SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૫૪ ૧૧-તપ અષ્ટક ननु देहपीडाकारित्वेनानशनादीनां दुःखस्वरूपत्वमनुभूयमानमपि कथमसिद्धमिति व्यपदिश्यत इत्याह यापि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् । व्याधिक्रियासमा सापि, नेष्टसिद्ध्यात्र बाधनी ॥६॥ વૃત્તિઃ– “થાપિ' કૃતિ, ‘ગનાનાવિષ: સત્તાવેજ તાવડા રમવયેવ, “ચાપ ૪ અનgनादिभ्य' उपवासादिभ्यः, आदिशब्दादूनोदरतादेः सकाशात्, 'कायपीडा' शरीरबाधा, न तु मनःपीडा, 'मनाक्' स्वल्पा, 'क्वचित्' देशे काले वा, न पुनः सर्वत्र सर्वदा सा सम्भवति उक्तन्यायप्रवृत्तस्य, 'साऽपि' इति इह दृश्यं तेनासावपि, 'न बाधनी' नैव बाधिका न मनसो दुःखदा, किमित्यत आह'इष्टसिद्ध्या, वाञ्छितार्थसाधनात्, 'अत्र' प्रवचने, किंविधासावित्याह- 'व्याधिक्रियासमा' रोगचिकित्सातुल्या, यथाहि रोगचिकित्सायां मनाक् देहस्य पीडा सत्यपि न बाधिका आरोग्य सिद्धेः, एवं तपस्यपि देहपीडा भावारोग्यसंसिद्धेर्न भावतो बाधिकेति भावनेति ॥६॥ અનશન વગેરે તપ દેહની પીડા કરે છે. એથી તપ દુઃખ સ્વરૂપ છે એવું અનુભવાતું હોવા છતાં તપ દુઃખ સ્વરૂપ છે એ કથન અસિદ્ધ છે એમ કેમ કહેવાય? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે શ્લોકાર્થ ક્યારેક અનશન આદિથી જે અતિશય અલ્પ કાયપીડા થાય છે તે કાયપીડા પણ પ્રવચનમાં બાધક બનતી નથી. કારણ કે એ પીડાથી ઇષ્ટની સિદ્ધિ થાય છે. આ પીડા વ્યાધિની ક્રિયા સમાન છે. (૬) ટીકાર્થ– ઉક્તનીતિથી તપથી દેહપીડા થતી જ નથી. કદાચ ક્યારેક અતિશય અલ્પપીડા થાય તો પણ તે પીડા બાધક બનતી નથી. કારણ કે એ પીડાથી ઇષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. ક્યારેક- ઉક્તનીતિથી તપમાં પ્રવૃત્ત થયેલા જીવને ઉપવાસ વગેરે અનશનાદિથી ક્યારેક જ પીડા થાય છે, સદા થતી નથી, અથવા કોઇક સ્થાનમાં જ પીડા થાય છે, સર્વ સ્થળે થતી નથી. • અનશન આદિથી અહીં આદિ શબ્દથી ઊણોદરી વિગેરે તપનું ગ્રહણ કરવું. કાયપીડા- કાયાને જ પીડા થાય છે. મનને પીડા થતી નથી. બાધક બનતી નથી- મનને દુઃખ આપનારી થતી નથી. વ્યાધિની ક્રિયા સમાન– જેવી રીતે રોગની ચિકિત્સામાં દેહને અલ્પપીડા થાય તો પણ તે પીડા આરોગ્યની સિદ્ધિ કરતી હોવાથી બાધક બનતી નથી. તેવી રીતે તપમાં પણ થતી શરીર પીડા ભાવારોગ્યની સિદ્ધિ કરતી હોવાથી ભાવથી (=પરમાર્થથી) બાધક બનતી નથી. (૬) इष्टार्थसंसिद्धौ देहपीडाया अदुःखरूपतां दृष्टान्तेन समर्थयन्नाहदृष्टा चेष्टार्थसंसिद्धौ, कायपीडा ह्यदुःखदा । रत्नादिवणिगादीनां, तद्वदत्रापि भाव्यताम् ॥७॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy