરે સ્થળેથી સાધુના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહત દોષ છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy