________________
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક
પ્રશ્ન- “રાગ નથી' એમ કહેવાના બદલે “રાગ નથી જ' એમ અવધારણ પૂર્વક કેમ કહ્યું ?'
ઉત્તર– (લોકમાં કોઇ વસ્તુ અત્યંત અલ્પ હોય તો પણ નથી એમ કહેવાય છે. એથી વધારે રાગ ન હોય, પણ રાગનો માત્ર અંશ હોય તો પણ રાગ નથી એમ કહેવાય. આથી) રાગનો અંશ પણ નથી એમ જણાવવા માટે “રાગ નથી જ” એમ અવધારણ પૂર્વક કહ્યું.
પ્રશ્ન- રાગ સર્વથા નથી જ એમ “સર્વથા'' શબ્દનો ઉલ્લેખ શા માટે કર્યો છે ?
ઉત્તર– ઉપશાંતમોહ અવસ્થામાં (ઉપશમ શ્રેણિમાં અગિયારમાં ગુણસ્થાને) ઉદયની અપેક્ષાએ રાગનો અંશ પણ ન હોય, અથવા ક્યારેક રાગના (કામરાગ વગેરે) ભેદોની અપેક્ષાએ (દષ્ટિરાગ વગેરે) અમુક પ્રકારના રાગનો અંશ પણ ન હોય, પણ કામરાગ વગેરે હોય. આથી સત્તા વગેરેની અપેક્ષાએ પણ રાગના અંશનો પણ નિષેધ કરવા માટે “સર્વથા' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. બંધ, ઉદય અને સત્તાની અપેક્ષાએ રાગનો અંશ પણ નથી. અર્થાત રાગના અંશનો પણ બંધ થતો નથી. રાગના અંશનો પણ ઉદય નથી. રાગના અંશની પણ આત્મામાં સત્તા નથી. અથવા વિષયરાગ (કામરાગ), નેહરાગ અને દૃષ્ટિરાંગ એ ત્રણ પ્રકારના રાગમાંથી કોઇપણ પ્રકારના રાગનો અંશ પણ નથી. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારમાંથી કોઇના પ્રત્યે રાગનો અંશ પણ નથી. અર્થાત્ કોઇ પણ પ્રકારના દ્રવ્ય પ્રત્યે રાગનો અંશ પણ નથી. એ પ્રમાણે કોઇપણ પ્રકારના ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રત્યે રાગનો અંશ પણ નથી. આમ બધી રીતે રાગનો નિષેધ કરવા સર્વથા શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
દ્વેષ પણ નથી– ષ એટલે અપ્રીતિ. કેવલ રાગ નથી જ એમ નહિ, કિંતુ ષ પણ નથી એમ “પણ” શબ્દનો અર્થ છે. કોના ઉપર દ્વેષ નથી ? એના જવાબમાં અહીં કહ્યું કે જીવો ઉપર દ્વેષ નથી.
પ્રશ્ન- શું જીવોને જડ પદાર્થો ઉપર દ્વેષ નથી થતો ? જેથી અહીં જીવો ઉપર દ્વેષ નથી એમ કહ્યું.
ઉત્તર- સમ્યગુ વ્યવહાર કરવાને યોગ્ય જીવોને જીવો ઉપર જ ક્રોધ-માન રૂપ દ્વેષ થાય છે એવું જોવામાં આવે છે. આથી જડપદાર્થો ઉપર દ્વેષ થાય એ તો મહામોહની ચેષ્ટા છે. કહ્યું છે કે-“સ્થાણુની (વૃક્ષના શાખા વગરના ઠુંઠાની) સાથે અથડાયેલો મૂઢ પુરુષ તે સ્થાણુ ઉપર ગુસ્સો કરે છે, પણ પોતાના દુષ્ટ ઉપયોગ ઉપર ગુસ્સો કરતો નથી. એનાથી વિશેષ દુઃખદાયક બીજું શું હોઇ શકે ?”
આથી જ રાગના વિષયવિશેષનો નિર્દેશ કર્યા વિના જ રાગનો ઉલ્લેખ કર્યો છે. કારણ કે સમ્યગુ વ્યવહાર કરવાને યોગ્ય જીવોને પણ જીવ અને જડ એ બંને ઉપર રાગ થાય છે એવું જોવામાં આવે છે. જીવ અને અજીવ એ બંને રાગનો વિષય હોવાથી રાગનો વિષય દ્વેષ કરતાં અધિક છે. આથી રાગની પ્રધાનતા હોવાના કારણે રાગનો દ્વેષની પહેલાં ઉલ્લેખ કર્યો છે.
પૂર્વપક્ષ– માત્ર અપ્રીતિરૂપ દ્વેષ અનિષ્ટ સ્પર્શ વગેરે વિષયોમાં અજીવો (=જડ પદાર્થો) ઉપર થતો જોવામાં આવે છે. તથા દેવવિશેષ (=મહાદેવ)માં સર્વ પ્રકારના દ્વેષનો અભાવ વિવક્ષિત છે. અર્થાત્ મહાદેવમાં કોઇ પણ પ્રકારનો દ્વેષ ન હોય. આથી જીવો ઉપર દ્વેષ ન હોય એવો ઉલ્લેખ યોગ્ય નથી.
ઉત્તરપક્ષ- તમારું કહેવું બરોબર નથી. “જીવો ઉપર દ્વેષ નથી” એમ જણાવવા દ્વારા અમે પ્રતિકૂળ ૧. અર્થાત્ જેમ સત્ત્વગુ એમ કહીને દ્વેષના વિષયનો નિર્દેશ કર્યો છે તેમ રાગના વિષયનો નિર્દેશ કર્યો નથી.