SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૮૪ ૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક ‘ઉત: વાદ્ધતો , ભવેત્' નાત, કુત્તોડપતિ ભાવ રૂત્તિ શા હવે આત્મા વિભુ હોવાથી તેનું સંસરણ (=એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન) ન થવા છતાં જ્યારે તેનું ભોગાયતન (=સ્થૂલ શરીર) પોતાના જ (દાન આદિ કે હિંસા વગેરે દ્વારા થયેલ અદષ્ટથી) કારણથી ઊર્ધ્વલોકમાં થાય ત્યારે ઊર્ધ્વગતિ કહેવાય છે, જ્યારે નીચે જાય છે ત્યારે અધોગતિ કહેવાય છે, એમ ભોગાયતન દ્વારા આત્માની ઊર્ધ્વગતિ વગેરે થશે. આવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે – શ્લોકાર્થ– ભોગાધિષ્ઠાનને આશ્રયીને પણ જીવનો ઊર્ધ્વગતિ આદિ સંસાર છે એમ માનવામાં પણ એ જ દોષ રહેલો છે. નિષ્ક્રિય આત્માનો ભોગ પણ ક્રિયાવિશેષ હોવાથી જ કયા હેતુથી થાય ? અર્થાત્ કોઇ હેતુથી ન થાય. ટીકાર્થ– ભોગાધિષ્ઠાન– ભોગાધિષ્ઠાન શબ્દમાં ભોગ અને અધિષ્ઠાન એમ બે શબ્દો છે. તેમાં ભોગ એટલે વિષયોની પ્રતીતિવાળા મનનું સ્ફટિકોપાધિન્યાયથી આત્મામાં પ્રતિબિંબ પડવું. વિધ્યાવાસીએ કહ્યું છે કે-“આત્મા પોતાના સંનિધાનથી અચેતન મનને ઉપરક્ત કરે છે, અર્થાત્ તેમાં પોતાના ચૈતન્યની પ્રતીતિ કરાવે છે. આવું કરવા છતાં તે પોતાના સ્વરૂપથી અવિકતા જ રહે છે. આ વાતને સ્ફટિકના દષ્ટાંતથી બતાવી છે. જેવી રીતે પારાગમણિ વગેરે ઉપાધિ નજીકમાં રહેલા સ્ફટિકમણિને પોતાના વર્ણનું સંક્રમણ કરીને ઉપરક્ત કરે છે–પોતાના જેવા રંગવાળો કરે છે. આવું કરવા છતાં તે (પરાગમણિ) વિકૃત થતો નથી. બ ઉપરાગ સંબંધથી સ્ફટિક જ વિકૃત થાય છે. તે રીતે આત્મા પણ બુદ્ધિમાં પોતાના ઉપરાગનો જનક થઇને પણ સ્વયં વિકૃત થતો નથી. કિંતુ એના ઉપરાગથી બુદ્ધિ વિકૃત થાય છે.” (વિવિIN) “બુદ્ધિ આત્માથી ભિન્ન છે. અને (દક્ષખિતૌલ) પૂર્વના શ્લોકમાં વર્ણિત પુરુષોપરાગરૂપ પરિણામથી યુક્ત છે. આવી બુદ્ધિમાં ચેતન્યનું જે પ્રતિબિંબ પડે તેને પુરુષનો ભોગ કહેવાય છે. (આત્મામાં જે ભોગનો ઉલ્લેખ છે તે ભોગયુક્ત બુદ્ધિમાં આત્માના ઉપરાગના કારણે જ છે. અને તેથી અવાસ્તવિક છે.) આ વાત જલમાં પડતા ચંદ્રમાના પ્રતિબિંબના દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે. જેવી રીતે અવિકૃત ચંદ્રનું નિર્મલજલમાં પ્રતિબિંબાત્મક પરિણામ થાય છે તેવી રીતે સૂક્ષ્મબુદ્ધિતત્ત્વમાં અવિકૃત આત્માનું પણ પ્રતિબિંબપરિણામક ઉપરાગ થાય છે. સ્પષ્ટીકરણ- બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે ત્યારે આત્માના બે રૂપ થાય છે. એક પ્રતિબિંબાત્મા અને બીજો લિંબાત્મા. આ બેમાં બુદ્ધિગત ભોગનો સંબંધ પ્રતિબિંબ આત્મામાં જ થાય છે. બિંબાત્મામાં થતો નથી. આથી પ્રતિબિંબાત્મા વિકૃત થવા છતાં બિંબાત્મા પૂર્વવત્ નિર્વિકાર જ રહે છે. (આ અર્થ શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક ત્રીજો ૨૮-૨૯ શ્લોકની ટીકાના આધારે લખ્યો છે.) પુરુષોડવિતાત્મા એ શ્લોકનો પ્રસ્તુત ટીકાકારે “મન પુરુષને પોતાના જેવો કરે છે એવો અર્થ કર્યો છે. ૧. જેવી રીતે જપાકુસુમ પોતાના સાંનિધ્યથી સફટિકને લાલ બનાવે છે તેમ કોઇ વસ્તુના સાંનિધ્યથી કોઇ વસ્તુ તેના જેવી બની જાય તેને સ્ફટિકોપાધિન્યાય કહેવામાં આવે છે. ૨. આવી એટલે ઉભયમુખ દર્પણ જેવી. બુદ્ધિમાં એક તરફથી સુખાદિનું પ્રતિબિંબ પડે છે. અને બીજી તરફથી ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. તેથી હું સુખી છું, હું દુઃખી છું ઇત્યાદિ ઉપચાર થાય છે. કારણ કે આત્મા બુદ્ધિથી પોતે અભિન્ન છે એવું મિથ્યાભિમાન રાખે છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy