SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૧૨ ૮-પ્રત્યાખ્યાન અષ્ટક નીતિ શ્લોકથી જાણવો. આ નીતિ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે– ભોજન ગુપ્ત કરવું જોઇએ. તેમાં પણ દરિદ્ર માણસે તો વિશેષથી ગુપ્ત ભોજન કરવું જોઇએ. તું જો, (સિંહના દેખતાં) હલકું ભોજન કરવાના કારણે સિંહે ઘેટાને મારી નાખ્યો.” દુષ્ટ– દોષવાળું. પ્રગટ ભોજન દુષ્ટ હોવાથી હે કુતીર્થિકો ! જો તમે મુમુક્ષુ છો તો તમારે પણ ગુપ્તભોજન કરવું યોગ્ય છે. એ પ્રમાણે રહસ્યાર્થ છે. (૮) આ પ્રમાણે સાતમા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું. ॥८॥ अथ अष्टमं प्रत्याख्यानाष्टकम् ॥ क्षणमात्रमपि नाविरतेन स्थातव्यमिति भोजनानन्तरं प्रत्याख्यानं निरूपयन्नाहद्रव्यतो भावतश्चैव, प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतं ह्याद्य-मतोऽन्यच्चरमं मतम् ॥१॥ वृत्तिः-यद्यपि द्रव्यशब्दः प्रत्याख्यानविषये सचेतनादिष्वशनादिषु वा प्रत्याख्येयेषु ताल्वोष्ठादिषु वा प्रत्याख्यानसूत्रोच्चारहेतुषु द्रव्येषु युज्यते, तथापीहाप्राधान्यार्थो द्रष्टव्यो, यतस्तदर्थस्यैवास्य बहुश आगमे प्रयोगः । यथाह-"अप्पाहन्ने वि इहं, कत्यइ दिट्ठो उ दव्वसहोत्ति । अंगारमद्दगो जह, दव्वायरियो सयाऽभव्वो ॥१॥"६२ ततश्च 'द्रव्यतो'ऽप्रधानभावमाश्रित्याप्रधान (प्रत्याख्यान)मित्यर्थः, अप्रधानता च विविक्षितप्रत्याख्यानफलाप्रसाधकत्वात् । अथवा कारणार्थे(ों) द्रव्यशब्दः । यदाह-"समयम्मि दव्व " આ શ્લોકના ભાવાર્થને જણાવતી કથા આ પ્રમાણે છે – કોઇ એક વનપ્રદેશમાં પોતાના યૂથથી છૂટો પડી ગયેલો એક ઘેટો હતો. મોટાં અને કેસરી શિંગડાંવાળો તથા કઠિન ગાત્રોવાળો તે વનમાં ભમતો હતો. એ વનમાં ફરતા સિંહે તેને જોયો. પૂર્વે કદી નહિ જોયેલા આ ઘેટાને જોઇને સિંહ ક્ષોભ પામ્યો અને ડરી ગયો. તેણે વિચાર્યું નક્કી આ મારા કરતાં ઘણો બળવાન જણાય છે. એથી જ તે અહીં નિશંકપણે ફરે છે. આમ વિચારીને તે ધીરે ધીરે દૂર ચાલ્યો ગયો. બીજા દિવસે તે જ ઘેટાને વનમાં ઘાસ ચરતો જોઇને સિંહે વિચાર્યું. આ તરણભક્ષક છે. એથી એનું બળ એના આહારને અનુરૂપ જ હશે. આમ વિચારીને એકદમ પાસે જઇને તેણે ઘેટાને મારી નાખ્યો. (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત પંચતંત્ર ગુજરાતી અનુવાદ.) અહીં જો ઘેટાએ ગુપ્ત (=બીજાઓ ન જૂએ તે રીતે) ભોજન કર્યું હોત તો સિંહને આ મારાથી નિર્બળ છે એમ ખબર ન પડત અને એથી એનો વિનાશ ન થાત. શ્લોકમાં રહેલા બોગનવાઈત્યાદ્રિ પદનો અર્થ હલકા (=કષ વગરના) ભોજનના કારણે એવો છે. તથા પદ: પદના સ્થાને ઘેટાના પર્યાયવાચી : વગેરે શબ્દોમાંથી કોઇ એક શબ્દ હોવો જોઇએ. ६२. अप्राधान्येऽपि इह कुत्रचित् दृष्टस्तु द्रव्यशब्द इति । अङ्गारमर्दको यथा द्रव्याचार्यः सदाऽभव्यः ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy