________________
અષ્ટક પ્રકરણ
૭૩
૪-અગ્નિકારિકા અષ્ટક
ટીકાર્થ–મોક્ષમાર્ગ– સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર (એ ત્રણે મળીને) મોક્ષમાર્ગ છે. દ્રવ્યાગ્નિકારિકાની કાર્યરૂપ સંપત્તિઓ (દ્રવ્યાગ્નિકારિકાથી મળતી સંપત્તિઓ) પાપનું કારણ હોવાથી અશુભ છે. મોક્ષમાર્ગના સેવનથી મળતી સંપત્તિઓ અધિક શુભ હોય છે. આવો અર્થ મૂળગાથામાં રહેલા પુનઃ શબ્દના અર્થવાળા ૨ શબ્દથી પ્રાપ્ત થાય છે.
અથવા ર શબ્દનો અવધારણ અર્થ છે. તેથી પદયોજના આ પ્રમાણે થાય- દ્રવ્યાગ્નિકારિકાની ફલરૂપ હમણાં કહેલી (રાજ્ય વગેરે) સંપત્તિઓ મોક્ષમાર્ગના અનુષ્ઠાનથી જ દ્રવ્યાગ્નિકારિકા કરવાની અપેક્ષાએ અધિક શુભ પ્રાપ્ત થાય છે, દ્રવ્યાગ્નિકારિકા કરવાથી નહિ, અર્થાત્ દ્રવ્યાગ્નિકારિકા કરવાથી અધિક શુભ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી.
પ્રશ્ન- પ્રાયઃ પ્રાપ્ત થાય છે એમ પ્રાયઃ” કેમ કહ્યું ?
ઉત્તર– જે ભવમાં મોક્ષમાર્ગનું સેવન કરે તે જ ભવમાં મોક્ષ થવાથી કોઇકને શુભસંપત્તિની પ્રાપ્તિ ન જ થાય એ જણાવવા માટે પ્રાયઃ એમ કહ્યું છે.
મોક્ષમાર્ગના અનુષ્ઠાનથી અધિક શુભ અને અનર્થથી રહિત સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. માટે આ અગ્નિક્રિયા અન્યથા (=બીજી રીતે, અર્થાત્ મોક્ષનું લક્ષ છોડીને ભૌતિક સુખ માટે) કરવી યુક્ત નથી એવું નિશ્ચિત થાય છે.'
મોક્ષમાર્ગના સેવનથી અધિક શુભ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે એ કેવી રીતે જાણ્યું ? એવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે
હમણાં કહેલી વ્યવસ્થા અવિસંવાદી આગમોએ કરેલી છે. કહ્યું છે કે-“જેવી રીતે સારી ખેતીમાં આનુષંગિક ફળરૂપે પરાળની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા સાધકને મહાન અબ્યુદયવાળી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.” મુમુક્ષુઓને શાસ્ત્ર પ્રમાણ જ હોય. કહ્યું છે કે-“મુમુક્ષુઓને મોક્ષમાર્ગમાં આગમથી અન્ય કોઇ પ્રમાણ નથી. માટે બુદ્ધિશાળીઓએ આગમમાં યત્ન કરવો જોઇએ, અર્થાત્ આગમ પ્રમાણે માનવું જોઇએ અને કરવું જોઇએ.”
अथ परसमयसमाश्रयणेनैव द्रव्याग्निकारिकाकरणं निराकुर्वन्नाहइष्टापूर्तं न मोक्षाङ्गं, सकामस्योपवर्णितम् । अकामस्य पुनर्योक्ता, सैव न्याय्याग्निकारिका ॥८॥
અહીં સર્વસામાન્ય એવો નિયમ છે કે, સંસાર સુખની ઇચ્છાથી કરેલા ધર્મથી જે સંપત્તિ મળે તેના કરતાં સંસારસુખની ઇચ્છા વિના મોક્ષની ઇચ્છાથી કરેલા ધર્મથી અધિક શુભ સંપત્તિ મળે. બંને પ્રકારના ધર્મથી સંપત્તિ અવશ્ય મળે. આથી સંસાર , સુખની ઇચ્છાથી કરેલા ધર્મથી પણ સંપત્તિ તો મળે, પણ સંસારસુખની ઇચ્છા વિના મોક્ષ માટે કરેલા ધર્મથી મળે તેવી ઉત્તમ ન મળે. આથી અહીં દ્રવ્યાગ્નિકારિકાથી મળતી સંપત્તિથી મોક્ષમાર્ગની સાધનાથી વધારે શુભ સંપત્તિ મળે ઇત્યાદિ કહ્યું છે. અન્ય દર્શનમાં સાંસારિક સુખની કામનાવાળા માટે દ્રવ્યાગ્નિકારિકાનું વિધાન છે. ધર્મ સંસારસુખની ઇચ્છાથી ન કરતાં મોક્ષની ઇચ્છાથી કરવો એવો આ ગાથાનો તાત્પર્યાર્થ છે.