SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૫-ભિક્ષા અષ્ટક જો ભિક્ષાથી જીવનનિર્વાહ ન કરે તો આરંભનો પ્રસંગ આવે. આરંભથી રહિત હોવાથી જ તેની ભિક્ષા સર્વસંપન્કરી છે અને એથી જ તે ભિક્ષા અતિશય શ્રેષ્ઠ છે. કહ્યું છે કે-“અહો મોક્ષની સાધનામાં હેતુ એવા શરીરની રક્ષા માટે શ્રી જિનેશ્વર દેવોએ પાપરહિત આજીવિકા ( જીવનનિર્વાહ) કહી છે.” (દશવૈ.અ.૫.ઉ.૧ ગાથા-૯૨) વૃદ્ધાદિ માટે ભિક્ષા લેનાર– વૃદ્ધો એટલે સ્થાવિરો. સ્થવિરો વયથી, દીક્ષાપર્યાયથી અને શ્રતથી એમ ત્રણ પ્રકારે છે. “આદિ” શબ્દથી બાલ, ગ્લાન, નૂતનદીક્ષિત, અતિથિ વગેરે સમજવા. વૃદ્ધાદિ માટે ભિક્ષા લેનાર એમ કહીને જેમનું અંતઃકરણ પોતાનું પેટ ભરવામાં તત્પર છે તેવા તપસ્વી આદિનો નિષેધ કહ્યો છે, અર્થાત્ તેની ભિક્ષા સર્વસંપન્કરી બનતી નથી. વૃદ્ધ આદિની વેયાવચ્ચ સર્વકલ્યાણરૂપ કલ્પલતાના કંદ સમાન છે. કહ્યું છે કે-ઉત્તમગુણોને ધારણ કરતા સાધુઓની વેયાવચ્ચ સતત કરો. બીજું બધું (=બીજા બધા ગુણો) પ્રતિપાતી છે, વેયાવચ્ચ અપ્રતિપાતી છે. (ઓઘનિયુક્તિ-૫૩૨) આથી વેયાવચ્ચ કરવામાં નિરપેક્ષ સાધુને સર્વસંપન્કરી ભિક્ષા કેવી રીતે હોય? અર્થાતુ ન હોય. અનાસક્ત- અનાસક્ત એટલે શબ્દ વગેરે વિષયોમાં આસક્તિ ન કરનાર. કહ્યું છે કે-“ગોચરીને માટે નીકળેલ સાધુ શબ્દ વગેરે વિષયોમાં મૂછ ન કરે, કિંતુ ગોભક્ત (=ગાયના ચારા) વિષે વાછરડાની જેમ એષણામાં યુક્ત થવું.” વાછરડાનું સંક્ષેપમાં દૃષ્ટાંત આ પ્રમાણે છે–નવયૌવના સ્ત્રી સોળે શણગાર સજીને ભૂખ્યા થયેલા વાછરડાને ચારો (=વાછરડાનો ખોરાક) આપવા આવે ત્યારે વાછરડો સ્ત્રીના શણગાર આદિ તરફ જોતો નથી, કિંતુ પોતાના ચારા તરફ જ નજર કરે છે. તે રીતે ભિક્ષા માટે ફરતો સાધુ સ્ત્રીઓની સન્મુખ જુએ નહિ, કિંતુ સ્ત્રીવડે વહોરાવવા માટે લવાતા આહારાદિમાં ઉપયોગવાળો થાય. અથવા અનાસક્ત એટલે વૃદ્ધ અને ગ્લાનાદિ માટે ફરવા છતાં વૃદ્ધ-ગ્લાન આદિના નિમિત્તથી મળેલ મનોહર દાળ-ભાત-અન્ન વગેરે ભોજનમાં અલુબ્ધ. લુબ્ધને તો તેવા પ્રકારની વેયાવચ્ચ કરવા વિગેરેનો નિષેધ કર્યો છે. ગૃહસ્થોના અને પોતાના દેહના ઉપકાર માટે- સાધુ કયા આશયથી ભિક્ષા માટે ફરે તે આ કથનથી જણાવ્યું છે. તેમાં આરંભ-પરિગ્રહથી જકડાયેલા અને દુર્ગતિગમનનું કારણ એવા કર્મબંધવાળા ગૃહસ્થોને ધર્મસાધક કાયાને ઉપકારી બને તેવા આહારનું ગ્રહણ કરવા દ્વારા અવિનાશીસુખ જેનું ફળ છે તેવા મોક્ષરૂપ વૃક્ષના બીજ સમાન પુણ્યને મેળવી આપવાથી ગૃહસ્થો ઉપર ઉપકાર કરે છે. તથા આહાર વિના શુદ્ધધર્મરૂપ મહેલના શિખર ચડવા માટે અશક્ત એવા પોતાના દેહને આહારરૂપ આલંબન આપીને પોતાના શરીર ઉપર ઉપકાર કરે છે. “ગૃહસ્થોના અને પોતાના દેહના ઉપકાર માટે” એમ જણાવીને જે ગૃહસ્થોને અપ્રીતિ ઉત્પન્ન કરવા દ્વારા ગૃહસ્થોનો અપકારી બને છે, તથા આહારની લોલુપતાના કારણો ધર્મમાં ઉપકારી ન બને તેવા આહારને ગ્રહણ કરવા દ્વારા ધર્મરૂપ કાયાનો અપકારી બને છે, તેને સર્વસંપત્કરી ભિક્ષાનો નિષેધ કર્યો છે, અર્થાત્ તેને સર્વસંપન્કરી ભિક્ષા ન હોય એમ જણાવ્યું છે. જિનોએ ભિક્ષાનો ઉપદેશ કર્યો છે એવા શુભાશયથી– એમ કહીને જે દીનતાથી ભિક્ષા માટે ફરે, ૧ અહીં અહો શબ્દનો આનંદ અર્થ છે. ૨. વેયાવચ્ચ અપ્રતિપાતી છે એનો અર્થ એ છે કે વેયાવચ્ચથી બંધાયેલા પુણ્યકર્મનો નાશ થતો નથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy