SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૨૦ ૮-પ્રત્યાખ્યાન અષ્ટક તેમાં જિનાજ્ઞા ભક્તિ સંવેગ ન હોવાથી દ્રવ્યપ્રત્યાખ્યાન છે. અપરિણામ પ્રત્યાખ્યાન પણ અસુંદર છે. (૫) ટીકાર્થ– શયોપશમના અભાવથી– ક્ષયોપશમ શબ્દમાં ક્ષય અને ઉપશમ એ બે શબ્દો છે. તેમાં ક્ષય એટલે ઉદયમાં આવેલા વિરતિને રોકનારા કર્મોનો વિનાશ. ઉદયમાં ન આવેલા વિરતિને રોકનારા કર્મોના ઉદયને વિપાકોદયની અપેક્ષાએ રોકવો તે ઉપશમ. ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ. આવા ક્ષયોપશમના અભાવથી. તે રીતે– દેશવિરતિ, સર્વવિરતિ, નમસ્કાર સહિત (=નવકારશી) વગેરે પ્રત્યાખ્યાનનો સ્વીકાર થાય તે રીતે. ત્યાગપરિણામ પ્રત્યાખ્યાન કરવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરવાનો પરિણામ. તે રીતે ત્યાગ પરિણામ ન થયે છતે એમ કહીને દેશવિરતિ, સર્વવિરતિ એ બેના પ્રત્યાખ્યાનનું અને દેશવિરતિ-સર્વવિરતિવાળા જ ગૃહસ્થ-સાધુઓના નમસ્કાર સહિત ( નવકારશી) વગેરે ઉત્તરગુણ પ્રત્યાખ્યાનનું દ્રવ્યપણું કહ્યું, અર્થાત્ ત્યાગના પરિણામ વિના થતા આ ત્રણે પ્રત્યાખ્યાનો દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. અથવા “તથા” પદનો સંબંધ ત્યા પરિણામે પદની સાથે કરવાથી બીજી રીતે અર્થ આ પ્રમાણે થાય જેવા પ્રકારનો ક્ષયોપશમ થયે છતે ત્યાગપરિણામ થાય તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવમાં તેવા પ્રકારનો ત્યાગપરિણામ ન થયે છતે સ્વીકારવામાં આવતું પ્રત્યાખ્યાન દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. આનાથી અવિરત સમ્યગ્દષ્ટિ કૃષ્ણ વગેરેના અને અભવ્ય વગેરેના પ્રત્યાખ્યાનનું દ્રવ્યપણું કહ્યું. જિનાજ્ઞા ભક્તિ સંગ ન હોવાથી હવે કોઇક રીતે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય વસ્તુના ત્યાગનો પરિણામ થયો હોય તો પણ અભવ્ય વગેરેના પ્રત્યાખ્યાનનું દ્રવ્યપણું કેવી રીતે હોય એવી આશંકા કરીને અહીં કહે છે કે જિનાજ્ઞા ભક્તિ સંવેગ ન હોવાથી. જિનાજ્ઞામાં=આપ્તના આગમમાં ભક્તિ બહુમાન તે જિનાજ્ઞાભક્તિ. સંવેગ એટલે મોક્ષાભિલાષ. જિનાજ્ઞાભક્તિ અને સંવેગ ન હોવાથી અભવ્ય વગેરેને ત્યાગનો પરિણામ પરમાર્થથી અપરિણામરૂપ હોવાથી અભવ્ય વગેરેના પ્રત્યાખ્યાનનું દ્રવ્યપણું છે. અપરિણામ પ્રત્યાખ્યાન પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ અવિધિ પ્રત્યાખ્યાન અસુંદર (=વ્ય પ્રત્યાખ્યાન) છે એવું નથી, અપરિણામ પ્રત્યાખ્યાન પણ અસુંદર છે. અસુંદર છે– ભાવ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ અપ્રધાન દ્રવ્યપ્રત્યાખ્યાન છે. (૫) अथ वीर्याभावस्य द्रव्यप्रत्याख्यानहेतुतामाहउदग्रवीर्यविरहात्, क्लिष्टकर्मोदयेन यत् । बाध्यते तदपि द्रव्य-प्रत्याख्यानं प्रकीर्तितम् ॥६॥ वृत्तिः- उदग्रमुत्कटं यद्वीर्यं वीर्यान्तरायक्षयोपशमसम्पन्नात्मपरिणामलक्षणम्, तस्य विरहो विच्छेदः, 'उदग्रवीर्यविरहः', तस्मादवधेः, 'क्लिष्टकर्मोदयेन' तीव्रतीतवीर्यान्तरायादिकर्मविपाकेन कर्तृभूतेन, यत्प्रत्याख्यानम्, प्रतिपन्नमपि सद्, बाध्यते अभिभूयते, वीर्योल्लासेन हि जीवः क्लिष्टं कर्म शमयति, तदभावे च क्लिष्टकर्मोदयो भवति, तेन च प्रत्याख्यानं बाध्यते, इति वीर्याभावः प्रत्याख्यानबाधने हेतुः, अथवा 'क्लिष्टकर्मोदयेन' यो वीर्याभावस्तस्मात्प्रत्याख्यानं 'यद्' 'बाध्यते' जीवेनेति, 'तदपि' न केवलमविधिप्र
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy