________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
અને અનુકૂળ એ બંને પ્રકારના જીવો ઉપર મહાદેવને દ્વેષ નથી એમ જણાવ્યું છે. શત્રુઓ થાય, શત્રુઓ દ્વારા મૃત્યુ થાય વગેરે દ્વેષનું ફળ છે એમ સઘળા લોકોમાં પ્રસિદ્ધ છે. પ્રતિકૂળ-અનુકૂળ જીવો ઉપર મહાદેવને દ્વેષ નથી એમ જણાવીને અમે એમ કહેવા માગીએ છીએ કે બીજાઓને ઇષ્ટ દેવો આવા દ્રષવાળા છે. તેથી તે દેવોનું (કોઇ) મહત્ત્વ નથી. જેને પ્રતિકૂળ-અનુકૂળ જીવો ઉપર પણ વેષ નથી તેને અજીવ ઉપર સુતરાં ઠેષ ન સંભવે.
દ્વેષ કેવો છે તે જણાવે છે– ષ ઉપશમ રૂપ કાષ્ઠને બાળવામાં દાવાનલ સમાન છે. શ્રેષનું આ વિશેષણ પણ સ્વરૂપને બતાવનાર છે, નહિ કે વ્યવચ્છેદક. કારણ કે સઘળો ય (=સર્વ પ્રકારનો) દ્વેષ આવા સ્વરૂપવાળો હોય છે.
જેને કેવલ રાગ-દ્વેષ સર્વથા નથી એમ નહિ, કિંતુ મોહ પણ સર્વથા નથી જ, તે મહાદેવ છે.
મોહનું જ વિશેષથી વરૂપ બતાવતા ગ્રંથકાર કહે છે– મોહ સ=સમ્યક) જ્ઞાનને આવરે છે=ઢાંકે છે, અર્થાત્ મોહ સજ્ઞાન થવા દેતું નથી. જે જ્ઞાનથી વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે નિશ્ચિત થાય તે સદ્ (=સમ્યગુ) જ્ઞાન. અથવા સત્ય પદાર્થનું જ્ઞાન તે સજ્ઞાન. મોહનો સદ્જ્ઞાનને આવરવાનો (સજ્ઞાન ન થવા દેવાનો) સ્વભાવ છે, અથવા ધર્મ છે. મોહ સજ્ઞાનને ઢાંકતો હોવાથી જ પાપ રૂપ મલના કલંકથી યુક્ત વર્તન કરે છે, અર્થાત્ મોહ જીવોને પાપરૂપ મલના કલંકથી યુક્ત વર્તન કરાવે છે, એટલે કે અશુદ્ધ વર્તન કરાવે છે.
આ મહાદેવ કેવા છે તે કહે છે– જેમનો મહિમા ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ થયો છે તેવા મહાદેવ છે. સકલ મનુષ્યસમુદાયના નાયકની અને દેવસમુદાયના નાયકની કદર્થના કરવામાં સમર્થ એવા રાગાદિ શત્રુસમૂહનો તિરસ્કાર કરવામાં સમર્થ અને સર્વ પુરુષસમૂહના શિરોમણિ એવા મહાદેવનો ત્રણે લોકમાં મહિમા (=મહત્ત્વ) પ્રસિદ્ધ થાય જ. કહ્યું છે કે-“જેમણે જગતના લોકોની કદર્થના કરી છે એવા રાગ-દ્વેષમહામોહથી જેનું મન પરાભવ પામ્યું નથી, મહિમા વડે તેના જેવો બીજો કોણ છે ? અર્થાત્ તેના જેવો મહિમા બીજા કોઇનો નથી.”
મહાદેવ– દિવ્ ધાતુથી દેવ શબ્દ બન્યો છે. દિલ્ ધાતુનો સ્તુતિ કરવી એવો અર્થ છે. આથી જે સ્તવાય તે દેવ, અર્થાત્ જે સ્તુતિ કરવા યોગ્ય હોય તે દેવ. વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષોને જે દેવ અસાધારણ ગુણગણ રૂ૫ રત્ન માટે સમુદ્ર સમાન હોવાના કારણે મહાન હોય તે જ સ્તુતિ કરવા યોગ્ય છે. મહાન એવા દેવ તે મહાદેવ. મહાદેવના સ્વરૂપને જાણનારા પુરુષો આ જ દેવને મહાદેવ કહે છે, પણ રાગાદિ શત્રુઓએ જેના પરાક્રમને રોકી દીધો છે તેને દેવ કહેતા નથી.
પૂર્વપક્ષ– સર્વ જીવોમાં રાગાદિ જોવામાં આવે છે. આથી રાગાદિનો સર્વથા અભાવ થાય એ કોઇપણ જીવ માટે સંભવિત નથી.
ઉત્તરપક્ષ– (૧) રાગાદિનો સર્વથા અભાવ કોઇપણ જીવ માટે અસંભવિત છે એવું નથી. કારણ કે ૧. વિશેષણ સ્વરૂપદર્શક અને વ્યવચ્છેદક એમ બે પ્રકારના હોય છે. જે વિશેષણ વસ્તુનું માત્ર સ્વરૂપ બતાવે તે સ્વરૂપદર્શક વિશેષણ છે. જે વિશેષણ વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડે તે વ્યવચ્છેદક વિશેષણ છે. જેમ કે અગ્નિ ઉષ્ણ છે. અહીં અગ્નિનું ઉષ્ણ એવું વિશેષણ સ્વરૂપદર્શક છે. કેમ કે અગ્નિ હંમેશાં ઉષ્ણ જ હોય છે, ક્યારે ય ઠંડો હોતો નથી. “ઠંડું પાણી લાવ” એ વાક્યમાં ઠંડું વિશેષણ વ્યવચ્છેદક છે. કેમ કે પાણી ઠંડું અને ગરમ એમ બે પ્રકારનું હોય છે. આથી ઠંડું વિશેષણ ગરમ પાણીથી ઠંડા પાણીને જુદું કરે છે.