SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૪-અગ્નિકારિકા અષ્ટક ટીકાર્થ– દીક્ષા મોક્ષ માટે કહી છે– દીક્ષાનું સ્વરૂપ જાણનારા પુરુષોએ દીક્ષા મોક્ષ માટે=સકલ કર્મોથી મુક્ત બનવા માટે કહી છે. આ પ્રમાણે હોવાથી જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો છે તેણે મોક્ષસાધક જ અનુષ્ઠાનનો આશ્રય લેવો જોઇએ, પણ દ્રવ્ય અગ્નિકારિકા ન કરવી જોઇએ એવો ભાવ છે. મોક્ષ જ્ઞાન-ધ્યાનનું ફલ છે– દ્રવ્ય અગ્નિકારિકા જ મોક્ષનું સાધન છે એવી આશંકાને દૂર કરવા માટે કહે છે કે, તે મોક્ષ જ્ઞાન અને શુભ એકાગ્રતાથી સાધી શકાય છે, દ્રવ્યાગ્નિકારિકાથી નહિ, અર્થાત્ મોક્ષ જ્ઞાન અને ધ્યાનથી મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે– જ્ઞાન-ધ્યાનનું ફલ એવો મોક્ષ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી જાણી શકાતો ન હોવાથી તમે કેવી રીતે આ જાણ્યું એવો કોઇ પ્રશ્ન કરે તો કહે છે કે “મોક્ષ જ્ઞાન-ધ્યાનનું ફળ છે” એમ શાસ્ત્રમાં કહ્યું છે. જો કે જ્ઞાન-ધ્યાનનું ફલ એવો મોક્ષ ઇંદ્રિયોથી જાણી શકાતો ન હોવાથી પ્રત્યક્ષ અને અનુમાનનો વિષય નથી, તો પણ આગમમાં કહેલો હોવાથી મોક્ષને જ્ઞાન-ધ્યાનના ફલ તરીકે સ્વીકારવો જોઇએ. સર્વ મોક્ષવાદીઓએ આગમનો પ્રમાણ તરીકે સ્વીકાર કર્યો જ છે. જો કે બૌદ્ધો શાસ્ત્રમાં મોક્ષને જેવો કહ્યો છે તેવા મોક્ષને ઇચ્છતા નથી. તો પણ સંશયવિશેષનું કારણ હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિનો હેતુ હોવાના કારણે તેમણે કોઇક રીતે મોક્ષને સ્વીકાર્યો જ છે. (અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જુદા જુદા આગમમાં મોક્ષનું સ્વરૂપ જુદા જુદા પ્રકારનું જણાવ્યું છે. આથી મોક્ષ કેવા સ્વરૂપવાળો છે એવા પ્રકારના સંશયનું કારણ છે. લોક ક્યારેક જેમાં સંશય હોય તેમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. જેમકે-આ દવાથી રોગ દૂર થશે કે નહિ એવા સંશયમાં પણ કદાચ આ દવાથી રોગ દૂર થશે એમ માનીને લોક દવા લેવાની પ્રવૃત્તિ કરે છે. અમુક આહાર આ રોગમાં પથ્ય છે કે અપથ્ય છે એવા સંશયમાં પણ કદાચ આ આહારથી રોગ વધી જાય એમ માનીને લોક એ આહારનો ત્યાગ કરે છે. તે પ્રમાણે બૌદ્ધો મોક્ષનું સ્વરૂપ નિશ્ચિત ન થવા છતાં જેનાથી મોક્ષ મળે તેમાં પ્રવૃત્તિ કરે છે. અને જેનાથી મોક્ષ ન મળે તેનાથી નિવૃત્તિ કરે છે=અટકે છે. આથી બૌદ્ધોએ કોઇક રીતે મોક્ષનો સ્વીકાર કર્યો જ છે.) શાસ્ત્રમાં મોક્ષને જ્ઞાન-ધ્યાનના ફળરૂપે કહ્યો છે એ કેવી રીતે જાયું આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે-કારણ કે શૈવદર્શનના શિવધર્મ નામના આગમમાં આ (હવે કહેવાશે તે) સૂત્ર છે. સૂત્ર એટલે અર્થનું સૂચન કરનાર વાક્ય. આથી તમારા સ્વીકારેલા શાસ્ત્રમાં મોક્ષને જ્ઞાનાદિના ફલ તરીકે (=જ્ઞાન-ધ્યાનથી મોક્ષ મળે છે એમ) કહેલ હોવાથી મોક્ષાર્થી એવા દીક્ષિતે પ્રસ્તુત ભાવ અગ્નિકારિકાથી અન્ય દ્રવ્યઅગ્નિકારિકા ન કરવી જોઇએ. એવો તાત્પર્યાર્થ છે. (૨) तदेव सूत्रं दर्शयन्नाहपूजया विपुलं राज्य-मग्निकार्येण सम्पदः । तपः पापविशुद्ध्यर्थं, ज्ञानं ध्यानं च मुक्तिदम् ॥३॥ वृत्ति:-'पूजया' देवतायाः पुष्पाद्यर्चनलक्षणया, न तु तदन्यया, तदन्यस्यास्तपोज्ञानरूपत्वेन पापवि
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy