SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૫૮ ૧૧-તપ અષ્ટક શ્લોકાર્થ– તપ વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને શમના કારણે શ્રેષ્ઠ છે. આથી તપ ક્ષાયોપશમિક અને અવ્યાબાધ સુખરૂપ જાણવું. (૮) ટીકાર્થ તપ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-શમના કારણે શ્રેષ્ઠ છે- તપ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-શમથી યુક્ત હોવાના કારણે શ્રેષ્ઠ છે. વિશિષ્ટ એટલે પ્રધાન. જ્ઞાન-સંવેગ અને શમ એ ત્રણ સમ્યગ્દર્શનથી વિશિષ્ટ કરાયેલા હોવાથી વિશિષ્ટ છે. અર્થાત્ સમ્યગ્દર્શનથી યુક્ત હોવાના કારણે વિશિષ્ટ છે. જ્ઞાન એટલે તત્ત્વસંવેદન. સંવેગ એટલે સંસારનો ભય, અથવા મોક્ષમાર્ગની અભિલાષા. શમ એટલે કષાય-ઇંદ્રિય-મનનો નિરોધ. વિશિષ્ટ જ્ઞાનાદિથી શ્રેષ્ઠ જ તપ તપરૂપ બને છે. અન્ય તપ તપરૂપ બનતો નથી. કારણ કે અન્ય તપ અલ્પફળવાળો છે. કહ્યું છે કે-“ઘર છોડીને તામલી તાપસે એકવીશ વાર પાણીથી ધોયેલા આહારથી પારણું કરવાપૂર્વક સાઠ હજાર વર્ષ છઠ્ઠ ઉપર છઠ્ઠનો તપ કરવા છતાં એ અજ્ઞાનતપ હોવાથી અલ્પ જ ફળવાળો છે.” (ઉપદેશમાળા-૮૧) જે અજ્ઞાનીઓ, છકાયની હિંસામાં પ્રવર્તે છે અને હિંસા પોષે તેવા અર્થવાળા વેદાદિ શાસ્ત્રોનો ઉપદેશ આપે છે તેવા અશાન તપસ્વીઓના ઘણા પણ તપનું કષ્ટ અલ્પફળ આપે છે. આથી કહેલી યુક્તિઓથી તપ દુઃખરૂપ ન હોવાથી. ક્ષાયોપથમિક છે– ક્ષય એટલે ઉદયમાં આવેલા ચારિત્ર મોહનીય કર્મનો નાશ. ઉપશમ એટલે ચારિત્ર મોહનીયના જ ઉદયનું વિપાકની અપેક્ષાએ અટકી જવું–ચારિત્ર મોહનીયનો વિપાકોદય ન થવો તે ઉપશમ. ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ. ક્ષયોપશમમાં થયેલ તે ક્ષાયોપથમિક. અવ્યાબાધ સુખરૂપ– જેમાં અવિરતિના કારણે થયેલી અનંતર કે પરંપરાથી કરાયેલી અને આ લોક સંબંધી કે પરલોક સંબંધી વ્યાબાધા પીડા નથી તે અવ્યાબાધ. અવ્યાબાધ એવું જે સુખ તે અવ્યાબાધ સુખ. તપ અવ્યાબાધ સુખરૂપ છે=પ્રશમ સુખરૂપ છે, અર્થાત્ સિદ્ધના સુખ તુલ્ય છે. આ શ્લોકથી તપ કર્મોદય સ્વરૂપ અને દુ:ખસ્વરૂપ નથી તે જણાવ્યું છે. આ વિગત બીજા સ્થળે પણ કહી છે-(“વાદીનું તપ દુઃખનું કારણ છે અને કર્મવિપાકનું ફળ છે એવું કથન બરોબર નથી.) “કારણકે પૂર્વે કહ્યું તેમ અનશનાદિ તપ કોઇપણ રીતે દુઃખનું કારણ નથી, અને કર્મવિપાકનું ફળ પણ નથી. કારણ કે તેવો અનુભવ થાય છે. તપથી સુખનો અનુભવ થાય છે. જો તપ દુઃખનું કારણ કે કર્મવિપાકનું ફળ હોય તો સુખાનુભવ ન થાય. તથા ભાવથી કરાતો અનશનાદિ તપ જીવસ્વરૂપ એવા ક્ષાયોપથમિક ભાવમાં છે (ઓદથિકભાવમાં નથી) એમ જિનાગમમાં કહ્યું છે. (પંચવસ્તુક-૮૫૭). “ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્પરિગ્રહતા અને બ્રહ્મચર્ય એમ દશપ્રકારનો સાધુ ધર્મ છે. એ દશ પ્રકારમાં તપનો ઉલ્લેખ છે. તે સાધુધર્મને ક્ષાયોપથમિકભાવમાં કહ્યો છે. કારણ કે સાધુધર્મ ચારિત્રધર્મ છે. તીર્થંકરોએ સર્વ પ્રકારના દુઃખને ઓદયિક ભાવમાં જ કહ્યું છે. કારણ કે દુઃખ અશાતાના ઉદયરૂપ છે.” (પંચવસ્તુક-૮૫૮) આ કથનથી “તપ દુઃખ સ્વરૂપ છે.” અને કર્મોદય સ્વરૂપ છે.” એવી માન્યતાનું ખંડન કર્યું. એવી માન્યતાનું ખંડન કરવા દ્વારા “એ પ્રમાણે સઘળા દુ:ખી જીવો તપસ્વી બને.” ઇત્યાદિ બે શ્લોકોમાં તપમાં જે ૧. અહીં તત્ર પર્વ એ અર્થમાં ક્ષયોપશમ શબ્દને તદ્ધિતનો રૂ પ્રત્યય લાગ્યો છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy