SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૬ ૧૬-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક જ છે. કેમકે તે પ્રમાણે જ જોવામાં આવે છે (=અનુભવ થાય છે.) તે આ પ્રમાણે-જીવ અમૂર્ત (=અરૂપી) છે અને શરીર મૂર્ત છે, મૂર્ત અને અમૂર્ત એ બંને અત્યંત વિલક્ષણ (ભિન્ન) હોવાથી શરીર અને આત્મામાં ભેદ છે. તથા શરીરને સ્પર્શ થતાં અનુભવ જીવને થાય છે માટે તે બેમાં અભેદ છે. કહ્યું છે કે–જીવ અને શરીરમાં પણ ભેદભેદ છે, અર્થાત્ જીવ અને શરીર કથંચિત ભિન્ન=જુદા છે, અને કથંચિત્ અભિશ=એક પણ છે. કારણ કે તે પ્રમાણે અનુભવ થાય છે. શરીર મૂર્તિ છે અને જીવ અમૂર્ત છે. હવે જો બંને સર્વથા જુદા હોય તો વિરોધી એ બેનો યોગ કેવી રીતે થાય ? ન થાય. તથા શરીરને સ્પર્શ થતાં તેનો અનુભવ આત્માને થાય છે. જો શરીર અને આત્મા તદ્દન જુદા જ હોય તો શરીરને સ્પર્શ થતાં આત્માને તેનો અનુભવ ન થાય. કેવલ અમૂર્ત આત્માને સ્પર્શ થઇ શકે નહીં. આથી સિદ્ધ થાય છે કે શરીર અને આત્મા કથંચિત્ અભિન્ન છે=એક છે. (પંચવસ્તુક૧૦૯૫). જો એ બંનેમાં સર્વથા ભેદ હોય તો શરીરથી કરાયેલ કર્મનો ભવાંતરમાં અનુભવ (ત્રફળ) ન ઘટે. સર્વથા અભેદમાં પરલોકનો અભાવ થાય. કારણ કે શરીરનો નાશ થતાં આત્માનો નાશ થાય. તેથી સદ્ અસદ્ વગેરે વિષે પણ જાણવું. અર્થાત્ આત્મા સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે વગેરે જાણવું. કહ્યું છે કે જીવ સ્વરૂપથી (=સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી) સત્ છે, પરરૂપથી (=ારદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી) અસતું છે, અર્થાત્ અન્ય (ઘટાદિ)ની અપેક્ષાએ સ્વરૂપથી (=વત્વથી) જ અસતું છે. સ્વનું સત્ત્વ એ જ પરનું અસત્વ છે એમ ન માની શકાય. કારણ કે સ્વનું સત્ત્વ એ જ પરનું અસત્ત્વ છે એનો અર્થ એ થયો કે જેમ સ્વદ્રવાદિથી સ્વનું સત્ત્વ છે તેમ સ્વદ્રવ્યાદિથી જ પરનું અસત્ત્વ પણ છે. આથી સત્ત્વ અને અસત્ત્વ એ બંનેનું નિમિત્ત અભિન્ન=એક જ થયું. અભિન્ન નિમિત્તમાં (એક નિમિત્તમાં) બેની પ્રતીતિ ન થાય. આથી અભિન્ન નિમિત્તમાં સત્ત્વ અને અસત્ત્વનો વિરોધ હોવાથી સ્વસત્ત્વ એ જ અન્યાસત્ત્વ એમ ન માની શકાય. તે આ પ્રમાણે– સત્ત્વ એ જ અસત્ત્વ એવી માન્યતા વ્યાઘાતવાળી (=વાંધાવાળી) છે. ( ર તત્ તત્ર નાસ્તિક) વસ્તુમાં અસત્ત્વ નથી એમ નથી, અર્થાત્ વસ્તુમાં અસત્ત્વ છે. હવે જો વસ્તુમાં અલગ અસત્ત્વ નથી કિંતુ સત્ત્વ એ જ અસત્ત્વ છે એમ માનવામાં આવે તો અસત્ત્વનો અભાવ થઇ જાય. જ્યારે વસ્તુમાં (પરદ્રવ્યાદિથી) અસત્ત્વ છે. (સ્વસર્વવત્વે તત્ત્વ સઃિ ) કદાચ તમે એમ કહેશો કે જે રીતે વસ્તુમાં સત્ત્વ છે તે રીતે અસત્ત્વ પણ છે, તો (તત્સત્વત્રિ ) વસ્તુમાં અસત્ત્વના સત્ત્વનો પણ પ્રસંગ આવે, અર્થાત્ વસ્તુમાં જેમ સ્વદ્રવ્યાદિથી સત્ત્વ છે તેમ સ્વદ્રવ્યાદિથી જ અસત્ત્વ પણ રહે. પૂર્વે કહ્યું તેમ આમાં વિરોધ છે. અથવા સત્ત્વવદત્તે તત્સત્ત્વ એ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે- સર્વવતિ વસ્તુનિ (મસત્ત્વશ્ય) અસત્વે વિમાને તત્સર્વિસન તસ્ય વસ્તુનઃ લેવન સકૂપતામસ=કદાચ તમે એમ કહેશો કે સ્વસત્ત્વવાળી વસ્તુમાં અસત્ત્વ નથી, તો એનો અર્થ એ થયો કે વસ્તુમાં કેવલ સરૂપતા છે, અર્થાત્ વસ્તુ કેવલ સત્ છે, અસતું નથી. કેવલ સત્ વસ્તુમાં પૂર્વે કહ્યું તેમ સુખ વગેરે અને બંધ વગેરે ભાવો ન ઘટે. १. यद् यथा साधितं केनाऽप्यपरेण तदन्यथा । तथैव यद् विधीयेत, स व्याघात इति स्मृतः ॥ (काव्यप्रकाश) ભાવાર્થ- કોઇએ કોઇ સિદ્ધાંતને યુક્તિઓથી સિદ્ધ કર્યો હોય, બીજો પુરુષ તે જ સિદ્ધાંતને યુક્તિઓથી બીજી રીતે સિદ્ધ કરે તેને વ્યાઘાત કહેવામાં આવે છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy