________________
અષ્ટક પ્રકરણ
૨૬
૧-મહાદેવ અષ્ટક
વિભાગોમાં પૂર્વાપરનો વિરોધ વગેરે જે દોષો તે દોષોથી રહિત.
અથવા ત્રિકોટિ એટલે કષ-છેદ-તાપથી પરીક્ષા. શાસ્ત્રરૂપ સુવર્ણની કષ-છેદ-તાપથી કરવામાં આવતી પરીક્ષારૂપ ત્રિકોટિમાં જે દોષો તે દોષોથી રહિત.
શાસ્ત્ર- જેનાથી ( જેના દ્વારા) પદાર્થો કહેવાય તે શાસ્ત્ર. શાસ્ત્ર એટલે આગમ.
“આવા પ્રકારના સદ્વર્તનથી યુક્ત” એમ કહીને કામાસક્ત પુરુષને ઉચિત અયોગ્ય વર્તનવાળા ઉપદેશકોના મહાદેવપણાનો નિષેધ કર્યો. કારણ કે રાગાદિથી થનારી અયોગ્ય ચેષ્ટાવાળાઓનું પણ મહત્ત્વ કલ્પવામાં સઘળાયના મહત્ત્વનો પ્રસંગ આવે. કહ્યું છે કે-“વિષયોમાં આસક્ત, શત્રુ ઉપર પ્રહાર કરનાર, પ્રપંચ કરનાર, અનુગ્રહ-શાપ કરનાર અને સામાન્ય પુરુષવર્ગ સમાન સ્વભાવવાળાનું મહત્ત્વ કલ્પવામાં સર્વનું મહત્વ થાય.”
“શાસ્ત્ર રચ્યું” એમ કહીને જેઓ નહિ રચેલા પણ શાસ્ત્રને સ્વીકારે છે તેમના મતનું નિરાકરણ કર્યું છે. નહિ રચેલા શાસ્ત્રને કહેનારાઓ આ પ્રમાણે કહે છે-તે દેવે ધ્યાન પ્રાપ્ત કર્યો છતે અને ચિંતામણિ રત્નની જેમ સ્થિતિ પામે છતે ભીંત આદિમાંથી પણ ઇચ્છા પ્રમાણે દેશનાઓ નીકળે છે (=સંભળાય છે). તેનું નિરાકરણ આ પ્રમાણે છે– ભીંત આદિમાંથી નીકળેલી દેશનાઓ આખ પુરુષના ઉપદેશથી રહિત છે. આથી તે દેશનાઓમાં આ દેશના કોણે કહેલી છે એવો વિશ્વાસ ન થાય.”
વળી- જો કે તે ભગવાનને અચિંત્ય પુણ્યનો સમૂહ હોય છે, આથી તે ભગવાનને અતિશયો છે, તો પણ વચનમાં વિરોધ નથી. આથી વચનમાં વ્યાઘાત કરનારી ભીંત આદિમાંથી દેશનાઓ નીકળે છે એવી કલ્પનાથી શું? અર્થાત્ આવી કલ્પના બરોબર નથી.
મોક્ષમાર્ગરૂપ શાસ્ત્ર રચ્યું” એમ કહીને પુરુષ નહિ રચેલા શાસ્ત્રની અપ્રામાણિકતાને પ્રગટ કરી છે. કારણ કે પુરુષ નહિ રચેલા શાસ્ત્રનો સંભવ જ નથી. તેનો અસંભવ આ પ્રમાણે છે-જે જે વચનરચના છે તે તે વચનરચના પુરુષની કરેલી જોવામાં આવી છે. જેમ કે કુમારસંભવ કાવ્ય વગેરે. વેદ વચનરચનારૂપ છે. આથી વેદ પુરુષથી રચાયો છે. કહેવાની ઇચ્છાથી તાળવા આદિની પ્રવૃત્તિ થાય છે. વચન પુરુષના તાળવા આદિની પ્રવૃત્તિથી થાય છે. પુરુષના તાળવા આદિની પ્રવૃત્તિથી થનારા વચન સ્વરૂપ વેદનું અપૌરુષેયપણું (=વેદ પુરુષથી રચાયેલ નથી એમ માનવું) વિરુદ્ધ છે. કહ્યું છે કે-“વર્ણ (=અક્ષરસમૂહ) તાળવા વગેરે સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે, અને વેદ વર્ણવરૂપ છે એ સ્પષ્ટ છે. તથા તાળવા વગેરે તો પુરુષને હોય છે. તેથી આ વેદ અપારુષેય (=પુરુષથી રચાયો નથી) એવી પ્રતીતિ શી રીતે થાય? અર્થાત્ ન થાય.” (સ્યાદ્વાદ મંજરી-શ્લોક-૧૧)
મોક્ષમાર્ગરૂપ શાસ્ત્ર” એમ કહીને જેઓએ શાસ્ત્રની અપ્રામાણિકતાનો આશ્રય કર્યો છે, અર્થાત્ જેઓ શાસ્ત્રને પ્રમાણરૂપ માનતા નથી, તેમના મતનું ખંડન કર્યું છે. તેઓ આ પ્રમાણે માને છે-પ્રત્યક્ષના વિષયવાળા (=પ્રત્યક્ષ દેખાતા) પણ પદાર્થમાં વચનનો વ્યભિચાર (=વચનનું અસત્યપણું) જોવામાં આવતું હોવાથી વચન (=શાસ્ત્ર) પ્રમાણરૂપ નથી. તેમનું આ કથન યુક્ત નથી. કારણ કે અમોએ સારી રીતે (=પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી) નિશ્ચિત થયેલા આપ્તપુરુષે રચેલા જ વચનની પ્રામાણિકતાનો સ્વીકાર કર્યો છે. સારી રીતે નિશ્ચિત થયેલા આપ્તપુરુષથી અન્યપુરુષના વચનનો વ્યભિચાર જોઇને સર્વ વચનોની અપ્રામાણિકતા નિશ્ચિત કરવી યોગ્ય