________________
અષ્ટક પ્રકરણ
૩-પૂજા અષ્ટક
શુચિભાજન– પવિત્ર ટોપલી (=છાબ) વગેરેમાં રાખેલાં હોય તેવાં. જો પુષ્પો તાજાં અને પવિત્ર છાબ વગેરેમાં રાખેલાં ન હોય તો સ્નાનાદિ શુદ્ધિ પણ માનસિક શાંતિ ન આપે.
અલ્પ- ભગવાનના પ્રત્યપાયો (=અનર્થો) દૂર થયા છે એ નિમિત્તે પુષ્પો આપવાના હોવાથી અથવા પોતાના આઠકમરૂપ પ્રત્યપાયો દૂર કરવા પુષ્પો આપવાના હોવાથી અલ્પ એટલે આઠ પુષ્પો.
ઘણાં– ભગવાનની પૂજા નિમિત્તે ઘણાં પુષ્પો આપવાથી ઘણાં પુષ્પો. શ્લોકમાં બે વા શબ્દોનો પ્રયોગ પ્રભુ પ્રત્યે બહુમાન ભાવની પ્રધાનતાવાળા જીવને અલ્પપુષ્પગુંજ કે બહુપુષ્યપુંજ એ બેમાં ફલ પ્રત્યે કોઇ ભેદ નથી એવું જણાવવા માટે છે.
જાત્યાદિ સંભવ– માલતી ફૂલના વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલાં. આદિ શબ્દથી મોગરા વગેરે ફૂલોનાં વૃક્ષોમાંથી ઉત્પન્ન થયેલાં પુષ્પો.
પૂર્વપક્ષ– અહીં માલતી આદિનો ઉલ્લેખ સુવર્ણ વગેરેનાં પુષ્પોનો નિષેધ કરવા માટે છે. એકવાર ચઢાવેલાં માલતી આદિનાં પુષ્પો નિર્માલ્ય થઇ જતાં હોવાથી ફરી ફરી ચડાવવામાં આવતા નથી. સુવર્ણ વગેરેનાં પુષ્પો તો ફરી ફરી ચડાવવાના હોય છે. એ પ્રમાણે (sફરી ફરી ચડાવવાથી) નિર્માલ્ય આરોપણનો દોષ લાગે.
ઉત્તરપક્ષ– આ કથન યુક્ત નથી. કારણ કે વિવિધ પ્રકારની સુવર્ણ-મોતી-રત્ન આદિની માળાઓથી પૂજા કરવી એવા પાઠથી સુવર્ણાદિનાં પુષ્પોની અનુજ્ઞા આપી છે. સુવર્ણાદિનાં પુષ્પોને ફરી ચડાવવાના નિષેધમાં તો કોણ શું કહે છે ? અર્થાતુ ફરી ચડાવવાનો નિષેધ કોઇ કરતા નથી. પણ જ્યારે ઉતારવામાં ન આવે ત્યારે નિર્માલ્ય આરોપણનો દોષ પણ ન થાય. માલતી આદિનાં પુષ્પો તો કાળ જવાથી ગંધરહિત થાય છે તેથી અવશ્ય ઉતારવા જોઇએ. સુવર્ણ આદિનાં પુષ્પો તેવાં નથી. તેથી અવશ્ય ઉતારવા જોઇએ એવો નિયમ નથી. તેવા પ્રકારની ગંધ ન હોવાથી જ સુવર્ણાદિનાં પુષ્પોને ફરી ચડાવવામાં પણ તેવો દોષ નથી એમ મનાય છે.
પૂર્વપક્ષ વીતરાગને અલંકારો ચડાવવા યુક્ત નથી. કારણ કે તેનાથી વીતરાગના આકારના અભાવની પ્રાપ્તિ થાય છે.
ઉત્તરપક્ષ- પુષ્પોને ચડાવવામાં પણ વીતરાગના આકારનો અભાવ થાય છે. વીતરાગને જેવી રીતે આભૂષણો ન ઘટે તેવી રીતે પુષ્પો પણ ન ઘટે. કારણ કે બંનેનો રાગી જીવો ઉપયોગ કરે છે.
આઠ પુષ્પોથી પૂજા કરવાનું કારણ કહે છે આઠ અપાયોથી વિનિર્મુક્ત અપાય એટલે અનર્થ. જ્ઞાનાવરણીય વગેરે કર્મો અપાયના હેતુ હોવાથી અપાય કહેવાય છે. વિનિર્મુક્ત શબ્દમાં વિ, નિર અને મુક્ત એમ ત્રણ શબ્દો છે. વિ એટલે વિશેષથી, વિશેષથી એટલે પ્રકારતરથી, પ્રકારતરથી એટલે દગ્દરજ્જુ જેવા કરવાથી. નિ એટલે નિતરાં, નિતરાં એટલે સત્તાથી રહિત કરવા. સળંગ અર્થ આ પ્રમાણે છે-દગ્ધ ર જેવાં કરેલાં ભવોપગ્રાહી ચાર કર્મોથી અને સત્તારહિત કરેલાં ચાર ઘાતી કર્મોથી મુક્ત તે વિનિર્મુક્ત. જે દગ્ધરજુ ( બાળેલા દોરડા) જેવા કરવાથી ભવોપગ્રાહી ચાર કર્મોથી મુક્ત છે, અને અતિશય સત્તારહિત કરવાથી ચાર ઘાતી કર્મોથી મુક્ત (=રહિત) છે, તે અષ્ટ કર્મ ૧. વાલી માલતી..