SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૭૩ ૨પ-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક અભિગ્રહ એટલે વિશેષ પ્રકારની પ્રતિજ્ઞા. ભગવાને કરેલી વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે. (૨) किमर्थमसावभिग्रह इत्याहपित्रुद्वेगनिरासाय, महतां स्थितिसिद्धये । इष्टकार्यसमृद्ध्यर्थ-मेवम्भूतो जिनागमे ॥३॥ वृत्तिः- माता च पिता च पितरौ, तयोरुद्वेगश्चित्तसंतापस्तस्य निरासोऽभावः पित्रुद्वेगनिरासस्तस्मै "पित्रद्वेगनिरासाय,' यतन्ते च महान्तो विश्वस्यापि उद्वेगनिरासार्थं तेषां तथास्वभावत्वात्, विशेषतः पुनः पित्रोः अतिदुष्प्रतिकारित्वात्तयोरिति, तथा 'महतां' महापुरुषाणाम्, "स्थितिसिद्धये' व्यवस्थासाधनाय, अन्येऽपि महान्तो मातापित्रुद्वेगनिरासेन प्रवर्तन्तामित्येतदर्थं, प्रधानमार्गानुसारित्वाज्जनस्येति, तथा 'इष्टकार्य', वाञ्छितप्रयोजनं मोक्षार्थिनां मोक्षोपायभूता प्रव्रज्या तस्य समृद्धिर्निष्पत्तिरिष्टकार्यसमृद्धिः तस्यै इदं 'इष्टकार्यसमृद्ध्यर्थम्,' इदं चाभिग्रहः कृत इति गम्यमानक्रियाविशेषणं, मोक्षसिद्धिहेतोरित्यर्थः, सिध्यति हि मोक्ष उचितप्रवृत्त्या, अनुचितप्रवृत्तिस्तु तद्विघ्न इति, ‘एवम्भूतो' वक्ष्यमाणस्वरूपोऽभिग्रह इति योगः, 'जिनागमे' आप्तवचने, श्रूयते इति सम्बन्धः, पठ्यते चावश्यकनियुक्ती- "अह सत्तमम्मि मासे, गम्मत्यो चेव अभिग्गहं गिण्हे । नाहं समणो होहं, अम्मापियरम्मि जीवंते ॥१॥ ति॥॥३॥ આ અભિગ્રહ શા માટે કર્યો એ અંગે કહે છે– શ્લોકાર્થ– માતાપિતાના ઉદ્ગના અભાવ માટે, મહાપુરુષોની વ્યવસ્થાની સિદ્ધિ માટે, અને ઇષ્ટકાર્યની સિદ્ધિ માટે આવા પ્રકારનો ( નીચે મુજબનો) અભિગ્રહ જિનાગમમાં સંભળાય છે. (૩) ટીકાર્થ– માતાપિતાના ઉદ્વેગના અભાવ માટે– ઉદ્વેગ એટલે ચિત્તસંતાપ. મહાપુરુષો વિશ્વના પણ ઉદ્વેગને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે તેમનો તેવો સ્વભાવ છે. મહાપુરુષો માતાપિતાના ઉદ્ગ ને દૂર કરવા માટે વિશેષથી પ્રયત્ન કરે છે. કારણ કે તેમના ઉપકારનો બદલો વાળવો અતિશય કઠીન મહાપુરુષોની વ્યવસ્થાની સિદ્ધિ માટે– બીજા પણ મહાપુરુષો (મારું દષ્ટાંત લઇને) માતાપિતાના ઉદ્ગ ને દૂર કરીને પ્રવૃત્તિ કરે એ માટે અભિગ્રહ કર્યો. કારણ કે લોક મુખ્યના માર્ગને અનુસરે છે=મુખ્ય પુરુષ જેમ કરે તેમ કરે છે. ઇષ્ટકાર્યની સિદ્ધિ માટે– મોક્ષાર્થીઓને મોક્ષના ઉપાયભૂત દીક્ષા ઇષ્ટકાર્ય છે. શ્રી મહાવીર ભગવાને દીક્ષા રૂપ ઇષ્ટકાર્યની સિદ્ધિ થાય એ માટે, અર્થાત્ મોક્ષની સિદ્ધિ માટે અભિગ્રહ કર્યો. ઉચિત પ્રવૃત્તિથી મોક્ષ સિદ્ધ થાય છે. અનુચિત પ્રવૃત્તિ મોલમાં વિઘ્નરૂપ છે. આવા પ્રકારનો=જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે તેવો. २१. अथ सप्तमे मासे गर्भस्थ एव अभिग्रहं गृह्णाति । नाहं श्रमणो भविष्यामि अम्बापित्रोर्जीवतोरिति ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy