SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક ,, હું પણ— કેવળ માતા-પિતા જ ઘરમાં રહેશે એમ નહિ, કિંતુ હું પણ ઘરમાં રહીશ એમ “પણ” શબ્દનો અર્થ છે. ૨૭૬ પૂર્વપક્ષ— માતા પિતાના જીવતા સુધી પ્રભુનો ઘરવાસ થયો તે વિશેષ પ્રકારના ચારિત્રમોહનીય કર્મના ઉદયથી થયો કે બીજી રીતે ? તેમાં જો પહેલો પક્ષ છે તો વિશેષ પ્રકારના કર્મનો ઉદય જ ઘરવાસનું કારણ છે, અભિગ્રહ નહિ. તેથી અભિગ્રહથી શું ? હવે જો વિશેષ પ્રકારના ચારિત્રમોહનીયના ઉદયના અભાવના કારણે ઘરવાસ થયો એવો પક્ષ છે તો તે પણ અસંગત છે. કારણકે વિશેષ પ્રકારના મોહનીય કર્મના અભાવમાં વિરતિ જ થવાથી ઘરવાસનો અસંભવ છે. આ પ્રમાણે અભિગ્રહ ક૨વો એ વ્યર્થ જ છે. ઉત્તરપક્ષ— વિશેષ પ્રકારના મોહનીય કર્મના ઉદયથી જ પ્રભુનો ઘરવાસ થયો. પરંતુ તે કર્મ સોપક્રમ હતું. આથી જો માતાપિતાના ઉદ્વેગનો ત્યાગ આદિ આલંબનથી અભિગ્રહ ન કરવામાં આવે તો (કર્મ દૂર થઇ જવાથી) વિરતિ જ થાય. આથી ગૃહવાસ નિમિત્તે અભિગ્રહ કરવો એ અસંગત નથી. કર્મો સોપક્રમ હોય છે, એમ (શાસ્ત્રમાં) કહેવાય છે. કહ્યું છે કે-કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવને પામીને કહ્યા છે.'' (વિશેષા૦-૫૭૫) તેથી અહીં કહેલા વિશેષ પ્રકારના અભિગ્રહરૂપ ભાવને આશ્રયીને (=આવો અભિગ્રહ ન કરે તો) વિશેષ પ્રકારના મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. આથી પ્રભુએ અભિગ્રહ કર્યો તે વ્યર્થ નથી. (૪) ननूक्ताभिग्रहकरणात्पित्रुद्वेगनिरासो महतां च स्थितिसिद्धिरिति सङ्गतम्, यत्पुनरिष्टकार्यसमृद्धिरिति, तदसाम्प्रतम्, गृहावस्थानस्य प्रव्रज्याविरोधित्वादित्यस्यामाशङ्कायामाह - इमौ शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रव्रज्याप्यानुपूर्व्येण, न्याय्याऽन्ते मे भविष्यति ॥५॥ . વૃત્તિ:— ‘મો’ પ્રત્યક્ષાસનૌ, ‘ગુરૂ’ કૃતિ સમ્બન્ધ:, ‘શુશ્રૂષમાળસ્થ’ પરિવતો ‘મે’ રૂતિ યોગ:, તથા તછુકૂપાર્થમેવ ‘ગૃહાન્’ ગેહં, ‘આવસતો’ અધિતિષ્ઠત: સત:, 'ગુરૂ' માતાપિતî, ‘પ્રવ્રખ્યાપિ’ ચિવનીપિતાના િતાપિ, આસ્તાં પિત્રુદેશનિામાવિ, ‘આનુપૂર્વ્યળ' પરિપાટ્યા, ‘ન્યાય્યા' ન્યાયોપપના, યુક્તેત્યર્થ:, 'અને' ગુરુશુશ્રૂષાવસાને વ, ‘મે’ મમ, ‘ભવિષ્યતિ’ સમ્મત્સ્યતે ।। ઉક્ત અભિગ્રહ કરવાથી માતા-પિતાના ઉદ્વેગનો ત્યાગ અને મહાપુરુષોની વ્યવસ્થાની સિદ્ધિ એ (બે) સંગત છે. પણ ઇષ્ટ કાર્યની સિદ્ધિ એમ જે કહ્યું તે યોગ્ય નથી. કારણ કે ગૃહવાસ પ્રવ્રજ્યાનો વિરોધી છે. આવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે— શ્લોકાર્થ— ઘરમાં રહેતા અને માતાપિતાની સેવા કરતા એવા મારી અનુક્રમે અંતે યોગ્ય દીક્ષા પણ થશે. (૫) ટીકાર્થ— ઘરમાં રહેતા=માતા-પિતાની સેવા કરવા માટે જ ઘરમાં રહેતા. અંતે— માતા-પિતાની સેવાના અંતે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy