SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૬ર ૨૩-શાસનમાલિ નિષેધ અષ્ટક ત્રડ તોડવામાં અત્યંત હોંશિયાર (=સમર્થ) એવા સધર્મરૂપ તીણ કુહાડાનો ઉપદેશ આપ્યો. તેથી તીર્થંકર પધાર્યા છે એવો વૃત્તાંત જાણીને અંતઃપુર અને નગરજનથી પરિવરેલો, ભક્તિસમૂહથી આકર્ષાયેલ મનવાળો તે નગરનો રાજા જિનની પાસે આવ્યો. વણિકનાયકના તે બે પુત્રો પણ ભક્તિથી અને કૌતુકથી ત્યાં આવ્યા. પછી ભગવાને જીવસમૂહના કર્મબંધનું કારણ કહ્યું. મુક્તિના કારણનું વર્ણન કર્યું. સંસારની અસારતા બતાવી. મોક્ષસુખ અનંત છે એમ બતાવ્યું. આથી મોહનિદ્રા દૂર થવાથી સૂર્યના કિરણ સમૂહથી કમળશ્રેણિઓ વિકાસ પામે તેમ ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા. તેથી તે બે વણિકપુત્રોમાં પણ મોટાને બોધિની પ્રાપ્તિ થઇ. બીજો તો વજના ચોખાની જેમ દુઃખે કરીને ભેદી શકાય તેવો હોવાથી તેને બોધિ ન થઇ. તેથી મોટાને “અહો ! હું ધન્ય છુ કે જેથી અપાર સંસાર સમુદ્રમાં ડૂબેલા મારા વડે આવા પ્રકારનું સદ્ધર્મરૂપ વહાણ પ્રાપ્ત કરાયું,” એ પ્રમાણે હર્ષ થયો. બીજો તો ક્લિષ્ટકર્મના કારણે મધ્યસ્થ જ રહ્યો. પછી તે બેએ આપણા ધર્મપરિણામવિશેષમાં ભેદ થયો છે એમ પરસ્પરના અભિપ્રાયને જાણ્યો. પછી મોટાએ ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! સમાન સ્નેહવાળા અમારા બેનો ધન-રૂપ-વિનય આદિનો સંબંધ તુલ્ય જ થયો છે, અર્થાત્ ધન આદિથી અમે બંને સમાન છીએ. પણ હમણાં મુક્તિરૂપ ફળ માટે કલ્પવૃક્ષ સમાન સમ્યકત્વરૂપ ધનની પ્રાપ્તિમાં અસમાનતા થઇ. કારણ કે મારો મિત્ર સમ્યકત્વરૂપ ધનથી રહિત છે. તેથી આમા શું કારણ છે? પછી ભગવાને કહ્યું: હે ભદ્ર ! તમે બે ભવાંતરમાં ગામમુખીના પુત્રો હતા. પછી વ્યસનથી દૂષિત થયેલા તમે બંને ચોરી કરવામાં તત્પર થયા. એકવાર અન્યગામમાં જઇને ગાયોનું અપહરણ કર્યું. પછી તે ગાયોને પોતાના સ્થાનમાં લઇ જતા તમારા બેની પાછળ કોટવાળો લાગ્યા. આ જાણીને કોટવાળોના ભયથી ભાગતા તમે બંને ગિરિગુફામાં પ્રવેશ્યા. ગિરિગુફામાં આતાપના લેતા મહાતપસ્વીને તમે બંનેએ જોયા. તેથી સંવેગને પામેલો તે આ પ્રમાણે બોલ્યોઃ આમનો જન્મ સફળ છે. આમણે સર્વ પુત્ર-પત્ની-મિત્ર આદિના સંબંધનો ત્યાગ કર્યો છે. આ સંતોષસુખરૂપ સાગરમાં ડૂબેલા છે. એમનું ચિત્ત ધર્મમાં રત છે. એ વિષયોથી વિરામ પામેલા છે, અને સ્વર્ગ-મોક્ષનો સંબંધ થાય એ માટે તપ કરે છે. ઉભય લોકમાં નિંદ્ય બનેલી, અનર્થરૂપફળવાળી અને ક્લેશરૂપ ઘણા ફળવાળી ચોરીનો આશ્રય લેનારા મારા જેવાઓ અધન્ય છે. સાધુની આવી સુંદર પ્રશંસાએ તારા બોધિબીજને ઉત્પન્ન કર્યું. બીજાને તો બોધિબીજને બાળી નાંખનાર મુનિ ઉપર દ્વેષ થયો. તને બોધિ થવાનું અને બીજાને ન થવાનું આ કારણ છે. (૬) उपसंहरन्नाहइति सर्वप्रत्येनो-पघातः शासनस्य तु । प्रेक्षावता न कर्तव्य, आत्मनो हितमिच्छता ॥७॥ : IIળા कर्तव्यं च किमित्याहकर्तव्या चोनतिः सत्यां, शक्ताविह नियोगतः । प्रधानं कारणं ह्येषा, तीर्थकृन्नामकर्मणः ॥८॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy