SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૩૩ ૩ર-મોક્ષ અષ્ટક બત્રીસમું મોક્ષ અષ્ટક (આ અષ્ટકમાં મોક્ષસુખનું સ્વરૂપ જણાવીને મોક્ષમાં વિષયસુખનાં સાધનોનો ભોગ ન હોવા છતાં સુખ કેમ છે ? એ પ્રશ્નનું યુક્તિથી સમાધાન કરવામાં આવ્યું છે.) સામાયિકથી વિશુદ્ધ કરાયેલ જીવને ઘાતકર્મના ક્ષયથી કેવલજ્ઞાન થાય એમ કહ્યું. હવે સઘળાં કર્મોના ક્ષયથી જે થાય તે જણાવવાને માટે કહે છે – શ્લોકાર્થ– સર્વકર્મોના ક્ષયથી જન્મ-મરણ આદિથી રહિત, સર્વપીડાથી વિમુક્ત અને એકાંતે આનંદથી યુક્ત મોક્ષ થાય છે. (૧) ટીકાર્થ— સર્વકર્મોના ભયથી– જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારના કર્મોના (ફરી ન બંધાય તે રીતે) અત્યંત નાશથી. જન્મ મરણ આદિથી રહિત– આદિ શબ્દથી જરા વગેરેનું ગ્રહણ કરવું. કારણ અભાવથી કાર્યનો અભાવ થાય જ છે. (કર્મરૂપ કારણના અભાવથી જન્મ આદિ રૂપ કાર્યનો અભાવ થાય છે.) સર્વપીડાથી વિમુક્ત સઘળી શારીરિક માનસિક પીડાથી વિમુક્ત. (૧) मोक्ष एवान्यैः परमपदसंज्ञयाभिहित इति परमपदस्वरूपं दर्शयन्नाहयन्न दुःखेन संभिन्नं , न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं यत्, तज्ञेयं परमं पदम् ॥२॥ વૃત્તિ – “ય' પલમ, “ર નૈવ, “ સુન કપુર, મન , રા' નૈવ ૪, ‘પણું' क्षीणम्, 'अनन्तरं' उत्पत्तिक्षणानन्तरम्, अथवा 'अनन्तरं' अव्यवच्छिन्नम्, तथा अभिलाषेभ्यो विविधवा છોડવનીત પતિ “મિત્રાકાપૌતમ્', ‘ય’ પ૫, “ત' તિ તવ, “રે જ્ઞાતિવ્ય, ‘પરી’ - त्तमम्, 'पदं' आस्पदं, सर्वगुणानामिति गम्यम् । मूलटीकाकृता तु नायं श्लोको व्याख्यात इति ॥२॥ બીજાઓએ મોક્ષને જ પરમપદ' એવા નામથી કહ્યો છે. આથી પરમપદનું સ્વરૂપ જણાવતા ગ્રન્થકાર કહે છે– શ્લોકાર્થ- જે દુ:ખથી મિશ્રિત નથી, જે ક્ષયથી યુક્ત નથી, જે અનંતર છે, જે ઇચ્છાથી રહિત છે, તે પરમપદ જાણવું. (૨) ટીકાર્થ– જે અનંતર છે– જે આંતરાથી રહિત છે, અર્થાત્ સતત રહે છે. (જે ક્ષયથી યુક્ત નથી એનો અર્થ એ થયો કે સદા રહે છે. કોઇ વસ્તુ સદા રહે, પણ વચ્ચે અંતર પડે એવું બને. જેમકે સૂર્ય સદા પ્રકાશે છે. પણ વચ્ચે વચ્ચે વાદળ આવવાથી પ્રકાશથી રહિત બને છે. તેમ અહીં પરમપદ સદા રહે, પણ વચ્ચે વચ્ચે એનો અભાવ થતો નથી એ જણાવવા “જે અનંતર છે” એમ કહ્યું છે. “જે ક્ષયથી યુક્ત નથી' એમ કહીને સદા રહે છે એમ જણાવ્યું, અને “જે અનંતર છે'' એમ કહીને સતત રહે છે એમ જણાવ્યું.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy