SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ રર૪ ૧૯-મદ્યપાનદૂષણ અષ્ટક તત મથાવનાના પુન:, “અષ્ટસીમ' નિહતતપોવીર્ય, “રા' રવિ, વા' પ્રાણાયાત્યજ, તુર્તિ નરશી, ' પ્રાપ્ત કૃતિ ઝાડા અથ' કાયોનની હિં- “ફ' અને પ્રશાળ, 'दोषाकरो' दूषणोत्पत्तिभूमिः, 'मद्यं' मदिरा, विज्ञेयं ज्ञातव्यम्, 'धर्मचारिभिः' कुशलानुष्ठानसेवाशीलैरिति ॥८॥ | | પોવિંશતિતમાષ્ટવિવરdf સમાપ્તમ્ III આ દષ્ટાંતને જ બતાવવા ગ્રંથકાર પાંચ શ્લોકોને કહે છે – શ્લોકાર્થ– ટીકાર્થ– કોઇ ઋષિએ જંગલમાં રહીને હજારો વર્ષ સુધી ઉગ્રતાની સાધના કરી. “ઉગ્રતપના પ્રભાવથી આ ઋષિ મને ઇંદ્રપદથી વ્યુત કરશે.” એવી આશંકાથી ઇંદ્ર ગભરાયો. ઋષિને તપથી સાધનાથી પતિત કરવા ઇન્દ્ર દેવાંગનાઓને મોકલી. તેના તપતેજથી તે વનમાં પ્રવેશ કરવા અસમર્થ બનેલી દેવાંગનાઓએ વનની બહાર રહીને ઋષિની સામે ખીલેલાં પુષ્પો વયાં. પછી મસ્તકે હાથરૂપ મુકુલસંપુટ કરીને (=અંજલિ જોડીને) અતિશય નમી. પછી ઋષિમાં રહેલા ગુણોના ગીતની પ્રધાનતાવાળું નાટક કર્યું. તેથી ઋષિનું ચિત્ત નાટક તરફ આકર્ષાયું અને જાણે ચિત્રમાં આલેખાયેલા હોઇ તેમ સ્થિર થઇ ગયા. પછી દેવાંગનાઓ તે ઋષિની પાસે આવીને વિવિધ પ્રવચનો બોલવાં, અંજલિ કરવી, પગે પડવું વગેરે દ્વારા ઋષિને પ્રસન્ન કર્યા. વરદાન આપવા તત્પર બનેલા ઋષિને વિવિધ પ્રકારના સોગંદ આપવા પૂર્વક દેવાંગનાઓએ કહ્યું: મઘ, હિંસા કે અબ્રહ્મ એ ત્રણમાંથી આપને જે ગમે તે એકનું સેવન કરો. આ સાંભળી ત્રઋષિ વિચારમાં પડી ગયા. વિચારણા કરીને હિંસા અને અબ્રહ્મ નરકનાં કારણો છે. જ્યારે મદ્ય, ગોળ-ધાવડી-પાણી વગેરે શુદ્ધ વસ્તુઓથી બનેલું હોવાથી નિર્દોષ છે એમ સ્વશાસ્ત્રના અનુસારે નિર્ણય કર્યો. પછી મઘનું પાન કરીશ એમ સ્વીકારીને વિવિધ પ્રકારના અદ્ભુત મણિખંડોથી અલંકૃત સુવર્ણપાત્રમાં મૂકેલ, અતિશય સુગંધથી આકર્ષાયેલ, ભ્રમરસમૂહથી જેનું આકાશમંડલ ઘેરાયેલું છે, તેવા ઇંદ્રિયોની અને ભ્રમરસમૂહની આસક્તિને વધારનાર, દેવાંગનાઓ વડે સંભ્રમપૂર્વક પાસે મૂકેલ મદ્યનું સેવન કર્યું. તેથી તેની શુભાનુષ્ઠાનરૂપ ધર્મની વ્યવસ્થા નાશ પામી, અર્થાત્ અનુષ્ઠાનો સમયસર અને વિધિપૂર્વક કરવા જોઇએ, તેના બદલે અનુષ્ઠાનો ક્યારેક કરે, ક્યારેક ન કરે, સમયસર ન કરે, અવિધિથી કરે, ઇત્યાદિ રૂપે ધર્મની વ્યવસ્થા નાશ પામી. તેથી ચિત્તની અસ્થિરતાના કારણે મદ્યપાનના "ઉપદંશ માટે બકરાને હણ્યો. તથા બકરાના માંસને પકાવવા માટે લાકડા માટે આરાધ્યદેવની કાષ્ઠની પ્રતિમાને ભાંગવી વગેરે જે પાપ, તથા દેવાંગનાઓએ જે પાપ કરવાનું કહ્યું અને જે પાપ કરવાનું ન કહ્યું તે બધાં પાપો તેણે કર્યો. મદ્યના સેવન પછી તપનું સામર્થ્ય હણાઇ ગયું. અંતે મરણ પામીને તે ઋષિ નરકરૂપ દુર્ગતિમાં ગયા. કુશલ અનુષ્ઠાન કરવાના સ્વભાવવાળા લોકોએ મધને આ પ્રમાણે દોષોની ખાણ જાણવું. (૪ થી ૮) ઓગણીસમા મદ્યપાન દૂષણ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું. ૧. ઉપદંશ એ મદ્યપાન કર્યા પછી પ્રીતિ ઉત્પન્ન કરનાર એક પ્રકારનું ચાટણ છે. જેમ ખોરાક ખાધા પછી મુખવાસ લેવામાં આવે છે તેમ મદ્યપાન કર્યા પછી ઉપદંશનો ઉપયોગ કરવામાં આવે છે. ૩૫તંત્વવતંગ્ઝક્ષut uપાશન (અભિચિં. શ્લોક ૯૦૭)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy