SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૫૬ ૨૩-શાસનમાલિન્યનિષેધ અષ્ટક છે, શોભે છે. (પ્રવચન સારોદ્ધાર–૯૩૬). | સર્વ સુખોનું નિમિત્ત– સમ્યકત્વ મનુષ્ય-દેવભવમાં થનારા વિશેષ પ્રકારના સર્વ આનંદનું કારણ છે. કહ્યું છે કે-“સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે (પૂર્વ આયુષ્ય ન બાંધ્યું હોય તો) નરક-તિર્યંચગતિનાં બારણાં બંધ થાય છે, અને દેવ-મનુષ્ય ભવના તથા અંતે મોક્ષનાં પણ સુખો સ્વાધીન થાય છે.” (ઉપદેશમાળા-૨૭૦) સિદ્ધિસુખને લાવનારું છે– મોક્ષસુખને પ્રાપ્ત કરાવનારું છે. પ્રશ્ન- મોક્ષસુખ માત્ર સમ્યકત્વથી થતું નથી. કિંતુ સમ્યગ્દર્શન વગેરે ત્રણથી થાય છે. કહ્યું છે કે“સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે.” (તત્ત્વાર્થાધિગમ સૂત્ર– ૧-૧) તેથી સમ્યકત્વ સિદ્ધિ સુખને લાવનારું કેવી રીતે છે ? ઉત્તર– સહાયસહિત સમ્યગ્દર્શન સિદ્ધિ સુખનું સાધક છે. તેથી કાર્યસાધક સામગ્રી સમૂહમાં સમ્યગ્દર્શનનો અંતર્ભાવ થતો હોવાથી સમ્યકત્વ સિદ્ધિસુખને લાવનારું છે એમાં કોઇ વિરોધ નથી. જેવી રીતે બીજાદિ કારણસમૂહથી અંકુર ઉત્પન્ન થાય છે, આમ છતાં વર્ષાદ અંકુરનું કારણ કહેવાય છે, તેવી રીતે પ્રસ્તુતમાં પણ જાણવું. (૪) अथ पूर्वोक्तस्य प्रवचनमालिन्यस्य वर्जनमुपदिशन्नाहअतः सर्वप्रयत्नेन, मालिन्यं शासनस्य तु । प्रेक्षावता न कर्तव्यं, प्रधानं पापसाधनम् ॥५॥ वृत्तिः- यतोऽनाभोगविहितमपि शासनमालिन्यं घोरसंसारकारणभूतमिथ्यात्वकर्मनिबन्धनं भवति, 'अत' एतस्मात्कारणात्, 'सर्वप्रयत्नेनं सर्वादरेण, 'मालिन्यं' दूषणम्, 'शासनस्य' प्रवचनस्य, 'तुशब्दो'ऽवधारणार्थः तस्य च प्रयोगं दर्शयिष्यामः, 'प्रेक्षवता' बुद्धिमता, 'न कर्तव्यं' नैव विधातव्यम्, कुत इत्याह'प्रधानम्' उत्कृष्टम्, ‘पापसाधनं' अशुभकर्मनिबन्धनं, यत इति गम्यमिति ॥५॥ હવે પૂર્વોક્ત શાસનમાલિચનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– આથી બુદ્ધિમાન પુરુષે સંપૂર્ણ આદરથી શાસનમાલિન્ય ન જ કરવું જોઇએ. કારણ કે શાસનમાલિન્ય પાપનું ઉત્કૃષ્ટ કારણ છે. (૫) ટીકાર્થ– આથી=અનાભોગથી કરેલું પણ શાસનમાલિન્ય ભયાનક સંસારનું કારણ એવા મિથ્યાત્વકર્મનું કારણ છે તેથી. પાપનું અશુભ કર્મબંધનું. (૫) कुत एतदेवमित्याहअस्माच्छासनमालिन्या-ज्जातौ जातौ विगर्हितम् । प्रधानभावादात्मानं, सदा दूरीकरोत्यलम् ॥६॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy