SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૬૪ ૧ર-વાદ અષ્ટક શ્લોકાર્થ – વિવાદમાં તત્ત્વવાદીને ઉત્તમ નીતિપૂર્વક વિજય દુર્લભ છે. વિજય મળે તો પણ અંતરાય આદિ દોષો ઉત્પન્ન થાય છે. આ દોષો પરલોકને બગાડનારા છે. (૫) ટીકાર્થ– વિવાદમાં ઉત્તમનીતિનું પાલન કરાવવામાં તત્પર પણ તત્ત્વવાદીને (=વસ્તુના તત્ત્વને કહેવાના સ્વભાવવાળાને) છલના અપશબ્દો આદિથી નિગ્રહસ્થાનની પ્રાપ્તિ થાય છે. આથી વિવાદમાં વિજય દુર્લભ છે. વિવાદમાં વિજય ન મળે તો દોષ છે જ, કિંતુ વિજય મળે તો પણ અંતરાય વગેરે દોષો છે. તે આ પ્રમાણેપરાજિત થયેલા પ્રતિવાદીને રાજા વગેરેની પાસેથી ધન ન મળે, બલકે પૂર્વે અન્ય વાદીની સાથે વાદ કરીને કંઇક મેળવ્યું હોય તે પણ લઇ લેવામાં આવે. આથી ધનનો અંતરાય થાય. તથા શોક, દ્વેષ અશુભ કર્મબંધ વગેરે દોષો પણ ઉત્પન્ન થાય. (૫) धर्मवादस्वरूपनिरूपणायाहपरलोकप्रधानेन, मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन, धर्मवाद उदाहृतः ॥६॥ वृत्तिः- परलोको जन्मान्तरं स प्रधानो नोपसर्जनभूतो यस्य स 'परलोकप्रधानस्तेन', स हि परलोकभयादसमञ्जसस्य वक्ता कर्ता च न भवति, मध्यस्थेन' आत्यन्तिकस्वदर्शनानुरागपरदर्शनद्वेषरहिતેર, પૂર્વવિથો દિ સુપ્રતિપાળો ભવતિ, “તુશઃ પુન:શબ્દાર્થ, “ધીમતા' ગુદ્ધિમતા, પવિયો હિ गुणदोषज्ञो भवति, तथा 'स्वशास्त्रस्य' अभ्युपगतदर्शनस्य 'ज्ञातं' अवगतं, तत्त्वं परमार्थो येन स तथा तेन, एवम्भूतो हि स्वदर्शनं दूषितमदूषितं वा जानातीति, सह प्रतिवादिनेति गम्यते, यो वादः स 'धर्मवाद उदाहृतः' कथितस्तत्त्ववेदिभिरिति ॥६॥ ધર્મવાદના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે – શ્લોકાર્થ– પરલોકને મુખ્ય રાખનાર, મધ્યસ્થ, બુદ્ધિમાન અને સ્વશાસ્ત્રના તત્ત્વને જાણનાર પ્રતિવાદીની સાથે જે વાદ તે ધર્મવાદ કહ્યો છે. ટીકાર્થ– પરલોકને મુખ્ય રાખનાર– પરલોકને મુખ્ય રાખનાર પ્રતિવાદી પરલોકના ભયથી અનુચિત બોલનારો કે કરનારો ન થાય. મધ્યસ્થ પોતાના દર્શનમાં અતિશય રાગ, અને પરદર્શન પ્રત્યે અતિશય દ્વેષથી રહિત. આવો પ્રતિવાદી સુખપૂર્વક પ્રતિપાદન કરવાને યોગ્ય હોય, અર્થાત્ તેને સાચી વાત સુખપૂર્વક જણાવી શકાય. બુદ્ધિમાન– બુદ્ધિમાન પ્રતિવાદી ગુણ-દોષને જાણનારો હોય. સ્વશાસ્ત્રના તત્ત્વને જાણનાર સ્વીકારેલા શાસ્ત્રના પરમાર્થને જાણનાર પ્રતિવાદી પોતાનું દર્શન દૂષિત ૧. નિગ્રહ એટલે પરાજય. સ્થાન એટલે આશ્રય, અર્થાત્ કારણ. પરાજયનું કારણ તે નિગ્રહસ્થાન. શાસ્ત્રાર્થના જે નિયમોથી પ્રતિવાદી પરાજિત થાય તેને નિગ્રહસ્થાન કહે છે. આ નિગ્રહસ્થાનો પર છે. દર્શન સમુચ્ચય ગ્રંથમાં ૩રમા શ્લોકમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy