SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અષ્ટક પ્રકરણ ૧-મહાદેવ અષ્ટક प्रकरणार्थमुपसंहरन् विवेचितगुणमहादेवनमस्करणाय आहएवम्भूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग्भक्त्या नमोनमः ॥८॥ वृत्तिः-'एवम्भूताय' अनन्तरोक्तरूपां गुणसम्पदं प्राप्ताय, न परपरिकल्पिताय, 'शान्ताय' रागद्वेषोपशमवते, अनुवादरूपं चेदं विशेषणमिति न पुनरुक्तता शङ्कनीया, तथा 'कृतानि' विहितानि, न तु विधेयानि समाप्तप्रयोजनत्वात्, 'कृत्यानि' कार्याणि येन स 'कृतकृत्यः' तस्मै, तथा धीः केवलज्ञानलक्षणा बुद्धिर्यस्यास्ति स धीमान्, तस्मै 'धीमते', एतदप्यनुवादपरमेव । अन्यैस्तु 'धीमते' सत्त्ववत इति व्याख्यातम् । 'महादेवाय' अनन्तरनिर्णीतस्वरूपाय, 'सततम्' अनवरतम्, 'सम्यगिति' प्रशंसार्थो निपातः, 'सम्यक्' चासौ 'भक्ति'श्च प्रीतिविशेषः सम्यग्भक्तिस्तया 'सम्यग्भक्त्या,' 'नमोनम' इति नमस्कारोऽस्तु । द्विर्वचनेन तु भक्तिकृतं सम्श्रममुपदर्शितवानिति ॥८॥ I પ્રથમષ્ટિવિવાળ સમાપ્તમ્ શા મહાદેવને નમસ્કાર પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતા ગ્રંથકાર જેના ગુણોનું (આ અષ્ટકમાં) વિવેચન કર્યું છે તે મહાદેવને નમસ્કાર કરવા માટે કહે છે – શ્લોકાર્થ– આવા પ્રકારના, શાંત, કૃતકૃત્ય, ધીમાન એવા મહાદેવને સદા સમ્યગુ ભક્તિથી નમસ્કાર હો. (૮) ટીકાર્થ– આવા પ્રકારના=હમણાં જ જેનું સ્વરૂપ કહ્યું છે તેવી ગુણસંપત્તિને પામેલા, નહિ કે પરિકલ્પિત. શાન્ત- રાગ-દ્વેષના ઉપશમવાળા. પૂર્વપક્ષ જે રાગ-દ્વેષથી રહિત છે તે મહાદેવ કહેવાય છે એમ પૂર્વે કહ્યું. જે રાગ-દ્વેષથી રહિત હોય તે શાંત જ હોય. આથી “શાન્ત” એમ કહેવાથી પુનરુક્તિ દોષ થયો. ઉત્તર– શાન્ત એવું વિશેષણ અનુવાદરૂપ =જ્ઞાતવસ્તુના કથનરૂપ) હોવાથી પુનરુક્તિ દોષની શંકા ન કરવી. કૃતકૃત્ય જેણે (કરવા યોગ્ય સઘળાં) કાર્યો કરી લીધા છે તે. અહીં જેને કાર્યો કરવા યોગ્ય છે તે કૃતકૃત્ય એવો અર્થ ન કરવો. કેમકે દેવનાં સર્વ પ્રયોજનો (=કાર્યો) સમાપ્ત થઇ ગયાં છે. ધીમાન– જેમને કેવલજ્ઞાનરૂપ બુદ્ધિ છે તે ધીમાન. આ વિશેષણ પણ અનુવાદ કરવામાં જ તત્પર છે, અર્થાત્ આ વિશેષણ અનુવાદ કરનારું છે. બીજાઓએ ધીમાન એટલે સત્ત્વવાન એવું વ્યાખ્યાન કર્યું છે. મહાદેવને- હમણાં જ જેના સ્વરૂપનો નિર્ણય કર્યો છે તે મહાદેવને
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy