SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૦ ૧૫-એકાત્તઅનિત્યપક્ષખંડન અષ્ટક ક્ષણિકવાદીના મતે દરેક ક્ષણે વસ્તુ નાશ પામે છે. પૂર્વ પૂર્વ ક્ષણે નાશ પામે છે, અને ઉત્તર ઉત્તર ક્ષણે તે જ પ્રકારની વસ્તુ ઉત્પન્ન થાય છે. આથી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારથી આરંભી (સર્વથા) નાશ ન પામે ત્યાં સુધી (સમાન) ક્ષણપ્રવાહ ચાલ્યા કરે છે. એટલે પ્રત્યેક ક્ષણે નિરંતર સમાનરૂપે વસ્તુની ઉત્પત્તિ એ ક્ષણપ્રવાહ છે. વસ્તુ સર્વથા નાશ પામે ત્યારે ક્ષણપ્રવાહનો–સંતાનનો નાશ થાય છે. અને નવા ક્ષણપ્રવાહની=સંતાનની ઉત્પત્તિ થાય છે. દા.ત. હરણ જભ્યો ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણનો ક્ષણ પ્રવાહ=સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો હરણક્ષણનો=હરણરૂપ 'ક્ષણનો પ્રવાહ ચાલે છે. હવે જ્યારે શિકારીએ હરણને મારી નાખ્યો અને હરણ મરીને મનુષ્ય થયો ત્યારે હરણના ક્ષણપ્રવાહનો નાશ થયો અને મનુષ્યના ક્ષણપ્રવાહની ઉત્પત્તિ થઇ. કારણ કે પૂર્વે પ્રત્યેક ક્ષણે હરણરૂપે ઉત્પત્તિ થતી હતી એથી તે હરણનો ક્ષણપ્રવાહ હતો. મનુષ્ય થયા પછી પ્રત્યેક ક્ષણે મનુષ્યરૂપે ઉત્પત્તિ થાય છે. એથી મનુષ્યનો ક્ષણપ્રવાહ કહેવાય છે. અહીં શિકારી હરણના ક્ષણપ્રવાહનો-સંતાનનો નાશક અને મનુષ્યના ક્ષપ્રવાહનો જનક છે. આથી શિકારી હિંસક (હરણના ક્ષણપ્રવાહનો નાશ કરનાર) છે. આ પ્રમાણે ક્ષણપ્રવાહના જનકની વિચારણા કરી. હવે ક્ષણના જનકની વિચારણા કરીએ. ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે નાશ પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુનો પૂર્વ ક્ષણ નાશ પામે છે. અને ઉત્તર ક્ષણ ઉત્પન્ન થાય છે. આથી શિકારીના બાણથી હરણ કરીને મનુષ્ય થયો ત્યારે જેમ હરણના ક્ષપ્રવાહનો નાશ થયો તેમ હરણાના અંત્યક્ષણનો પણ નાશ થયો. અને મનુષ્યના ક્ષણની ઉત્પત્તિ થઇ. મનુષ્યક્ષણની ઉત્પત્તિમાં બે કારણ છે. એક શિકારી અને અન્ય હરણનો અંત્યક્ષણ. હરણનો અંત્યક્ષણ જ મનુષ્યક્ષણ રૂપ બની જાય છે. આથી મનુષ્યક્ષણની ઉત્પત્તિમાં હરણનો અંત્યક્ષા પણ કારણ છે. જેમ માટી જ ઘટરૂપે બની જાય છે. એથી માટી પણ ઘટમાં કારણ છે તેમ. આથી હરણનો અંત્યક્ષણ પણ મનુષ્ય ક્ષણનો જનક છે. હરણનો અંત્યક્ષણ મનુષ્ય ક્ષણરૂપે બને છે તેમાં શિકારી નિમિત્ત બને છે. માટે શિકારી પણ કારણ છે=મનુષ્યક્ષણનો જનક છે. જેમ માટી ઘટરૂપે બને છે તેમાં કુંભાર નિમિત્ત બનવાથી કુંભાર પણ કારણ છે ઘટનો જનક છે તેમ. આમ હરણનો અંત્યક્ષણ અને શિકારી એ બંને મનુષ્યક્ષણના જનક છે. હવે આપણે શ્લોકાર્થનું અવલોકન કરીએ શ્લોકાર્થ– ટીકાર્ય- સંતાનભેદનો=ક્ષણપ્રવાહ વિશેષનો, અર્થાત્ મરાતા હરણક્ષણના સંતાનના ઉચ્છેદથી ઉત્પન્ન થનારા મનુષ્યાદિક્ષણસંતાનનો, જનક શિકારી વગેરે હિંસક ન બને. કારણ કે સંતાન=ક્ષણપ્રવાહ, સાંવૃત=કાલ્પનિક હોવાથી જન્ય જ નથી. જે વસ્તુ જન્ય જ ન હોયઉત્પન્ન થતી ન હોય તેનો જનક=ઉત્પન્ન કરનાર ક્યાંથી હોય ? હવે જો સંતાનનો જનક જ નથી તો સંતાનનો જનક હિંસક બને એ વાત જ ક્યાં રહે ? ૧. ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુઓના ક્ષણે ક્ષણ નાશ અને જન્મ (ઉત્પત્તિ) થતાં હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમકે મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણનો ક્ષણ, મનુષ્યનો ક્ષણ એમ પણ કહેવાય છે. ૨. શાસ્ત્રીય પરિભાષામાં આને “ઉપાદાન” કારણ કહેવામાં આવે છે. હરણનો અંત્યક્ષ મનુષ્યક્ષણનું ઉપાદાન કારણ છે. માટી ઘટનું ઉપાદાન કારણ છે. ૩. શાસ્ત્રીય પરિભાષામાં આને “નિમિત્ત' કારણ કહેવામાં આવે છે. શિકારી મનુષ્યનું અને કુંભાર ઘટનું નિમિત્ત કારણ છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy