SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૧૪. ૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક સમાધિવરને આપો.” આદિ શબ્દથી અરિહંત આદિ ઉપર થતા રાગનું ગ્રહણ કરવું. કહ્યું છે કે, “આ જે સરાગી સાધુઓનો અરિહંતો ઉપર થતો રાગ અને બ્રહાચારી સાધુઓ ઉપર થતો રાગ પ્રશસ્તરાગ છે.”(સંબોધપ્રકરણ ૪-૩૩) અહીં આ અભિપ્રાય છે – પ્રાર્થનીય અરિહંતો વીતરાગ હોવાથી બોધિલાભ આદિનું દાન આપે તે અસંભવિત છે. તો પણ ભગવંતો પ્રત્યે ભક્તિને જ જણાવતા (=પ્રગટ કરતા) ભાવોત્કર્ષના કારણે રાગી જીવનું આ પ્રણિધાન શુભ જ છે. કહ્યું છે કે, “બોધિ આદિની પ્રાર્થના અસત્ય-અમૃષા (વ્યવહાર) ભાષા છે. જો કે જેના રાગ-દ્વેષ ક્ષીણ થઇ ગયા છે તેવા અરિહંતો સમાધિને અને બોધિને આપતા નથી, તો પણ આ ભાષા કેવળ ભક્તિથી બોલાયેલી છે.” (આવ. નિ. ૧૦૯૫ લોગસ્સસૂત્રના અર્થાધિકારમાં) જો મોહસંગત પણ આ પ્રણિધાન માત્ર ઉદારતાની અપેક્ષાએ નિર્દોષ હોય તો આ પ્રણિધાન તેનાથી અધિક નિર્દોષ થશે. જેમકે-“અંધ વગેરે જીવોનું જે અજ્ઞાન છે તે સદા મારામાં જ થાઓ અને મારા જ્ઞાનના સંબંધથી તેમનામાં સદા ચેતન્ય થાઓ.” જો આ પ્રણિધાનનો અસંભવ હોવાથી આ પ્રણિધાન મોહસંગત છે તો બીજા સ્થળે પણ અસંભવ તુલ્ય જ છે. (૬) यदपि व्याघ्रादेः स्वीकायमांसदानादावतिकुशलं चित्तं परेणेष्यते, तदपि सामायिकापेक्षया असाध्विति दर्शयन्नाह अपकारिणि सद् बुद्धि-विशिष्टार्थप्रसाधनात् । आत्मम्भरित्वपिशुना, तदपायानपेक्षिणी ॥७॥ वृत्तिः- 'अपकारिणि' अपकारकरणशीले बुद्धमांसभक्षके व्याघ्रादौ दुर्जने वा विषयभूते, सन् शोभनोऽयमिति बुद्धिर्मतिः 'सबुद्धिः', कुत इत्याह- विशिष्टार्थस्य पीडोत्पादकतया कर्मकक्षकर्त्तनसाहाय्यककरणतः सकलशरीरनिर्वृतिहेतुभूतसर्वज्ञतासौधशिखरारोहणलक्षणस्य प्रधानवस्तुनः प्रसाधनं निष्पादनं 'विशिष्टार्थप्रसाधनं' तस्मात्, या सद्बुद्धिः सा किंमित्याह- आत्मानमेव न परं बिभर्ति पुष्णातीति आत्मम्भरिस्तद्धावं पिशुनयति सूचयतीति 'आत्मम्भरित्वपिशुना', कुत एतदित्याह- यतोऽसौ तेषां बुद्धशरीरापकारिणां व्याघ्रादीनां येऽपाया दुर्गतिगमनादयस्तान्नापेक्षत इत्येवं शीला 'तदपायानपेक्षिणी', आत्मम्भरित्वं परापकारानपेक्षित्वं च महद् दूषणं महतामिति ॥७॥ અન્યથી (બુદ્ધથી) વાઘ આદિને રવમાંસદાન આદિમાં જે અતિકુશલચિત્ત મનાય છે તે પણ સામાયિકની અપેક્ષાએ શુભ નથી એમ જણાવતા ગ્રન્થકાર કહે છે– શ્લોકાર્ધ– વિશિષ્ટ અર્થ સિદ્ધ કરવાના કારણે અપકારીમાં થતી સદ્બુદ્ધિ સ્વાર્થની સૂચક છે, અને તેના અપાયની અપેક્ષાથી રહિત છે. (૭)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy